ઇલેક્ટ્રિક માણસ : વીજળીથી મટે છે આ માણસની ભૂખ, મોઢાથી સળગાવે છે બલ્બ – જુઓ વિડિઓ

ઉત્તર પ્રદેશ – વીજળીનો ઝટકો, સાંભળીને જ હોસ ઉડી જાય છે. જો આ ભૂલથી પણ એક સેકન્ડ માટે પણ લાગી જાય તો આખી જિંદગી યાદ રહી જાય છે અને વધારે સમય માટે લાગી જાય તો જીવ પણ લઇ શકે છે.

આમ તો આપણામાંથી ઘણાએ જીવનમાં ક્યારેક ને ક્યારેક તો વીજળીનો ઝટકો ખાધો જ હશે, પણ તેનાથી આપણી ભૂખ મટી નહી હોય પણ બીક લાગી હશે. પરંતુ, ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરથી એક એવો માણસ સામે આવ્યો જે સાચું વીજળીના ઝટકાથી પોતાની ભૂખ મટાડે છે.

હાઈવોલ્ટજની વીજળીની નથી થતી કોઈ અસર

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં રહેવાવાળા આ માણસનું નામ છે નરેશ કુમાર. જેના માટે ખાવાનું, ખાવાનો અર્થ વીજળીનો ઝટકો લેવો છે. નરેશ સવારથી સાંજ સુધી ખાવાની જગ્યાએ પોતાના શરીર પર વીજળીનો તેજ ઝટકો લાગાવે છે. તે કહે છે કે તેનાથી તેના શરીરને શક્તિ મળે છે અને તેને ભૂખ લાગતી નથી.

નરેશની ઉમર 42 વર્ષની છે અને તેને આ વાતની જાણ એક વાર ભૂલથી વીજળીના ઉચ્ચ વોલ્ટેજવાળા તારને અડ્યા બાદ જયારે કઈ ન થયું, ત્યારે ખબર પડી. પરંતુ ઉચ્ચ વોલ્ટેજ વાળા તારને અડ્યા બાદ નરેશને લોકોએ સચેત રહેવા કહ્યું. પણ, નરેશને એવું લાગ્યું કે આ તેની શક્તિ છે જેને દુનિયાએ જોવી જોઈએ.

ખાવાનું નહિ કરંટથી લે છે પોતાના માં શક્તિ

પોતાની ખાસ શક્તિ દુનિયાને દેખાડવા માટે નરેશે વીજળીના તારોને અડવાનું શરૂ કર્યું. નરેશના કહેવા મુજબ જો તેની પાસે કઈ ખાવાનું ન હોય તો તે પોતાની ભૂખ વીજળીના ખુલ્લા તારોને અડધા કલાક સુધી પકડીને મટાડી લેતો. નરેશ ઉપર વીજળીની કોઈ અસર થતી ન હતી.તે આવું કેવી રીતે કરે છે તે એક આશ્ચર્યની વાત છે.

નરેશ ટીવી, વૉશિંગ મશીન, ફ્રિજ અને ઇન્વર્ટર જેવા સાધનોને પણ અડી લે તો પણ તેને કારણ નથી લાગતો . નરેશ પરણિત છે. તેની પત્નીના મુજબ નરેશની આ જ આદતના કારણે આખા ઘરમાં વીજળીના ખુલ્લા તાર ફેલાયેલા હોય છે. ઘરમાં નરેશના કારણે જ એક પણ સ્વીચ નથી લાગેલી. સ્થાનિક લોકો નરેશને ‘ જીવિત વીજળીનો બલ્બ ‘ નામથી બોલાવે છે.

વિડીયો