વિડીયો : અભિષેકે વિવેકને ગળે લગાવ્યો, લોકો બોલ્યા ‘પત્નીના પૂર્વ પ્રેમીને આવી રીતે કોણ મેળે છે ભાઈ’

એશ્વર્યા રાયની લવ લાઈફમાં ઘણા ઉતાર ચડાવ આવ્યા છે. એટલે કે શરુઆત તેની સલમાન ખાન સાથે થઇ હતી. આમ તો ત્યાર પછી એશ્વર્યાએ આરોપ લગાવ્યો હતો કે સલમાન તેની સાથે મારઝૂડ કરે છે. તે આખી બાબતને લઈને તે દરમિયાન ઘણી બબાલ થઇ હતી. દુઃખી એશ્વર્યાને રડતા સમયે સહારો આપવા વિવેક ઓબેરોય આવી ગયો હતો. બંનેના સંબંધ સારા બનવા લાગ્યા હતા. એશ્વર્યા અને વિવેકને એક સાથે ઘણી જગ્યાઓ ઉપર જોવા મળતા હતા. બધાને થયું કે આ બંને વચ્ચે જરૂર કાંઈક છે.

સમાચાર તો એ પણ ઉડ્યા હતા કે ટૂંક સમયમાં આ બંને લગ્ન પણ કરી શકે છે. આમ તો પછી ખબર નહિ બંને વચ્ચે શું થયું કે તેમનો બ્રેકઅપ થઇ ગયો. ત્યાર પછી બંને ન તો એક બીજાને મળ્યા અને ન તો કોઈ ફિલ્મમાં સાથે કામ કર્યું. સમય પસાર થતો ગયો અને એશ્વર્યાએ અભિષેક બચ્ચન સાથે લગ્ન કરી લીધા. ત્યાં પાછળથી વિવેકે પણ પ્રિયંકા અલ્વા નામની એક છોકરી સાથે લગ્ન કરી લીધા.

વર્તમાનમાં તે બધા પોત પોતાના જીવનમાં મસ્ત છે. આમ તો થોડા દિવસો પહેલા વિવેકે એશ્વર્યાના સલમાન અને પોતાના સંબંધને લઈને એક મિમ શેર કરી હતી. આ મિમમાં એશ્વર્યાની દીકરી આરાધ્યા અને પતિ અભિષેક પણ હાજર હતા. સોશિયલ મીડિયા ઉપર આ મિમ ઘણી વાયરલ થઇ હતી અને બધાએ વિવેકની આ ચીપ માનસિકતાની ટીકા કરી થી. ત્યાં સુધી કે એશ્વર્યાના પતિ અભિષેક બચ્ચન પણ નારાજ થયા હતા. ત્યારે એ અંદાઝ લગાવવામાં આવી રહ્યો હતો કે વિવેક અને અભિષેક વચ્ચેના સંબંધ સારા નથી.

પરંતુ હાલમાં જ આશ્ચર્યજનક રીતે જ વિવેક અને અભિષેક એક બીજાના ગળે મળતા જોવા મળ્યા, વિવેક ઓબેરોય અને અભિષેક બચ્ચન એક બીજાના હસતા હસતા ગળે મળ્યા. અ ચમત્કારી ઘટના બેડમીંટન સ્ટાર પીવી સિંધુના સન્માન સમારંભ દરમિયાન થઇ. તે દરમિયાન ઈવેંટમાં બોલીવુડના ઘણા મોટા કલાકાર આવ્યા હતા. તેમાં અભિષેક અને વિવેક પણ આવ્યા હતા.

ખાસ કરીને જયારે રેડ કારપેટ થઇ રહ્યું હતું તો વિવેક ઓબેરોય પોતાના પિતા સુરેશ ઓબેરોય સાથે ઉભા હતા. તે દરમિયાન સામેથી અભિષેક બચ્ચન પોતાના પિતા અમિતાભ બચ્ચન સાથે આવી ગયા. તેવામાં વિવેક અને અભિષેકની એક બીજાની નજરો મળી. ત્યાર પછી બંનેએ જૂની વાતો ભૂલીને એક બીજાના ગળે મળ્યા. અ દુર્લભ પળ કેમેરામાં કેદ થઇ ગઈ.

ત્યાં સોશિયલ મીડિયા ઉપર જયારે આ વિડીયો વાયરલ થયો તો લોકોને પોતાની આંખો ઉપર વિશ્વાસ ન આવ્યો. અભિષેક પોતાની પત્નીના પૂર્વ પ્રેમી (વિવેક) ને ગળે લાગી ગયો. તે વાત લોકોને સમજાઈ નહિ. ખાસ કરીને ત્યારે જયારે વિવેકે થોડા દિવસો પહેલા જ એશ્વર્યાને લઈને ખરાબ મિમ શેર કરી હતી. બોલીવુડમાં આ બધું તો ચાલતું જ રહે છે. અહિયાં સંબંધો થોડા અટપટા હોય છે. હવે તમે આ આખી ઘટનાનો વિડીયો અહિયાં જોઈ શકો છો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

વિડિયો :