વિદેશી સમજીને જે 42 બ્રાન્ડને તમે ખરીદી રહ્યા હતા, તે હકીકતમાં પ્યોર દેશી છે.

દેશના મોટા ભાગના લોકોની આદત વિદેશી બ્રાન્ડની વસ્તુઓ ખરીદવાની હોય છે. કોઇ પણ વસ્તુ પર વિદેશી કંપનીનું નામ લખેલ હોય તો તેને સ્વદેશી કરતા વધુ સારી સમજે છે. લોકોની આજ વિચારસરણીને કારણે ભારતીય કંપનીઓને પોતાની કંપનીનું નામ બદલવાની ફરજ પડી છે.

રમૂજની વાત તો એ છે કે જે કંપની પોતાનું દેશી નામ બદલી વિદેશી નામ રાખે છે, તો તેમણે બનાવેલી વસ્તુના વેચાણનું પ્રમાણ વધવા લાગે છે અને તેઓનો વેચાણ ગ્રાફ જલ્દીથી ઉપરની તરફ વધે છે. આજે અમે તમને એવી જ અમુક કંપનીઓ વિષે જણાવીએ છીએ જેનું નામ તો વિદેશી છે. પણ વાસ્તવમાં તે આપણા જ દેશની છે.

Louis Philippe (લૂઇસ ફિલિપ)

પુરૂષો માટે ફેશનેબલ કપડાં બનાવનારી આ કંપનીની શરૂઆત આદિત્ય બિરલા ગ્રુપની કંપની Madura Fashion & Lifestyle (મદુરા ફેશન એન્ડ લાઇફસ્ટાઇલ) એ વર્ષ 1989 માં કરી હતી.

Peter England (પીટર ઇંગ્લેંડ)

આયર્લેન્ડમાં સ્થાપિત આ કંપનીની માલિકી પણ આદિત્ય બિરલા ગ્રુપ પાસે છે. આ કંપની વર્ષ 1997 માં Madura Fashion & Lifestyle (મદુરા ફેશન એન્ડ લાઇફસ્ટાઇલ) દ્વારા શરૂ કરવામાં આવી હતી.

Jaguar Cars (જગુઆર કાર્સ)

વર્ષ 1936 માં ઇંગ્લેન્ડની કંપની Jaguar Cars (જગુઆર કાર્સ) લિ. દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. હવે તેની માલિકી ટાટા ગ્રુપ પાસે છે.

Da Milano (દા મિલાનો)

આ કંપની લેધરમાંથી બનાવેલ વસ્તુઓનું ઉત્પાદન કરે છે અને વર્ષ 1936 માં મલિક પરિવારે એ શરૂ કરી હતી.

Allen Solly (એલન સોલી)

આ ફેશન બ્રાન્ડનું માલિકી પણ આદિત્ય બિરલા ગ્રુપ પાસે છે.

Monte Carlo (મોન્ટે કાર્લો)

Oswal Woollen Mills Limited (ઓસ્વાલ વૂલન મિલ્સ લિમિટેડ) કંપની તેના માલિક છે, આ કંપની નહેર ગ્રુપની છે.

American Swan (અમેરિકન સ્વાન)

આ કંપનીની માલિકી The American Swan Lifestyle Company (અમેરિકન સ્વાન લાઇફસ્ટાઇલ) પાસે છે, જે ખરેખરમાં એક ભારતીય કંપની છે.

HiDesign (હાયડિઝાઇન)

લેધરથી બનતી વસ્તુઓ બનાવવા માટે આ કંપની પ્રખ્યાત છે. તેના માલિક છે દિલીપ કપૂર. તેઓએ કંપનીની સ્થાપના વર્ષ 1978 માં કરી હતી.

Royal Enfield (રોયલ એન્ફીલ્ડ)

Enfield India Ltd (એન્ફિલ્ડ ઇન્ડિયા લિ.) આ કંપનીના માલિક છે. આ કંપની વર્ષ 1955 માં ભારતમાં શરૂ કરવામાં આવેલી.

Lakme (લેકમે)

જે.આર.ડી. ટાટાએ વર્ષ 1952માં કંપનીની સ્થાપના કરેલી. આ કંપની સ્ત્રીઓના સુંદર દેખાવા માટે વપરાતી વસ્તુઓનું ઉત્પાદન કરે છે.

