વિધવા માંએ મહેનત કરીને દીકરાને ઉછેર્યો, આજે દીકરો બની ગયો નાયબ મામલતદાર

આજકાલના સમયમાં યુવાનોને રોજગારી માટે ઘણી મુશ્કેલી વેઠવી પડતી હોય છે, તેમ છતાં પણ નોકરી મેળવવામાં ઘણા ઓછા સફળ થાય છે, અને નોકરી માટે હરીફાઈ પણ ઘણી હોવાને કારણે નોકરી મેળવવામાં ઘણી મુશ્કેલી પડે છે, અને તેમાં પણ જેઓ ગ્રામ્ય વિસ્તારમાં રહીને અભ્યાસ કરતા હોય છે. તેમને તો અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, અને તે માંથી પણ ઘણા એવા બાળકો પોતાની મહેનતથી આગળ આવતા હોય છે, આવો જ એક કિસ્સો અમે તમને જણાવીશું.

સૂર્યનો તાપ અને કમૌસમી વરસાદને અમે હસતા હસતા સહન કર્યા છે, મુશ્કેલીઓથી ભરેલું જીવન મારા જીવનને ઘડી દીધું છે. આ પંક્તિ મહેશ કુમાર ઉપર બરોબર ફીટ બેસી રહી છે. સાત વર્ષની ઉંમર માં પિતાને ગુમાવી ચુક્યા હતા.

મજુરી કરીમાં અને મોટા ભાઈ એ જેવા તેવા છાપરા જેવા મકાન અને દીવડાના પ્રકાશમાં ભણાવ્યો. તેણે પીસીએસ પરીક્ષા ૨૦૧૬ માં પાસ કરી વિધવા માંના સપનાને સાકાર કરી દીધું. તેને નાયબ તહલીસદારનું પદ મળ્યું છે.

વિકાસખંડ પુરાબાજારના ગ્રામસભા પાસેના તુલસીતારા ગામના રહેવાસી રામજનકનું વર્ષ ૧૯૯૫ માં અવસાન થઇ ગયું. ઘણી ગરીબી હોવાને કારણે પત્ની શિવકુમારી એ પોતાના ત્રણ દીકરાને ઉછેરવા માટે મહેનત મજુરી કરી જીવીકોપાર્જન શરુ કર્યું. ગરીબીને કારણે મોટો દીકરો સારો અભ્યાસ ન કરી શક્યો.

તે ખેતી અને ખેતીની મજુરી તરીકે કામ શરુ કર્યું. માંની મજબુરીને જોઈ મહેશ કુમારના દિલમાં ધગશથી ભણીને કાંઈક બનવાની ઈચ્છા જાગી ઉઠી. જેથી માં અને બીજા કુટુંબીજનોના જીવન આનંદમય બનાવી શકે.

તે ધગશને મનમાં લઇને વર્ષ ૨૦૧૬ માં પીસીએસ અને લોકરક્ષકની પરીક્ષા આપી. લોકરક્ષકનું પરિણામ આવ્યા પછી નક્કી થઇ ગયું. શુક્રવાર એ મોડી રાત્રે પરિણામ આવ્યા પછી મહેશ કુમારને ૧૪૫ રેંક હોવાને કારણે નાયબ તહલીસદાર તરીકે પસંદગી થયાની જાણકારી મળતા જ પરિવાર સહીત આખા ગામમાં ખુશીની લહેર પ્રસરી ગઈ.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.