વીજળીનો કરંટ લાગવાથી જો ધબકારા થઇ જાય બંધ, તો આ ઉપાયોથી બચાવી શકો છો જીવ.

કરન્ટ લાગવાથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થઇ જાય તો પીડિતને કાર્ડિયોપ્લમનરી રિસિટેશન (સી.પી.આર.) ની જૂની ટેકનીક 10 નો ફોર્મુલાનો ઉપયોગ કરીને 10 મિનિટમાં ભાનમાં લાવી શકાય છે. આ ટેકનીકમાં પીડિતનું હૃદય ઓછામાં ઓછું પ્રતિ મિનિટ 100 વાર દબાવવામાં આવે છે. આમ તો આ પદ્ધતિ હોસ્પિટલોમાં પણ ઉપયોગ કરવામાં આવે છે, પણ ત્યાં હાથથી હૃદય દબાવવાને બદલે મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે.

વાયરીંગ વિષે થોડી માહિતી મેળવી લેવી જરૂરી છે. સોકેટમાં ત્રણ પિનવાળા છિદ્રો હોય છે અને સોકેટની ઉપરના છિદ્રમાં લગાડેલ મોટા વાયરને અર્થિંગ કહેવામાં આવે છે. આ સોકેટમાં આ અર્થિંગનો વાયર વાદળી રંગનો અને ન્યુટ્રલ વાયર કાળા રંગનો હોય છે. જયારે લાલ વાયર કરંટ વાળો વાયર હોય છે. આવી રીતે સરળતાથી ઓળખી શકાય છે. અર્થિંગ વાયરનો રંગ વાદળી રાખવામાં આવે છે.

ધ્યાન રાખો કે અર્થિંગની તપાસ દર છ મહિના પછી જરૂર કરાવતા રહો, કારણ કે સમય અને હવામાન સાથે તે પણ ઘસાતો રહે છે, ખાસ કરીને વરસાદના દિવસોમાં એટલા માટે અર્થિંગને ક્યારે પણ હળવાશથી ન લો અને તેને સલામતીનો વાયર સમજીને ક્યારે પણ ધ્યાન બહાર ન કરો, નહિ તો અકસ્માત થઇ શકે છે.

સૌથી મહત્વની વાત એ છે કે વાયરોને સોકેટમાં લગાવવા માટે ક્યારે પણ માચીસની સળીનો ઉપયોગ ક્યારેય ન કરો અને કોઈપણ વાયરને ત્યાં સુધી સ્પર્શ ન કરો, જ્યાં સુધી વીજળી બંધ ન થઈ ગઈ હોય. નહીઓ તો તેનાથી કરન્ટ લાગવાનું જોખમ રહે છે.

અર્થિંગના વાયરને ન્યુટ્રલના વિકલ્પ તરીકે ઉપયોગ ન કરો અને બધા સાંધા ઉપર ઇલેક્ટ્રિક ટેપ લગાવો. નહિ કે સેલોટેપ. મેટેલીક વીજળીના સાધનો એટલે કે મેટલની વસ્તુ ક્યારેય નળ પાસે ન રાખો. રબરના મેટ અને રબરના પગ વાળા કૂલર સ્ટેન્ડ વિદ્યુત ઉપકરણોને સુરક્ષિત બનાવી શકે છે.

ફક્ત સલામત વાયર અને ફ્યુઝનો જ ઉપયોગ કરો. આમ તો તમે કોઈ પણ સામાન્ય ટેસ્ટરથી કરંટનું લીક હોવાનું જાણી શકો છો. ફ્રિજના હેન્ડલ ઉપર પણ પણ કાપડ બાંધી રાખો. હંમેશા એ વાત ધ્યાનમાં રાખો કે દરેક વીજળી ઉપકરણ સાથે જે સૂચના દર્શાવવામાં આવે છે તે જરૂર વાચો.

જો તમને કરંટ લાગી પણ જાય તો કરંટ લાગવાની આ સ્થિતિમાં યોગ્ય રીતે સારવાર કરવી ખૂબ જરૂરી હોય છે. તેથી સૌ પહેલા મેઈન સ્વીચ બંધ કરો અને તે વ્યક્તિને પાવરથી બચાવવા માટે તમારા હાથનો ઉપયોગ ન કરો, તેનાથી તમને પણ ઝટકો લાગી શકે છે.

કાર્ડિયો પ્લમનરી શ્વાસ લેવાની પ્રક્રિયા તરત જ શરૂ કરો દો. ક્લિનિક રૂપે એટલે ડૉક્ટર તરીકે એક મૃત વ્યક્તિની છાતીમાં એક ફૂટના અંતરથી જ એક જોરદાર ધક્કાથી તેને ભાનમાં લાવવામાં આવી શકે છે. ડૉ. અગ્રવાલે પણ કહ્યું છે કે એકદમ તીવ્ર કરંટ લાગવાથી ક્લિનિકલ મૃત્યુ 4 થી 5 મિનિટ અંદર જ થઇ જાય છે. તેથી કોઈ પણ ઉપાય કરવા માટે સમય ઘણો ઓછો હોય છે.

તેવામાં દર્દીઓને હોસ્પિટલ લઇ જવાનો સમય પણ નથી હોતો, તેથી તે જ સમયે તેની ઉપર આ ઉપાયનો ઉપયોગ કરો અને તે વ્યક્તિના હ્રદયને સારી રીતે દબાવીને છાતીથી ધક્કો આપો. જેથી તમારાએ આશા ભરેલો પ્રયાસથી કોઈનો જીવ બચી શકે. તેવામાં જો તમે કોઈને જીવન આપીને ખુશી આપી શકો, તેનાથી તમારું પણ ભલું જ થશે. તો આ ટેકનીકને સમજો અને સલામતીનું હંમેશા ધ્યાન રાખો.