એક વાર એક ગામ વાળા સાંપને મારી રહ્યા હતા, ત્યારે ત્યાં એક સંત આવ્યા અને પછી જે થયું…..

હંમેશા ઘરડા લોકો બાળકોને વાર્તાઓ સંભળાવે છે. અમે અને તમે પણ બાળપણમાં ઘણા પ્રકારની વાર્તાઓ જરૂર સાંભળી હશે. અને દરેક વાર્તા પાછળ કોઈને કોઈ સીખ જરૂર હોય છે. અને તેમાં આપણને કંઈક ને કંઈક જરૂર સીખવા મળે છે. એવામાં આજે અમે તમારા માટે એક જુના જમાનાની પ્રસિદ્ધ વાર્તા લઈને આવ્યા છે. વાર્તા ભલે જૂની હોય પણ તેની સીખ તમારા મોટા કામમાં આવી શકે છે. તો ચાલો વાર કઈ વાતની અને વાર્તા શરુ કરીએ. તો જાણીએ કે આપણા આ લેખમાં તમારા માટે શું ખાસ છે?

શું છે વાર્તા?

મિત્રો, જુના સમયમાં ગામડામાં હંમેશા સાપ વગેરે દેખાતા હતા, જેને ગામડાના લોકો મારી દેતા હતા. એવું જ એક વાર એક ગામમાં થયું. એ ગામના કેટલાક લોકો સાપને મારી રહ્યા હતા, પણ ત્યારે જ ત્યાં એક સંત આવીને સાપને મારી રહેલા લોકોને રોકે છે. જી હા, જયારે સંત તે લોકોને સાપને ન મારવા માટે કહે છે, ત્યારે લોકો કહે છે કે જો આપણે તેને નહી મારીએ તો તે આપણને કરડી લેશે. અને એનું ઝેર આપણા મૃત્યુનું કારણ બનશે. એવામાં આપણે પોતાના પ્રાણ બચાવવા માટે તેને મારવો જ પડશે.

ગામ વાળા તે સાપને મારવાની પૂર્ણ તૈયારી કરી ચુક્યા હતા, પણ સંતે તેને સમજાવ્યા કે જો તમે સાપને મારશો અથવા છેડશો નહી તો સાપ તમને કરડશે નહી. સંતની વાત સાંભળીને ગામ વાળાએ સાપને છોડી દીધો અને પછી સાપ ત્યાંથી જતો રહ્યો. અંતે સંતના કારણે તે સાપનો જીવ બચી ગયો અને તે આઝાદ થઇ ગયો.

આગલી સવારે જયારે સંત સ્નાન કરવા માટે નદી તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં એક સાપ ફેણ ફેલાવીને બેઠો હતો. અંધારું હોવાથી એમને એની આગળ દુર સુધી કંઈ દેખાતું ન હતું, કારણ કે તે ઘણા વહેલા સ્નાન કરવા ગયા હતા. એવામાં તેમણે સાપને હટાવવાનો પૂર્ણ પ્રયાસ કર્યો, પણ સાપ ત્યાંથી હટ્યો નહી અને તેમણે પોતાનો રસ્તો બદલી દીધો. જયારે સ્નાન કરીને સંત પાછા આવી રહ્યા હતા, ત્યારે તેમણે જોયું કે જે જગ્યા પર સાપ બેઠો હતો, ત્યાંથી થોડે દુર એક ખાડો હતો, જેમાં સંત પડી જતા હતા. સંત તે બધું સમજી ગયા અને તેમણે ઈશ્વરનો ધન્યવાદ કર્યો કે તમે મારો જીવ બચાવવા માટે સાપને મોકલ્યો.

શું સીખ મળી આ વાર્તાથી?

આ વાર્તાથી તે સીખ મળે છે કે કોઈ પણ પ્રાણીની મદદ કરવાનું ફળ હંમેશા સારું જ મળે છે. જો તમે કોઈની સાથે સારું કરો છો તો ઈશ્વર તમને સારું ફળ આપે છે. તેથી હંમેશા બીજાની સાથે સારો જ વ્યવહાર કરવો જોઈએ, જેથી ઈશ્વર તમને તેનું ફળ આપી શકે. યાદ રાખો કે ઈશ્વર હંમેશા આપણને જુએ છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.