ભારત એક ખુબ જ વિવિધતાઓથી ભરેલો દેશ છે. આ દેશ પોતાની વિવિધતા અને પરમ્પરા ને લીધે આખા વિશ્વમાં ઓળખવામાં આવે છે. અહિયાં કેટલાય ધર્મોના લોકો એક સાથે મળીને રહે છે. અહીયાના દરેક રાજ્યની પોતાની બોલી-ભાષા, પહેરવેશ અને ખાવા-પીવાનું છે. તેમ છતાં પણ બધા ખુબ પ્રેમથી એક બીજા સાથે મળીને રહે છે. ભારતની આ ખાસિયત લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.
ભારતની સંસ્કૃતિ વિદેશી લોકોને ખુબ ગમે છે. તેની સાથે જ ભારતમાં ઘણી એવી એવી જગ્યાઓ અને વસ્તુઓ છે જે વિદેશીઓનું ધ્યાન આપણી તરફ આકર્ષે છે. તે જ કારણ છે કે દર વર્ષે ભારતમાં ઘણા દેશના પ્રવાસીઓ અહિયાં ફરવા માટે આવે છે. ઘણાને અહીયાની સંસ્કૃતિ અને પરંપરા એટલી ગમે છે કે તેઓ તેને અપનાવવાનું પણ શું કરી દે છે. ઘણા લોકો અહિયાં શિક્ષણ પણ લેવા માટે આવે છે.
ભળી જાય છે ઘણા વિદેશી ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં :
વારાણસીને સંગીતની નગરી કહેવામાં આવે છે. ત્યાં ગંગા ઘાટના કિનારે ઘણા વિદેશી પ્રવાસીઓને ફરતા જોઈ શકાય છે. ઘણાઓ એ તો પોતાનો પહેરવેશ એવો બનાવ્યો હોય છે કે તેમને ઓળખવા મુશ્કેલ થઇ જાય છે કે આ ભારતીય છે કે વિદેશી. ઘણા વિદેશી લોકો વારાણસી ગયા પછી ત્યાના બનીને રહી જાય છે અને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓમાં ભળી જાય છે.
વિદેશી મહિલા કરે છે ભારતીયોની જેમ નૃત્ય :
જેમ કે પહેલા જણાવી ગયા કે ભારત ના દરેક રાજ્યની પોતાની એક અલગ સંસ્કૃતિ છે. સંગીત પણ બધાનું જુદુ જુદુ હોય છે. ઘણા વિદેશીઓ આવ્યા પછી ત્યાની સંસ્કૃતિમાં રંગાઇ જાય છે. અને જયારે તે રંગાઇ જાય છે તો તે પોતાને ભૂલી જઈને અહીયાના લોકો જેવા બની જાય છે. આજે અમે તમને એક વિદેશી મહિલાનું એવું નૃત્ય બતાવવા જઈ રહ્યા છીએ, જે જોયા પછી તમને વિશ્વાસ થઇ જશે કે ખરેખર વિદેશી મહિલાઓ પણ ભારતીયોની જેવું નૃત્ય કરી શકે છે.
ઘૂમી ઘુમીને નૃત્ય કરતા જોઇને થઇ ગયા લોકો પણ આશ્ચર્યચકિત :
ખરેખર આ વિડીયો ક્યાંનો છે, તેના વિષે જાણવા નથી મળ્યું. પણ વિડીયોમાં તમે જોઈ શકો છો કે વિદેશથી આવેલ એક મહિલાને અહિયાના કલ્ચર ની એટલી અસર કરી ગઈ કે તે ભારતીયોની જેમ નૃત્ય કરવા લાગે છે. તેને જોવા માટે ત્યાં સેંકડો લોકો તેને ઘેરીને ઉભા છે. વિદેશી મહિલાનું નૃત્ય શોશ્યલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઇ ગયો છે.
આ સાથે એ પણ જાણવું જોઈએ કે વિદેશી પર્યટકો થી દેશ ને લગભગ એક પર્યટકે 1 લાખ 80 હજાર જેવી કમાણી સીધી જ થાય છે અન્ય ઘણા બધા લાભ થાય તે અલગ એટલે જ ઘણા દેશો ફક્ત પર્યટન નો વ્યવસાય જ ચલાવે છે.
વિડીયો :
https://youtu.be/E-mQJe3DX1Q
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.