વિધાર્થીઓ માટે કેવું રહેશે 2021, જાણો સખત મહેનત પછી સફળતા મળશે કે નહિ?

આ રાશિના વિદ્યાર્થીઓ માટે ભણતરની બાબતમાં ઘણું શુભ સાબિત થશે 2021, મળશે અપાર સફળતા. 2020માં શિક્ષણ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને ઘણા ઉતાર ચડાવનો સામનો કરવો પડ્યો છે. જીવલેણ મહામારીએ માત્ર દેશને જ નહિ પરંતુ આખી દુનિયામાં કહેર વર્તાવી દીધો છે. જેની અસર દરેક વર્ગના લોકો ઉપર થઇ, પરંતુ શિક્ષણ ક્ષેત્રમાં તેની ઊંડી અસર જોવા મળી છે. વર્ષ 2020માં વિદ્યાર્થી સ્કુલ અને કોલેજ સુધી ન જઈ શક્યા અને તેમણે ઘરે બેઠા ઓનલાઈન અભ્યાસ કર્યો. તે હવે નવા વર્ષ 2021માં શિક્ષણનું ક્ષેત્ર કેવું રહેવાનું છે તેના વિષે એસ્ટોયોગી જ્યોતિષ તમને જણાવવા જઈ રહ્યા છે.

ખાસ કરીને નવું વર્ષ નવી નવી યોજનાઓ લઈને આવે છે. તેવામાં ઘણા વિદ્યાથી વર્ગ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જઈને અભ્યાસ કરવાના સપના જુવે છે. તો ઘણા વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાનો. બધો વિદ્યાથી વર્ગ પોત પોતાના ભવિષ્યની નવી યોજનાઓ સાકાર કરવા માટે નવા વર્ષના આગમનની તૈયારીમાં લાગેલા છે. અને વર્ષ 2021ની શરુઆતમાં બૃહસ્પતી ગ્રહ મકર રાશિમાં બિરાજમાન રહેશે. ત્યાર પછી 6 એપ્રિલથી બૃહસ્પતી કુંભ રાશિમાં પ્રવેશ કરશે.

બૃહસ્પતી ગ્રહ પુનઃ વક્રી થઈને 14 સપ્ટેમ્બરના રોજ મકર રાશીમાં જતો રહેશે. ત્યાર પછી 21 નવેમ્બરના રોજ માર્ગી થઈને પુનઃ કુંભ રાશીમાં બિરાજમાન થશે. પરંતુ શની તેની જ રાશી મકરમાં રહેશે વર્ષ 2021માં રાહુ વૃષભમાં અને કેતુ વૃષભ રાશિમાં રહેશે. અને મંગલ ગ્રહ આખું વર્ષ મેષ માંથી વૃશ્ચિક રાશિમાં જ સ્થાન પરિવર્તન કરતા રહેશે.

એટલા માટે 2021નો શરુઆતનો સમય વિદ્યાર્થીઓ માટે ઉતાર ચડાવ ભરેલો રહેશે. ત્યાર પછી જયારે બૃહસ્પતી ગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે વિદ્યાર્થીઓને થોડી રાહત મળશે, જે લોકો વિદેશ જઈને શિક્ષણ ગ્રહણ કરવા માંગે છે તેની યાત્રાના યોગ ઉભા થઇ રહ્યા છે.

જો રાશીની વાત કરીએ તો મેષ કન્યા, મિથુન, મકર અમે કુંભ રાશી વાળા વિદ્યાર્થીઓ માટે વર્ષ 2021 શુભ રહેવાનું છે. તુલા, વૃષભ, વૃશ્ચિક અને કર્ક રાશી વાળા વિદ્યાર્થીઓ માટે આ વર્ષ મિશ્ર રહેવાનું છે. અને સિંહ રાશી અને ધન રાશી વાળા માટે 2021 સખત મહેનત કરીને સફળતા પ્રાપ્ત કરવા વાળું રહેશે. તે ઉપરાંત ઉચ્ચ શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા વાળા વ્યક્તિ માટે વર્ષ 2021 ઘણી મુશ્કેલી ભરેલું રહેવાની શક્યતા છે.

ખાસ કરીને જયારે બૃહસ્પતી વક્રી થઈને પુનઃ મકરમાં પ્રવેશ કરશે ત્યારે મોટાભાગના વિદ્યાર્થીનું અભ્યાસમાં મન નહિ લાગે. પરંતુ 21 નવેમ્બરના રોજ થઈને કુંભમાં ગુરુ પ્રવેશ કરશે, તો વિદ્યાર્થીઓને લાભ મળશે. એકંદરે વર્ષ 2021 વિદ્યાર્થીઓ માટે ઉતાર ચડાવ ભરેલું રહેવાની સંભાવના છે. આમ તો બધા વિદ્યાર્થી બૃહસ્પતી અને શનીની સ્થિતિ અને વિદ્યા ગૃહ મુજબ ઉપાયો કરીને 2021માં પોતાના શિક્ષણમાં આવતી અડચણો ઉકેલી શકશે. 

આ માહિતી એસ્ટ્રો યોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.