East India Company (ઇસ્ટ ઇન્ડિયા કંપની)

British Empire (બ્રિટિશ એમ્પાયર) નામક કંપનીએ 16 મી સદીમાં આ કંપનીની સ્થાપના કરેલી. હવે તેના માલિક સંજીવ મહેતા છે, જે એક ભારતીય છે.

Amrut Single Malt (અમૃત સિંગલ માલ્ટ)

Whisky (વ્હિસ્કી) ની આ બ્રાન્ડ Amrut Distilleries (અમૃત ડિસ્ટિલરીઝ) કંપનીની છે. આ પણ એક ભારતીય કંપની છે.

Franco Leone (ફ્રાન્કો લિઓન)

વર્ષ 1989માં વિશાલ બાંબરીએ આ ફેશન બ્રાન્ડ શરૂ કર્યું હતું.

Van Huesen (વેન હુસેન)

યુએસએ અને ઇન્ડિયા માં ફેમસ આ ફેશન બ્રાન્ડ 18 મી સદીમાં Phillips Family (ફિલીપ્સ ફેમિલી) દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. હવે તેના માલિક આદિત્ય બિરલા ગ્રુપ છે.

Munich Polo (મ્યુનિક પોલો)

બાળકોના કપડાં બનાવનાર આ કંપનીની માલિકી Munich Polo (મ્યુનિક પોલો) લિમિટેડ કંપની પાસે છે. આ પણ એક ભારતીય કંપની છે.

Flying Machine (ફ્લાઇંગ મશીન)

Arvind Limited (અરવિંદ લિમિટેડ) તેની સંલગ્ન કંપની છે. જેના સીઇઓ સંજય લાલભાઈ છે. આ કંપની ડેનિમના ઉત્પાદનો બનાવે છે.

And Designs (એન્ડ ડિઝાઇન)

House of Anita Dongre Limited (હાઉઝ ઓફ અનીતા ડોંગરે લિમિટેડ) નામની કંપની એ આ બ્રાન્ડ વર્ષ 1995 માં ભારતમાં શરૂ કરી હતી.

La Opala (લા ઓપાલા)

La Opala RG Limited (લા ઓપલા આરજી લિમિટેડ) આ બ્રાન્ડની માલિક છે. જે Tableware (ટેબલવેર) વસ્તુ બનાવે છે. આ પણ એક ભારતીય કંપની છે.

Larsen and Toubro Limited (લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ)

Henning Holck-Larsen and Soren Kristian Toubro (હેનિંગ હોલ્ક-લાર્સન અને સોરેન ક્રિસ્ટિયન ટુબ્રો) તેના સંલગ્ન કંપની છે. વર્ષ 1938 માં ભારતમાં તેની સ્થાપના થઈ હતી.

Cafe Coffee Day (કાફે કૉફી ડે)

Coffee Day Enterprises Limited (કૉફી ડે એન્ટરપ્રાઇઝ લિમિટેડ) દ્વારા ભારત માં વર્ષ 1996 માં શરૂ કરી હતી.

Old Monk (ઓલ્ડ મોન્ક)

રંભની આ ફેમસ બ્રાન્ડ Mohan Meakin (મોહન મેકીન) એ ભારત માં વર્ષ 1954 માં સ્થાપના કરી હતી.

Micromax (માઇક્રોમેક્સ)

મોબાઇલ ફોન બનાવતી આ કંપની રાહુલ શર્મા, વિકાસ જૈન, સુમિત અરોડા અને રાજેશ અગ્રવાલ દ્વારા વર્ષ 2000 માં શરૂ કરી હતી.

Britannia (બ્રિટાનિયા)

બેકરીની ખાદ્ય પદાર્થ બનાવનારી આ કંપનીની સ્થાપના વાડિયા ગ્રુપ દ્વારા વર્ષ 1892 માં કરવામાં આવી હતી.

MRF (એમઆરએફ)

ટાયર્સ બનાવનારી આ કંપનીના માલિક K. M. Mammen Mappillai (કે. એમ. મમમેન મપ્પિલ્લાઇ) છે. તેમણે વર્ષ 1946 માં કંપની ની શરૂઆત કરી હતી.

Ferns N Petals (ફર્ન્સ એન પેટલ્સ)

વર્ષ 1994 માં શરૂ થયેલ આ કંપનીના માલિક વિકાસ ગુટગૂટિયા છે.

