વિધાર્થીએ બનાવ્યું ગંદુ પાણી સાફ કરવા વાળું ઢાંકણું, બોટલમાં લગાવવાથી આવી રીતે નીકળે છે શુદ્ધ પાણી

શરીરમાં પાણીનું યોગ્ય પ્રમાણ હોવું ઘણું જરૂરી છે. એક વખત માણસને થોડા સમય સુધી ખાવાનું ન મળે તો ચાલી જાય છે પરંતુ પાણીનું હોવું ઘણું જરૂરી હોય છે. આમ તો આજના જમાનામાં શુદ્ધ પાણી મળવું પણ ઘણું મુશ્કેલ હોય છે, ખાસ કરીને જયારે તમે ઘર માંથી બહાર નીકળીને મુસાફરી કરી રહ્યા છો. રસ્તામાં મળતું પાણી કેટલું શુદ્ધ હશે તેની કોઈ ગેરંટી નથી હોતી.

મજબુરીમાં આપણે પૈસા આપીને મિનરલ પાણીની બોટલ ખરીદવી પડે છે. પણ ઘણી વખત ડુપ્લીકેટ મિનરલ પાણીની બોટલ પણ વેચાય છે. પછી તે બોટલમાં પાણી કેટલું જુનું કે શુદ્ધ છે તેનો પણ અંદાઝ નથી હોતો. શરીરમાં મોટાભાગની બીમારીઓ પણ અશુદ્ધ પાણીને કારણે જ થાય છે. તેવામાં તમારી આ સમસ્યાનું સમાધાન એક એન્જીનીયર વિદ્યાર્થીએ શોધી કાઢ્યું છે.

આપના બધાના ઘરમાં તો વોટર ફિલ્ટર લગાવેલા હોય છે પરંતુ આપણે જયારે મુસાફરી કરીએ છીએ તો તે ફિલ્ટર આપણી પાસે નથી હોતું, તેવામાં નિરંજન કારાગી નામના એક વ્યક્તિએ NirNal નામનું એક પોર્ટેબલ વોટર ફિલ્ટર બનાવ્યું છે. આ ફિલ્ટરની ખાસ વાત એ છે કે તેને તમે કોઈ પણ નોર્મલ પ્લાસ્ટિકની બોટલમાં ફીટ કરી શકો છો. આ વોટર ફિલ્ટરનો આકાર બોટલના એક ઢાંકણા જેવો છે. તે ઉપયોગ કરવું પણ ઘણું સરળ છે.

કેવી રીતે કરે છે કામ

સૌથી પહેલા તમે એક પ્લાસ્ટિકની બોટલમાં કોઈ પણ પાણી ભરી દો. હવે આ બોટલને ઢાંકણું લગાવવાની જગ્યા ઉપર NirNal પોર્ટેબલ વોટર ફિલ્ટર લગાવી દો. ત્યાર પછી બોટલને દબાવો જેથી ઢાંકણમાં રહેલું શુદ્ધ પાણી ફિલ્ટર માંથી શુદ્ધ પાણી બહાર નીકળશે. આ ફિલ્ટર ન માત્ર ક્લોરીન ઘટાડી શકે છે પરંતુ પાણીને ૯૯.૯ ટકા બેકેરીયા પણ મારીને બહાર કાઢી શકે છે.

આ સાધનને બેલગોમના રહેવાસી એન્જીનીયર વિદ્યાર્થી નિરંજન કરાગીએ બનાવ્યું છે. તેને આ આઈડિયા ત્યારે આવ્યો જયારે નિરંજન ફૂલબોલ રમી રહ્યો હતો અને ત્યાં તેણે થોડા બાળકોને નળમાંથી અશુદ્ધ પાણી પિતા જોયા. ત્યાર પછી નિરંજને એવી રીતે પોર્ટેબલ વોટર ફિલ્ટર બનાવવાનું શરુ કરી દીધું. છેલ્લા ઘણા વર્ષોમાં નિરંજને આ ટેકનોલોજીને ઘણી વિકસાવી લીધી છે. હવે તેનું આ લેટેસ્ટ ડીવાઈસ ૯૯ ટકા જીવાણું દુર કરીને લગભગ ૩૦૦ લીટર પાણી શુદ્ધ કરી શકે છે.

શું છે કિંમત :-

આ વોટર ફિલ્ટરની સૌથી ખાસ વાત તેની કિંમત છે. ઓનલાઈન આ પોર્ટેબલ NirNal વોટર ફિલ્ટર ૨૯૭ રૂપિયામાં મળી રહે છે, જેમાં તમને તેના 3 પેકેટ મળે છે, એટલે કે એક ડીવાઈસના ૯૯ રૂપિયા થયા. એક વખત આ ફિલ્ટરને ખોલીને ઉપયોગ કરવાનું શરુ કરી દો તો તેને તમારે ૬૦ દિવસ સુધી ઉપયોગમાં લેવાનું રહેશે. ૬૦ દિવસમાં તમે તેનાથી વધુમાં વધુ ૩૦૦ લીટર પાણી ફિલ્ટર કરી શકો છો. ત્યાર પછી તમે બીજું ડીવાઈસનો ઉપયોગ કરો.

આ પ્રકારના પોર્ટેબલ વોટર પ્યુરીફાયર ખરેખર ઘણી ઉપયોગી વસ્તુ છે. જયારે તમે ક્યાય બહાર ફરવા જાવ તો તેને તમારી સાથે લઇ જઈ શકો છો. આ રીતે અનેક સ્થળોએ ગંદુ પાણી પીવાથી તમે બીમાર નહિ પડો. પછી તેની કિંમત પણ ઘણી ઓછી છે અને તે કોઈ પણ બોટલમાં લગાવીને ઉપયોગ પણ કરી શકાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.