ટ્રાફિક પોલીસ દ્વારા ભારે દંડ વસુલાતા, સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા આ મેસેજો, એકવાર જરૂર વાંચજો

આજકાલ દેશના દરેક રાજ્યોમાં લોકોના મોઢા પર એક જ વિષય છવાયેલો છે, એ છે મોટર વ્હીકલ એક્ટ 2019 અને નવા ટ્રાફિક દંડ. કોઈને પૂછીએ કે, શું ચાલી રહ્યું છે, તો કહેશે ટ્રાફિક પોલીસનો મેમો ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ એને લગતા મેસેજ અને જોક્સ તેમજ મેમ્સ વાયરલ થઈ રહ્યા છે. એક તરફ લોકો મોટા મોટા દંડ ભરી રહ્યાં છે, તો બીજી તરફ લોકો સોશિયલ મીડિયા પર જાત જાતના મેસેજ વાયરલ કરી રહ્યા છે. આજના આ લેખમાં અમે તમારા માટે એવા જ થોડા વાયરલ મેસેજ લઈને આવ્યા છીએ, જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે.

મિત્રો, કોઈએ એવું લખ્યું હતું કે, છોકરીવાળા હવેથી આવું પૂછશે કે, તમારા છોકરાને હેલ્મેટ પહેરવાની આદત તો છે ને? જો એ બધું કમાઈને મેમોમાં જ આપી દેશે, તો અમારી દીકરી ભૂખે મરશે.

એક યુઝરે લખ્યું હતું કે, મને એક વાત ના સમજાઈ કે, કેન્દ્ર સરકાર જ્યારે જ્યારે કોઈ યોજના જાહેર કરે કે બીજી કોઈ મોટી જાહેરાત કરે, ત્યારે ફટાકડા ફોડવાની પરંપરા છે. તો આ વખતે આરટીઓનો નવો કાયદો લાગુ કરતી વખતે ફટાકડા ફોડવાનું ભૂલી ગયા કે શું?

એક દિવસ ટ્રાફિક પોલીસે એક અમદાવાદી મહિલાનો મેમો ફાડ્યો, તો અમદાવાદી મહિલા મેમો જોઈને બોલી, ભાઈ બરાબર ભાવ લગાવો, અમે કાયમ અહીંથી જ મેમો ફડાવીએ છીએ.

પહેલા લોકોએ નોટબંધીમાં બેન્ક કર્મચારીઓ સાથે તકરાર કરી, અને હવે રસ્તા પર પોલીસ વાળા જોડે માથાઝીક કરતા દેખાઈ રહ્યાં છે.

સરકારે ગામના ખેડૂતના ખાતામાં નાંખેલા 6000 હજાર હવે સિટીના લોકો પાસે વસૂલ કરશે. મારા હારા ફરી છેતરી ગયા.

એક મેસેજ એ પણ વાયરલ થઇ રહ્યો છે કે, ભૂલો ભલે બીજું બધું, આરસી બુક, લાઇસન્સ, વીમા પોલિસી, હેલ્મેટ ભૂલશો નહીં, અગણિત છે દંડ એના, એ કદી વિસરશો નહીં.

એક વ્યક્તિએ લખ્યું કે, એક તો દેશના તૂટેલા રોડ ને ઉપરથી પીયુસી પૂછે છે, હાડકાંની જવાબદારી કોઈ લેતું નથી ને હવાની બીક ભરે છે.

વિકાસને હવે જૂનામાં હેલિકોપ્ટર લેવું છે, કેમ કે ખાડાવાળા રસ્તા પર બાઈક હાંકી હાંકીને થાકી ગયો છે. અને આ નવા ચલણ ભરવા કરતા તો હેલીકૉપટર જ સસ્તુ પડે. તમારા ધ્યાનમાં કોઈ હોય તો વિકાસને કહેજો.

ફરજિયાત હેલ્મેટ પહેરાવ્યા પછી પણ જો અકસ્માતોમાં મરવાનું બંધ નહીં થાય, તો બખ્તર પહેરાવવામાં આવશે, બાકી કોઈ પણ ભોગે મરવા દેવામાં તો નહીં આવે. જો તમે મરી જાવ તો અમારી આવક બંધ થઈ જાય. લિ. ગુજરાત વાહન વ્યવહાર વિભાગ.

એક જણે એવું લખ્યું કે, આ આપણી સલામત સવારી એસટી રોજ કાળો ભમરા જેવો ધુમાડો ઓકે છે, એવામાં અમારી જેમ એને પણ પીયુસી જેવું કંઈ લાગુ પડે કે નહીં?

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ.