આ છે ભારતનું અનોખું ગામ જ્યાં બોલવામાં આવે છે ફક્ત સંસ્કૃત, નેતા પણ સંસ્કૃતમાં જ આપે છે ભાષણ.

આપણા દેશની સૌથી જૂની ભાષા સંસ્કૃત છે. મહાભારત, રામાયણ અને આપણા વેદ દરેકને સંસ્કૃત ભાષામાં જ લખવામાં આવ્યા છે. આ ભાષાનો પ્રયોગ ભારતમાં સદીઓથી કરવામાં આવી રહ્યો છે. પરંતુ અફસોસની વાત છે કે ધીરે ધીરે આ ભાષા ખતમ થતી જઈ રહી છે. અને હવે આ ભાષાનો પ્રયોગ મોટાભાગના લોકો દ્વારા કરવામાં નથી આવી રહ્યો. આજના સમયમાં ઘણા ઓછા લોકો એવા બચ્યા છે જેમને સંસ્કૃત ભાષા સારી રીતે આવડે છે.

આ ભાષાને ખતમ થતા જોઈ એને બચાવી રાખવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અને આ પ્રયત્નો અંતર્ગત ભારતના એક ગામે આ ભાષાને પોતાની સ્થાનીય બોલી બનાવી રાખી છે. જો તમે કર્ણાટકના મત્તુર ગામ જાવ છો, તો તમને ત્યાંના લોકો સાથે વાતચીત કરવા માટે સંસ્કૃત ભાષા આવડવી જરૂરી છે. કારણ કે આ ગામના લોકો ફક્ત આ ભાષામાં જ વાતચીત કરે છે, અને આ ગામમાં આવનાર લોકોને આ ભાષા આવડવી જોઈએ.

ઘણા વર્ષોથી અહીં બોલવામાં આવી રહી છે સંસ્કૃત ભાષા :

બેંગ્લોરથી લગભગ 300 કિલોમીટર દૂર વસેલા આ ગામમાં, આજથી લગભગ 36 વર્ષ પહેલા સંસ્કૃતને અહીંની સ્થાનીય ભાષા બનાવવામાં આવી હતી. એ સમયે તો આ ગામના લોકોને પણ આ ભાષા સારી રીતે આવડતી ન હતી. તેમ છતાં પણ આ ગામના લોકો રોજ બે કલાક આ ભાષામાં વાત કરતા હતા.

ધીરે ધીરે આ ગામના દરેક વ્યક્તિને અભ્યાસ દ્વારા આ ભાષા આવડી ગઈ, અને આજે આ ગામના દરેક વ્યક્તિ ફક્ત સંસ્કૃત ભાષાનો પ્રયોગ જ કરે છે. કહેવામાં આવે છે કે વર્ષ 1981-82 સુધી આ ગામમાં પણ એમના રાજ્યની ભાષા એટલે કે કન્નડ ભાષા બોલવામાં આવી રહી હતી. અને એ કારણે આ ગામ માંથી સંસ્કૃત ભાષા ખતમ થવા લાગી હતી.

હકીકતમાં આ ગામના લોકોના જણાવ્યા અનુસાર, અમુક લોકો સંસ્કૃતને બ્રાહ્મણો સાથે જોડીને જોતા હતા અને આ ભાષાની આલોચના કરતા હતા. લોકો આ ભાષાની વિરુદ્ધ હોવાને કારણે આ ગામમાં સંસ્કૃતની જગ્યાએ કન્નડ ભાષા બોલવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ ગામના લોકોએ સંસ્કૃત ભાષાની રક્ષા કરવા માટે એક અભિયાન શરુ કર્યુ અને સંસ્કૃત ભાષાને બોલચાલમાં શરુ રાખી.

આ રીતે લોકો શીખ્યા સંસ્કૃત ભાષા :

શરૂઆતમાં આ ગામના લોકોને સંસ્કૃત ભાષાનું પૂરતું જ્ઞાન ન હતું, અને એ લોકોને આ ભાષા સારી રીતે બોલતા આવડતી ન હતી. તેમજ આ ભાષાને ખતમ થતા જોઈ, અને આ ભાષા વિરુદ્ધ વધતા વિરોધને કારણે પેજાવર મઠના સ્વામીએ મત્તુર ગામને સંસ્કૃત ભાષાનું ગામ બનાવવા માટે આવેદન કર્યુ હતું.

ત્યારબાદ આ ગામના લોકોએ સંસ્કૃત ભાષામાં જ વાત કરવાનું શરુ કરી દીધું હતું. અને આજે આ ગામના લોકો સંસ્કૃત ભાષામાં જ વાત કરે છે. અને આ ગામ આપણા દેશનું એકમાત્ર એવું ગામ બની ગયું છે, જ્યાં સંસ્કૃત ભાષા બોલવામાં આવે છે. આ ગામમાં રહેવા વાળા મુસ્લિમ લોકો પણ સંસ્કૃત ભાષામાં જ વાત કરે છે. જણાવી દઈએ કે આ ગામની જનસંખ્યા લગભગ 3500 જેટલી છે.

સ્કૂલમાં પસંદ કરે છે સંસ્કૃત ભાષા :

આ રાજ્યમાં જયારે બાળકો સ્કૂલમાં જાય છે તો એમને ત્રણ ભાષા પસંદ કરવાનો વિકલ્પ અપાય છે. ત્યારે આ ગામના બાળકો દ્વારા સ્કૂલમાં સંસ્કૃતને પહેલી ભાષાના રૂપમાં પસંદ કરવામાં આવે છે. બીજી ભાષા તરીકે અંગ્રેજી અને ત્રીજી ભાષા તરીકે કન્નડ, તમિલ અથવા કોઈ અન્ય સ્થાનીય ભાષાને પસંદ કરે છે. એટલે કે આ ગામના લોકો પોતાના બાળકોને સંસ્કૃત ભાષા શીખવવા માટે પ્રાથમિકતા આપે છે.

જો તમને એવું લાગી રહ્યું હોય કે, આ ગામના લોકો પછાત છે અને વધારે ભણેલા ગણેલા નહિ હોય, અથવા તેઓ કોઈ સારી નોકરી નહિ કરતા હોય, તો તમે એકદમ ખોટું વિચારી રહ્યા છો. કારણ કે આ ગામના લગભગ દરેક ઘરમાં સોફ્ટવેયર એન્જીનીયર અથવા મેડિકલ ફિલ્ડનું ભણેલા લોકો રહેલા છે, જે સારી પોસ્ટ પર નોકરી કરે છે.

પ્રચાર દરમ્યાન સંસ્કૃત ભાષાનો પ્રયોગ કરવો પડે છે :

આ ગામમાં જે પણ નેતા પ્રચાર કરવા માટે આવે છે, એમણે પણ સંસ્કૃત ભાષાનો પ્રયોગ કરવો પડે છે. એકવાર આ ગામમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ભાષણ આપ્યું હતું, અને એ ભાષણ એમણે સંસ્કૃત ભાષામાં જ આપ્યું હતું. આ ભાષણ આપ્યા પછી સુષ્મા સ્વરાજે એક ટ્વીટ પણ કરી હતી અને પોતાની ખુશી જાહેર કરી હતી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.