વિડીયો : બે વર્ષના માસુમેં મૃત્યુને આપી માત, ત્રીજા માળથી પડવા છતાં, વાળ પણ વાંકો ના થયો.

૨ વર્ષનો કાર્તિક માંના ધ્યાન બહાર ધાબા ઉપર પહોચી ગયા અને રમવા લાગ્યો, તે નીચે પડી ગયો અને નીચેથી પસાર થઇ રહેલી એક મહિલા સાથે જઈને અથડાયો.

કહે છેને જેનું રક્ષણ પોતે ભગવાન કરે છે, તેનો કોઈ પણ વાળ પણ વાંકો નથી કરી શકતા. તમે એ કહેવત તો સાંભળી જ હશે કે ‘જાકો રાખે સાઈયાં, માર શકે ન કોઈ.’ ‘રામ રાખે તેને કોણ ચાખે’ આ વાત ઘણી વાર આપણે સૌએ ઘણા વ્યક્તિઓ સાથે સાચી પણ થતા જોઈ હશે. ઘણી વખત એવા એવા ભયંકર અકસ્માત થાય છે. જેમાં કોઈનું બચી શકવું મુશ્કેલ હોય છે.

પરંતુ આવા અકસ્માતોમાં કેટલાક લોકો પણ એવા હોય છે. જેનો વાળ પણ વાંકો નથી થઇ શકતો. ભયંકર અકસ્માતમાંથી પસાર થવા છતાં પણ તે એકદમ સુરક્ષિત રીતે બચી જાય છે. આજે અમે તમને એક એવી જ ઘટનાનો વિડીયો પણ અમે તમારા માટે લઇને આવ્યા છીએ, પરંતુ અમારી વિનંતી છે કે કાચા મનોબળ વાળા તે ન જુવે.

ત્રીજા માળથી પડ્યો 18 મહિનાનો મસુમ :-

આ ઘટના મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લાની છે. સોમવારના દિવસે રાઘવેન્દ્ર નગર વિસ્તારમાં એક બે વર્ષનો માસુમ (કાર્તીક) ત્રીજા માળ પર રમી રહ્યો હતો. ત્યાર પછી અચાનક તે ધડામથી નીચે પડી ગયો, પણ આશ્ચર્યજનક વાત એ છે કે ત્રીજા માળથી પડ્યો પછી પણ તે બાળકને ઉજરડો સુધા ન આવ્યો. આ દિલ હચમચાવી આપનાર ઘટનાની એક સીસીટીવી ફૂટેજ સામે આવી છે. જેમાં આ સંપૂર્ણ ઘટના કેદ થઈ છે.

વિડીયોમાં તમે જોશો તો એક સ્ત્રી નીચેથી પસાર થઈ રહી છે ત્યારે અચાનક તેની ઉપર ધડમથી એક બાળક પડે છે. મહિલા સાથે અથડાયા પછી બાળક જમીન પર પડી જાય છે. જેનાથી તેને વધારે નુકસાન ન થયું. પરંતુ બાળક ઉપર પડવાથી તે સ્ત્રીને થોડી ઇજા થાય છે અને તે નજીક રહેલી સીડીઓ ઉપર બેસી જાય છે.

થોડા જ સમયમાં ત્યાં લોકોની ભીડ ભેગી થઇ જાય છે અને બાળકને તરત જ હોસ્પિટલ લઈ જાય છે. સ્થાનિક લોકો માટે આ ઘટના કોઈ ચમત્કારથી ઓછી નથી અને જે પણ આ ઘટના જોઈ રહ્યા હતા. તે પણ તેને ચમત્કાર જ કહી રહ્યા છે. એટલું જ નહિ લોકો મહિલાને બાળક માટે વરદાન પણ કહી રહ્યા છે. તે ચોક્કસ સમયે મહિલા ત્યાં ન આવી હોટ તો બાળક ગંભીર રીતે ઘાયલ થઇ શક્યો હોત.

આવી રીતે થયો અકસ્માત :-

કાર્તીકના પિતા રાજવીર યાદવના મતે તે ઘટનાના સમયે તે નોકરી ઉપર હતા. ઘટના દરમિયાન તેમના ત્રીજા માળે ઘર ઉપર પત્ની, દીકરી અને 18 મહિનાના પુત્ર કાર્તિક સહિત મામાની 14 વર્ષની દીકરી હાજર હતા. દરવાજો ખુલો રહેવાને લીધે કાર્તીક ધ્યાન બહાર ધાબા ઉપર પહોચી ગયો અને રેલીંગ પર લટકીને રમવા લાગ્યો.

જ્યારે માતા તેને શોધતી શોધતી જાય છે. તો રેલિંગ ઉપર ટીંગાઈ રહ્યો હતો અને માં પકડે ત્યાં સુધી તે નીચે પડી ગયો. પડતા પહેલા તે સૌથી પહેલા હાઇ ટેન્શન વાયર સાથે અથડાયો અને તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક સ્ત્રી ઉપર જઈને પડ્યો. ત્યાં હાજર લોકો કાર્તિકને તરત હોસ્પિટલ લઇ ગયા. હાલમાં માસુમ ભયમુક્ત છે.

વીડિઓ :