Raymond (રેમન્ડ)

Raymond Group (રેમેંડ ગ્રુપ) દ્વારા આ ફેશન બ્રાન્ડની સ્થાપના થઈ હતી. આ પણ એક ભારતીય કંપની છે.

Westside (વેસ્ટસાઈડ)

Westside (વેસ્ટસાઇડ) બ્રાન્ડ ના માલિક પણ ટાટા ગ્રુપ છે.

Spykar (સ્પાયકર)

ઉત્કૃષ્ટ પ્રકારનાં ડેનિમ પ્રોડક્ટ્સ માટે ફેમસ આ કંપનીના માલિક પ્રસાદ પબરેકર છે.

Park Avenue (પાર્ક એવન્યુ)

ફોર્મલ વિયર માટે ફેમસ આ બ્રાન્ડની માલિકી રેયમંડ ગ્રુપ પાસે છે.

Knotty Derby and Arden Shoes (નોટી ડર્બી અને આર્ડેન શૂઝ)

બૂટ બનાવનારી આ કંપનીની માલિકી Sumanglam Impex Private Limited (સુમંગલમ ઇમ્પેક્સ પ્રાઇવેટ લિમિટેડ) ની પાસે છે.

The Collective (ધ ક્લેક્ટિવ)

આદિત્ય બિરલા ન્યુવોએ વર્ષ 2008 માં ભારતમાં સ્થાપિત કરી હતી.

Planet Fashion (પ્લેનેટ ફેશન)

આ એક ફેશન રિટેલ સ્ટોર્સની આખી ચેન છે. જેના માલિક આદિત્ય બિરલા ગ્રુપ છે.

Redwolf (રેડવૉલ્ફ)

Independent Label (ઇન્ડેપેનડન્ડ લેબલ) પાસે તેની માલિકી છે. આ બ્રાન્ડ વર્ષ 2011 માં ભારતથી શરૂ થયું હતું.

I-Ball (આઈ-બોલ)

સંદીપ પરસરામપુરિયા આ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ બનાવતી કંપનીના માલિક છે.

Karbonn (કાર્બોન)

મોબાઇલ ફોન અને તેના સંબંધિત વસ્તુઓ બનાવતી આ કંપની પ્રદીપ જૈનની છે. જેમને આ બ્રાન્ડ વર્ષ 2009 માં શરૂ કરી હતી

Lava (લાવા)

આ બ્રાન્ડને વર્ષ 2009 માં હરિઓમ રાય, વિશાલ સહગલ, સૈલેન્દ્રનાથ રાય અને સૈલેશ રાયએ શરૂ કરી. આ કંપની મોબાઇલ ફોન અને તેનાથી સંબંધિત ઉત્પાદન બનાવે છે.

Everready (એવરરેડી)

બેટરી, લેમ્પ, ચા વગેરે. બનાવનારી આ કંપનીની માલિકી બી.એમ.ખૈતાન ગ્રુપ પાસે છે.

Anchor (એન્કર)

વીજળી અને તેનાથી ચાલનારી વસ્તુઓ બનાવનારી આ કંપની પણ ભારતીય છે. આ કંપની Panasonic Corporation (પેનાસોનિક કોર્પોરેશન)એ વર્ષ 1963 માં શરૂ કરી હતી.

Intex (ઇન્ટેક્સ)

મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બનાવનારી આ કંપની નરેન્દ્ર બન્સલની છે અને જે વર્ષ 1996 માં શરૂ થઇ હતી.

Videocon (વિડિઓકોન)

ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ બનાવનાર આ કંપનીની સ્થાપના વેનુગોપાલ ધૂટે વર્ષ 1979 માં કરી હતી.

Kenstar (કેનસ્ટાર)

Kitchen Appliances India Limited (કિચન એપ્લાયન્સીસ ઇન્ડિયા લિમિટેડ) પાસે બ્રાન્ડની માલિકી છે. આ બ્રાન્ડ ઘર વપરાશની વસ્તુઓ બનાવે છે.

Voltas (વોલ્ટાસ)

ઘર વપરાશ અને બીજી એન્જિનિયરિંગ વસ્તુ બનાવનારી આ કંપનીની માલિકી પણ ટાટા ગ્રુપ છે.

તો આ પરથી ધ્યાનમાં આવે છે કે બધી જ નામની રમત છે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.