વીંછી ઘાંસ (Nettle) થી નબળાઈ, પિત્ત, દોષ, ગઠિયા, જકડાવું અને મેલેરિયા જેવી બીમારીનો ઈલાજ

વીંછી ઘાસને અંગ્રેજીમાં નેટલ (Nettle) કહે છે. આનું બાયોનીકલ નામ અર્ટિકા ડાઈઓકા (Urtica dioica) છે. કુમાઉનીમાં આને સિસૂણ કહે છે. ગુજરાતી નામ જાણવામાં નથી આ શુધ્ધ કુમાઉની શબ્દ છે. વીંછી ઘાસ ઉત્તરાખંડ આને મધ્ય હિમાલય ક્ષેત્રમાં થાય છે.

આ ઘાસ મેદાની વિસ્તારમાં નથી થતું. વીંછી ઘાસમાં પાતળા કાંટા હોય છે. જો કોઈને એનો સ્પર્શ થાય તો વીંછી કરડયો હોય તેવી પીડા થાય છે. અને વધારે લાગે તો સોજો આવી જાય છે. આનો ઉપયોગ સજા આપવા માટે પણ થાય છે.

વીંછી ઘાસ (Nettle) કયા કામમાં આવે છે ?

તાવમાં, શરીરની અશક્તિ, તંત્ર-મંત્રથી બીમારી ભગાડવામાં, પિત્તદોષ, સંધિવા, શરીરના કોઈપણ ભાગમાં થયેલો મચકોડ, જકડાઇ જવું અને મેલેરિયા જેવી બીમારીને દૂર ભગાડવામાં ઉપયોગ થાય છે.

વીંછી ઘાસના પાંદડા પર નાના નાના કાંટા હોય છે. જો પાંદડા હાથ કે શરીરના કોઈ અંગ પર લાગી જાય તો ઝણઝણાટી શરૂ થઇ જાય છે. જે કામળો ઘસવાથી કે તેલ માલિશ કરવાથી દૂર થાય છે. જો તે ભાગમાં પાણી લાગી જાય તો બળતરા વધી જાય છે.

વીંછી ઘાસના બી નો પેટ સાફ કરવાની દવાના રૂપમાં પણ ઉપયોગ થાય છે.

ડુંગરાળ પ્રદેશોમાં એનો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. આની પ્રકૃતિ ગરમ હોય છે. જો આપણે સ્વાદની વાત કરીએ તો પાલકના શાકની જેમ જ સ્વાદિષ્ટ હોય છે. એમાં વિટામિન એ, બી, ડી, આયર્ન, કેલ્શિયમ અને મેંગેનીઝ ભરપૂર માત્રામાં હોય છે. એવું મનાય છે કે વીંછી ઘાસમાં વધારે આયર્ન હોય છે, જેને હર્બલ ડિશ પણ કહેવામા આવે છે.

આમ જોવા જઈએ તો બે વર્ષની ઉંમરવાળી વીંછી ઘાસને ગઢવાલમાં કંડાલી અને કુમાઉંમાં સિસૂણના નામથી ઓળખવામાં આવે છે. આર્ટિકાકેઇ વનસ્પતિ પરિવારના આ છોડનું વનસ્પતિક નામ આર્ટિકા પર્વીફ્લોરા છે. વીંછી ઘાસ સ્વાસ્થ્ય માટે ઘણું લાભદાયી છે. એમાં ઘણા બધા વિટામિન અને મિનરલ્સ હોય છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, એનર્જી, કોલેસ્ટ્રોલ જીરો, વિટામિન એ, સોડિયમ, કેલ્શિયમ અને આયર્ન હોય છે.

વીંછી ઘાસની દવાથી તાવનો ઈલાજ :

જો બધુ આશા પ્રમાણે થયું તો બહુ જલ્દી તાવની એક નવી દવાની શોધ થશે. આ દવા હશે વીંછી ઘાસ. આ ઘાસ ડુંગરાળ પ્રદેશોમાં જોવા મળે છે. જો આના પર ચાલતું પરીક્ષણ સફળ રહ્યું તો એનાથી જલ્દી તાવને પણ ભગાડી શકાશે. વૈજ્ઞાનિકો આનાથી તાવને ભગાડવાની દવા તૈયાર કરવામાં લાગ્યા છે. પ્રાથમિક પ્રયોગોમાં વીંછી ઘાસને તાવ ભગાડવાના ગુણની વૈજ્ઞાનિકોએ પુષ્ટિ કરી દીધી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.