અભિનેત્રી કાજોલના થવાના હતા આ વ્યક્તિ જોડે લગ્ન, પરંતુ આજે થઇ ગયી છે આવી હાલત કે…

કહેવાય છે ને કે સમય હંમેશા એક જેવો નથી રેહેતો. દરેકનો સમય બદલાય છે. આજે કોઈ વધુ સારું કરી રહ્યું છે તો કાલે તેનું નામ ક્યાય ખોવાઈ જતું હોય છે. આમ તો તે જરૂરી નથી કે દરેક સાથે આવું બનતું હોય. ઘણા લોકો હંમેશા સફળતાના શિખર ઉપર જ રહેતા હોય છે, જેમ કે શાહરૂખ ખાન. શાહરૂખ ખાનનું નસીબ પહેલા જેટલું હતું એટલું જ આજે પણ જળવાયેલ છે.

પણ ઘણા લોકો બોલીવુડમાં એવા પણ હતા જેમણે એક બે ફિલ્મોમાં તો કમાલ કરી, પણ પછી તેમનું નસીબ વધુ દિવસો સુધી ચાલી ન શક્યું. એવા ઘણા ઉદાહરણ તો આપણા બોલીવુડના જ જોવા મળી જશે. આજે અમે એવા જ એક સ્ટારની વાત કરીશું. આ સ્ટારએ પોતાના સમયમાં પોતાના અભિનયથી ઘણી ખ્યાતી મેળવી, પણ સમય અને પરિસ્થિતિ એવી થઇ કે તે ક્યારે અચાનકથી જ ખોવાઈ ગયો અને કોઈને ખબર પણ ન પડી.

અમે જેની વાત કરીએ છીએ તેનું નામ છે વિજય આનંદ. વિજય આનંદને તમે બધાએ ૧૯૯૮ ની સુપરહિટ ફિલ્મ ‘પ્યાર તો હોના હી થા’ માં જોયા હશે. આ ફિલ્મમાં તે કાજોલના મંગેતરના રૂપમાં જોવા મળ્યા હતા. તેમણે પોતાના રોમાન્સથી દર્શકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મમાં કાજોલ અને અજય દેવગણ ઉપરાંત વિજય આનંદની પણ મહત્વની ભૂમિકા હતી. આ ફિલ્મ પછી વિજય આનંદ અચાનક ન જાણે ક્યાં જતા રહ્યા. પણ આટલા વર્ષો પછી તે એક વખત ફરી સમાચારમાં આવી ગયા છે. હવે દાઢી અને મૂછોમાં જોવા મળ્યા.

હાલમાં જ વિજય આનંદે સોશ્યલ મીડિયા ઉપર પોતાના ફોટા શેયર કર્યો છે. આ ફોટાથી તેમણે લોકોને અચંબામાં મૂકી દીધા છે. તેમના દ્વારા શેયર કરેલ ફોટામાં તેમને ઓળખવા અશક્ય છે.

કોઈપણ આ ફોટા જોઇને એમ નહી કહે છે આ તે ચોકલેટી બોય છે જેમણે કાજોલ સાથે રોમાન્સ કર્યો હતો. નવા ફોટામાં તે એકદમ જુદા દેખાઈ રહ્યા છે. ક્લીનશેવમાં રહેનારા વિજયે લાંબી દાઢી અને મૂછો રાખી લીધી છે.

‘જનક’ ના રૂપમાં થશે પુનરાગમન :

૧૭ વર્ષ પછી વિજય એક વખત પાછા અભિનયની દુનિયામાં પાછા ફરી રહ્યા છે. આ વખતે તે નાના પડદા દ્વારા પાછા આવવાની તૈયારીમાં છે. અમે તમને જણાવી આપીએ કે વિજયનું આ નવું લુક તેમની આવનારી સીરીયલ ‘સિયા કે રામ’ માટે છે. આ નવી સીરીયલમાં તે આપણને ‘જનક’ નું પાત્ર નિભાવતા જોવા મળશે. એક નજરે તમે પણ તેના ફોટા ઉપર નાખો અને પોતે જ જોઈ લો કે કાજોલ સાથે રોમાન્સ કરનાર આ કલાકાર કેટલો બદલાઈ ગયેલ છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.