વિદાય પછી સાસરિયામાં પગ પણ મૂકી શકી નહીં દુલ્હન, ઘરથી 4 KM દૂર રસ્તા વચ્ચે જ બન્યો ફિલ્મી સીન.

રાજ્સ્થાનના સિકર જીલ્લામાં બુધવારના રોજ ફિલ્મો સ્ટાઈલમાં અપહરણનો કેસ સામે આવ્યો છે. જ્યાં વરરાજા-કન્યાના ગૃહ પ્રવેશ પહેલા જ કન્યાને રસ્તા માંથી જ અપહરણ કરી લેવામાં આવી.

સિકર :-

રાજ્સ્થાનના સિક્ર જીલ્લામાં બુધવારના રોજ ફિલ્મો સ્ટાઈલમાં અપહરણનો કેસ સામે આવ્યો છે. જ્યાં વરરાજા-કન્યાના ગૃહ પ્રવેશ પહેલા જ કન્યાને રસ્તા માંથી જ અપહરણ કરી લેવામાં આવી. નાલાયકો એ પહેલા લગ્નની ગાડી ઉપર લાકડી સળિયાથી હુમલો કરી દીધો. ત્યાર પછી ગાડી માંથી કન્યાનું અપહરણ કરીને પોતાની સાથે લઇ ગયા. ઘટનાની જાણકારી મળતા જ પરિવારજનો સ્થળ ઉપર પહોચ્યા અને પોલીસને જાણ કરી. પોલીસે ઘણી જગ્યાએ નાકાબંધી કરાવી.

જાણકારી મુજબ સિકરના ધોગ વિસ્તારના નાગવા ગામના ગિરધારી સિંહની મોટી દીકરી સોનું અને નાની દીકરી હંસુંના ધોદ વિસ્તારના જ મોરડુંગા ગામના ભંવર સિંહ અને રાજુ સિંહ સાથે મંગળવારના રોજ લગ્ન થયા હતા. બુધવારની સવારે ૩ વાગ્યે બન્ને બહેનોની વિદાઈ થઇ. પરવારજનોએ બન્નેને આનંદ અને ખુશી સાથે ઘરેથી વિદાય કર્યા. તે દરમિયાન ઘરથી લગભગ ૪ કી.મી. દુર રામબક્સપુરા સ્ટેન્ડ ઉપર બે બોલેરો દ્વારા આવેલા નાલાયકોએ ગાડીને ઘેરી લીધી અને લાકડી અને સળિયાથી જોરદાર તોડફોટ શરુ કરી દીધી.

જેનાથી ગાડીમાં બેઠેલા વરરાજા કન્યા સમસમી ગયા. ત્યાર પછી નાલાયકોએ હથીયારો વડે નાની બહેન હસુંને ગાડીમાં નાખીને પોતાની સાથે લઇ ગયા. ઘટના પછી પરિવારજનોને સમાચાર મળ્યા, તો સ્થળ ઉપર પહોચીને પોલીસને જાણ કરી. ત્યાર પછી પોલીસ સ્થળ ઉપર પહોચીને ઘણી જગ્યાએ નાકાબંધી કરાવી. પરવારજનો એ અજાણ્યા બદમાશો વિરુદ્ધ કેસ નોંધાવ્યો.

ગામના યુવક ઉપર જ શંકા :-

જાણકારી મુજબ પરિવારજનો ગામના થોડા યુવકો ઉપર શંકા દર્શાવી રહ્યા છે. હાલમાં પોલીસ કેસની તપાસમાં લાગી ગઈ છે.

હવે જોવાનું એ રહ્યું કે પોલીસ દ્વારા કન્યાને એ બદમાસો પાસેથી ક્યારે છોડવામાં આવે છે. અને આ માટે કોણ જવાબદાર છે? આ રીતે કોની છોકરીનું આપહરણ કરવું ખરેખર ખુબ શરમજનક કૃત્ય છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

વીડિઓ :