મુદ્દાની વાત:
મેં એમને પુછ્યું : મેડમ હું 10 વર્ષથી આપનો ગ્રાહક છું. શું આપ જણાવી શકો કે ભારતમાં વોડાફોનના ગ્રાહકોની સંખ્યા કેટલી?
એમણે કહ્યું કાંઈક 22 કરોડ + (એમાય હાલમાં આઈડિયા અને વોડિફોન એક થઈ ગયેલ છે. ખરીદી લિધી છે.)
મેં સિમ લેતા સમયે રૂ 300 રોકડા ચુકવેલ. એ સમયે કંપનીએ મને કહેલું કે આ સિમની વેલીડિટી આજીવન રહેશે અને આજે અચાનક કંપનીએ રૂલ ચેન્જ કરી 35રૂ/ મહિના ફરજીયાત કરી નાંખ્યા. કોને પુછીને? શું તમે ભારત સરકારના ગ્રાહકસુરક્ષા વિભાગને જાણ કરી છે?
બીજી વાત એ કે એક મહિનાના એક ગ્રાહક પાસેથી તમે 35 રૂ લો છો, ગુણ્યા 20 કરોડ કરો. જવાબ છે 7000000000 (સાત અબજ/ સાતસો કરોડ).
બેન તમે એક મહિનામાં કોઈપણ જાતનો ખર્ચ કર્યા વગર, એક પણ એમ્પલોયની નિમણુક કર્યા વગર સિધ્ધા “7 અબજ રૂપિયા” ભારત દેશના ખીસ્સા માંથી ખંખેરી લીધા. પછી તમે રાફેલમાં અટલા, ને ફલાણામાં અટલા એમ રોંદણા રોવો છો શું આ ઉઘાડી લુંટ નથી?
તોય મજાની વાત એ કે પેટ્રોલમાં 1.5 રુપિયા પ્રતિ મહિના વધે તો દેકારો કરવા વાળા આપણે આ 35 રૂપિયા પ્રતિ મહિના વધિ ગયા એ વાત પર હજી ચુપ છીયે.
આજે જ પોતાનો વિરોધ નોંધાવો:
198 પર ગ્રાહક ફરિયાદ હેલ્પલાઈન પર પોતાનો વિરોધનો સુર બુલંદ કરો.