વિડીયો : બોલીવુડના ‘હી-મેન’ એ મેથીનાં પરાઠા ખાધા, પછી પોતાનો બંગલો બતાવ્યો, કહ્યું- એક દિવસ આ બધું…

આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા હોય છે જેના વિષે જાણીને આપણને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે જે જાણીને આપણને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અને આજે અમે એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

બોલિવૂડના હીમેન તરીકે જાણીતા અભિનેતા ધર્મેન્દ્રએ પોતાના ફાર્મહાઉસ પર જ પોતાની દુનિયા વસાવી લીધી છે. અહીં તેઓ ખેતી કરે છે, ગાયનું દૂધ કાઢે છે અને એક ખેડૂતની જેમ તેમનું જીવન વિતાવે છે. આ સાથે જ, ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહેવા લાગ્યા છે અને તાજેતરમાં જ બોલિવૂડના ‘હી-મેન’એ મેથીના પરાઠા ખાધા પછી પોતાનો બંગલો બતાવ્યો, આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયો ખુદ ધર્મેન્દ્રએ શેર કર્યો છે.

‘હી-મેન’ એ મેથીનાં પરાઠા ખાધા, પછી પોતાનો બંગલો બતાવ્યો.

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર આજકાલ ફિલ્મોથી દૂર છે અને તે પોતાના ફાર્મ હાઉસમાં સમય પસાર કરી રહ્યા છે. તેઓ નિયમિતપણે તેમના ચાહકો માટે ફાર્મ હાઉસના વિડિયોઝ શેર કરે છે. તેમણે ફરી તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ વીડિયોમાં ધર્મેન્દ્ર ચાહકોને પોતાનો બંગલો બતાવી રહ્યા છે અને તેની સાથે મેથીના પરાઠા પણ ખાઈ રહ્યા છે. લોકો ધર્મેન્દ્રના આ વીડિયો પર ઘણી ટિપ્પણી કરી રહ્યા છે અને તેમની જીવનશૈલીની પ્રશંસા પણ કરી રહ્યા છે. ધર્મેન્દ્રનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ધર્મેન્દ્રએ જે વીડિયો શેર કર્યો છે તેને 55 હજારથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. આ વીડિયોને શેયર કરવા સાથે જ તેમણે લખ્યું કે, ‘ આ બધું તેણે આપ્યું છે, જે એક દિવસ શાંતિથી લઇ જશે. આ જીવન ખૂબ સુંદર છે મિત્રો, જીવો તેને પણ સારી રીતે જીવો. લવ યુ. ચિયર અપ’ ધર્મેન્દ્રએ આ રીતે વિડિયોનું કેપ્શન આપ્યું છે અને તેમના આ વીડિયો પર એક પ્રશંસકે લખ્યું છે,’ મોર્નિંગ પાજી, જિંદગી જીવતા તો પાજી અમે તમારી પાસેથી શીખ્યા છીએ. એક સારા વ્યક્તિ કેવી રીતે બનવું અને લોકોના હૃદયમાં પોતાના માટે સ્થાન કેવી રીતે બનાવવું. લવ યુ ધરમ પાજી.

ધર્મેન્દ્રએ આ ફિલ્મોમાં કામ કર્યું છે

તમને જણાવી દઈએ કે ધર્મેન્દ્રનું પૂરું નામ ધરમસિંહ દેઓલ છે અને તેમનું બાળપણ સાહનેવાલમાં પસાર થયું છે. ધર્મેન્દ્રના પિતા સ્કૂલના મુખ્ય શિક્ષક હતા અને તેમની પ્રથમ ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’ હતી, અને તે પછી ધર્મેન્દ્રએ બોલિવૂડમાં શોલે, ભાગવત, પ્રતિજ્ઞા, જુગ્નુ, ગુલામી, મેરા ગાંવ મેરા દેશ, યમલા પગલા દીવાના, ધરમ વીર, ચૂપકે-ચૂપકે, રામ બલરામ, સીતા ઔર ગીતા, અલીબાબા ઔર 40 ચોર, ડ્રીમ ગર્લ, શાલીમાર, વતન કે રખવાલે જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

જુઓ વિડીયો :

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.