ગંભીર બીમારીથી પીડિત છે સુપરસ્ટાર વિદ્યા બાલન, ફેન્સ કરી રહ્યા છે સલામતીની પ્રાર્થનાઓ

બોલીવુડની સુપરસ્ટાર વિદ્યા બાલને એક થી એક ચડીયાતી ફિલ્મોમાં કામ કર્યુ છે. વિદ્યા બાલન જમીન સાથે જોડાયેલી કલાકાર છે, જેમણે પોતાની મહેનત અને ધગશથી બોલીવુડમાં પોતાનું નામ અને ફેમ બનાવ્યું છે. વિદ્યા બાલનના લાખો ફેંસ છે. તેમની ફિલ્મો પણ હિટ થાય છે. પરંતુ આજકાલ વિદ્યા બાલન માત્ર જાહેરાતોમાં જ જોવા મળી રહી છે. આમ તો વિદ્યા બાલન પોતાની આગળની ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે, પરંતુ સમાચારોમાં રહે છે. હાલમાં જ વિદ્યા બાલનએ પોતાનો જન્મ દિવસ મનાવ્યો, પરંતુ લાઈમલાઈટથી દુર રહી. તો આવો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું વિશેષ છે?

બોલીવુડની અભિનેત્રી વિદ્યા બાલનએ પોતાના ફિલ્મી કેરિયરમાં ઘણું બધું સહન કર્યુ છે, અને પછી તે આ સ્થાન ઉપર પહોચી છે. વિદ્યાના ફેંસની કમી નથી. પરંતુ હાલમાં જ આવેલા એક સમાચારથી તેમના ફેંસના દિલ તૂટી ગયા છે. સમાચાર મુજબ વિદ્યા બાલન એક માનસિક બીમારી સામે ઝઝૂમી રહી છે, જેના કારણે લોકો તેની સલામતીની પ્રાર્થના કરી રહ્યા છે. ખાસ કરીને વિદ્યા બાલન એક રેયર માનસિક બીમારી સાથે ઝઝૂમી રહી છે, જો કે ડીપ્રેશનથી એકદમ અલગ છે. તેવામાં હાલના દિવસોમાં વિદ્યા બાલન પોતાનો ઈલાજ અને પોતાના કામ બન્ને ઉપર ફોકસ કરી રહી છે.

ઓસીડીથી પીડિત છે વિદ્યા બાલન :

મીડિયાના રીપોર્ટસના જણાવ્યા મુજબ વિદ્યા બાલન ઓસીડીથી પીડિત છે. એટલે વિદ્યા બાલનને ઓબ્સેસિવ કંપલ્સિવ ડીસઓર્ડર થઇ ગયો, જેને મનોવેજ્ઞાનિક સમસ્યા કહેવામાં આવી શકે છે. આ સમસ્યામાં વ્યક્તિને માત્ર એક જ કામનું ભૂત દિવસ આખો સવાર રહે છે. મોટાભાગના કેસમાં વ્યક્તિને સફાઈ કરવાનું ભૂત સવાર રહે છે અને તે ત્યારે સફાઈ કરે છે, જ્યાં સુધી તેનું મગજ એ ન કહી દે કે હવે આ સાફ થઇ ગયું છે. આ બીમારીથી પીડિત લોકોના હાથમાં જો કોઈ ખરાબ વસ્તુ આવી જાય છે, તો તે તેને છેલ્લે સુધી સાફ કરે છે. એક રીતે તેને સફાઈનું ભૂત સવાર થાય છે

આખી દુનિયામાં ૧ થી ૩ ટકા લોકો ઓસીડીથી છે પીડિત :

આંકડા મુજબ તો આખી દુનિયામાં આ બીમારીથી ૧ થી ૩ ટકા લોકો પીડિત છે, જેમાં બાળકોની સંખ્યા વધુ છે. આ બીમારીનો ઈલાજ શક્ય છે, પરંતુ તેની સાથે સાથે દર્દીને ઘરમાં જરૂરી દેખરેખની જરૂર રહે છે. તે ઉપરાંત જો દર્દી કોઈ પ્રકારના કોઈ ટેન્શન ન લે, તો તે જલ્દી સાજા થઇ શકે છે. મીડિયામાં છપાયેલા સમાચારો મુજબ વિદ્યા બાલન પોતાનો ઈલાજ કરાવી રહી છે અને તે કોઈપણ પ્રકારના ટેન્શનથી એકદમ દુર છે.

આ ફિલ્મમાં વિદ્યા બાલન કરી રહી છે કામ :

વિદ્યા બાલન આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે. વિદ્યા બાલન આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ સી એમ એન. ટી. રામારાવની બાયોપિકમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં વિદ્યા બાલન એન. ટી. રામારાવની પત્નીનું પાત્ર ભજવશે. તેના પહેલા વિદ્યા બાલન ઘણી બધી હિટ ફિલ્મો આપી ચુકી છે, જેમાં ડર્ટી પિક્ચર અને કહાની સૌથી હીટ માનવામાં આવે છે.