આજે છે વિનાયક ચતુર્થી, આ રીતે કરો ગણેપતિને પ્રસન્ન, જીવનમાં આવશે ઘણીબધી ખુશીઓ

દર મહિનામાં બે ચતુર્થી એટલે કે ચોથ આવે છે. એને ભગવાન ગણેશની તિથિ માનવામાં આવે છે. અમાસ પછી આવતી શુક્લ પક્ષની ચોથને વિનાયક ચતુર્થી કહે છે, અને પૂનમ પછી આવતી કૃષ્ણ પક્ષની ચોથને સંકષ્ટી ચતુર્થી કહે છે. વિનાયક ચતુર્થી પર ભગવાન ગણેશની પૂજા કરીને મોટામાં મોટા વિઘ્નને પણ ઘણી સરળતાથી તાળી શકાય છે.

ભગવાન ગણેશને બધા દેવતાઓમાં સર્વપ્રથમ પૂજનીય માનવામાં આવ્યા છે. કોઈ પણ મંત્ર, જાપ અથવા અનુષ્ઠાન ગણેશજીની પૂજા વિના સફળ નથી હોતું. એટલા માટે આપણા શાસ્ત્રમાં વિનાયક ચતુર્થીનો મહિમાનું ઘણું મહત્વ છે.

વિનાયક ચતુર્થી પર કેવી રીતે કરવી ભગવાન ગણેશની પૂજા?

સવારના સમયે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કરીને લાલ રંગના વસ્ત્ર ધારણ કરો અને સૂર્ય ભગવાનને તાંબાના લોટાથી અર્ધ્ય આપો.

એ પછી ભગવાન ગણેશજીના મંદિરમાં એક જટાવાળું નારિયેળ અને મોદક પ્રસાદના રૂપમાં ચઢાવો.

ગણેશ ભગવાનને ગુલાબના ફૂલ અને દુર્વા અર્પણ કરો, તથા ‘ૐ ગં ગણપતયે નમઃ’ મંત્રનો 27 વાર જાપ કરો.

બપોરે પૂજનના સમયે પોતાના ઘરમાં પોતાના સામર્થ્ય અનુસાર પીતળ, તાંબું, માટી અથવા સોનું કે ચાંદીથી બનેલી ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરો.

સંકલ્પ પછી પૂજન કરીને શ્રી ગણેશની આરતી કરો અને બાળકોમાં મોદક વહેંચો.

રોકાયેલા ધનની પ્રાપ્તિ માટે પૂજા :

વિનાયક ચતુર્થીના દિવસે સવારે સ્નાન કરીને સફેદ કપડાં પહેરીને ગણેશજીની પૂજા કરો.

ભગવાન ગણેશને દુર્વા બાંધીને બનાવેલી માળા અર્પણ કરો.

સાથે જ એમને શુદ્ધ ઘી અને ગોળનો ભાગ ધરાવો પછી “वक्रतुण्डाय हुं” મંત્રનો 54 વાર જાપ કરો.

ધન લાભની પ્રાર્થના કરો અને થોડી વાર પછી ગાયને ઘી અને ગોળ ખવડાવી દો અથવા કોઈ નિર્ધન વ્યક્તિને આપો, ધનની સમસ્યા દૂર થઈ જશે.

આવું સતત પાંચ વિનાયક ચતુર્થી પર કરો. એનાથી તમારું રોકાયેલું ધન જરૂર મળશે.

બાધા (અડચણ) અને સંકટોના નાશ માટે ઉપાય :

સવારના સમયે પીળા વસ્ત્ર ધારણ કરીને ભગવાન ગણેશજીની સમક્ષ બેસો, અને એમની સામે ઘી નો ચારમુખી દીવો પ્રગટાવો.

પોતાની ઉંમર જેટલી સંખ્યાના લાડુ મુકો અને એક એક કરીને બધા લાડુ ધરાવો, અને દરેક લાડુ સાથે “ગં” મંત્ર જપતા રહો.

એ પછી બાધા દૂર કરવાની પ્રાર્થના કરો અને એક લાડુ પોતે ખાઈ લો અને બાકી લાડુ વહેંચી દો.

ભગવાન સૂર્યનારાયણના સૂર્યાષ્ટકનો ગણેજીની સામે 3 વાર પાઠ કરો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.