સુકાઈ ગયો દુનિયાનો સૌથી પહોળો વિક્ટોરિયા વોટરફોલ, હવે આગળ શું થશે?

આખી દુનિયામાં જળવાયુ પરિવર્તન આમ તો સતત ડિબેટનો વિષય બની રહે છે, અને સમય-સમય પર એનાથી સંબંધિત ઘટનાઓ પણ સામે આવી રહી છે. એ કડીમાં વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. એ સમાચાર છે દુનિયાનો સૌથી પહોળો વોટરફોલ(ધોધ) ગણાતો વિક્ટોરિયા વોટરફોલ અડધા કરતા વધારે સુકાઈ ગયો છે.

હકીકતમાં, રિપોર્ટ્સ અનુસાર વિક્ટોરિયા વોટરફોલ 50% કરતા વધારે સુકાઈ ગયો છે. દક્ષિણ આફ્રિકામાં જામ્બિયા અને ઝિમ્બાબ્વેની વચ્ચે સીમા વિભાજનનું કામ કરવા વાળા વિક્ટોરિયા વોટરફોલમાં પાણીની ઘણી અછત થઈ ગઈ છે.

જામ્બિયાના રાષ્ટ્રપતિએ એને જળવાયુ પરિવર્તનની અસર માની છે. છેલ્લા 25 વર્ષમાં આ ધોધ આ વખતે સૌથી વધારે સુકાયેલો દેખાઈ રહ્યો છે. આખી દુનિયામાંથી આ વોટરફોલમાં દર વર્ષે હજારો પર્યટક આવે છે.

ધોધના સુકાવાને લઈને જામ્બિયન રાષ્ટ્રપતિ, એડગર ચગવા લૂંગુએ કહ્યું કે, અમે જળવાયું પરિવર્તનના પ્રભાવોને હકીકતમાં અનુભવ કરી રહ્યા છે, અને વોટરફોલ પર એની અસર દેખાઈ રહી છે.

જણાવી દઈએ કે, વિક્ટોરિયા વોટરફોલનું આફ્રિકન નામ ‘મોસી-ઓઆ-તુન્યા’ છે. વિક્ટોરિયા વોટરફોલને આ ધરતી પર પડતા પાણીનો સૌથી પહોળો પાણીનો પડદો કહેવામાં આવે છે. એની પહોળાઈ 1700 મીટર છે. આ વોટરફોલના સુકાયા બાદ સવાલ ઉઠી રહ્યો છે કે, હવે જળવાયુ પરિવર્તનની ભેટ શું હશે?

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.