વાયરલ મેસેજ : અંબાણીની દીકરીના લગ્ન એ ઉદ્યોગપતિઓને તમાચો છે જે થોડા પૈસા…

દુનિયાના મોટા અમીરો માંથી એક મુકેશ અંબાણીની દીકરીના લગ્ન ભારતના એ અમીર ઉદ્યોગપતિઓ માટે એક તમાચો છે, જે થોડા પૈસા મળવા પર જ પોતાના સંસ્કારો, પારિવારિક મર્યાદાઓ અને ભારતીય આચરણોને ભૂલીને વિદેશી હોવાનું ગુમાન રાખે છે. અને પોતાને વિદેશી સાબિત કરવા માટે દરેક સંભવ પ્રયત્ન કરે છે અને લગ્ન કરીને વિદેશ ભાગી જાય છે.

મુકેશ અંબાણીનું સામર્થ્ય જુઓ કે દુનિયાની મોટી મોટી હસ્તીઓ જેવી કે હિલેરી ક્લિંટન જેવી મહિલાઓ પણ મુકેશ અંબાણીની દીકરીના લગ્નમાં 3 દિવસ સુધી રોકાય છે.

મુકેશ અંબાણીની શક્તિ જુઓ કે બોલીવુડના જેટલા પણ મોટા કલાકારો હતા તે મુકેશ અંબાણીના લગ્નમાં જાનૈયાઓને ખાવાનું પીરસતા જોવા મળ્યા હતા.

સંસ્કાર જુઓ એમના કે લગ્નની સૌથી પહેલી કંકોત્રી કેદારનાથજીના ચરણોમાં અર્પણ કરવામાં આવી, અને સિદ્ધિવિનાયક મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી.

એમના પરિવારની આસ્થા જુઓ કે પોતે નીતા અંબાણી શ્રીનાથજીનો ફોટો લગાવીને સંપૂર્ણ ભવ્યતા સાથે મધુરાસ્ટકના માધ્યમથી આરાધના કરી રહ્યા છે.

ભારતીય સંસ્કારોનો સમાવેશ આ લગ્નમાં જોવા મળ્યો, અને એમનું ઉચ્ચ માન્યતાઓને સ્થાપિત કરવાનું જે ઉદાહરણ બન્યું તે કદાચ કોઈ પણ લગ્નમાં ન બની શકે.

લગ્નમાં આવેલા બધા ભારતીય અને વિદેશી મહેમાનો પાસે ‘ઓમ જય જગદીશ હરે’ ની આરતી ગવાડીને મુકેશ અંબાણીએ કમાલ કરી દીધી. દરેક વિદેશી મહેમાનો હાથમાં આરતીની થાળી લઈને ‘ઓમ જય જગદીશ હરે’ ગાઈ રહ્યા હતા.

મુકેશ અંબાણી અને નીતા અંબાણી પોતે નારાયણ વૃદ્ધાશ્રમમાં સતત 3 દિવસ સુધી ગરીબોને ભોજન કરાવતા રહ્યા. આ કામ તે પોતાના નોકરોના હાથથી પણ કરાવી શકતા હતા, પણ ત્યારે કદાચ આ આશીર્વાદ ન મળતે જે આજે મળ્યા હશે.

લતા મંગેશકરના અવાજમાં ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ ઈશા અંબાણીના લગ્નના સમયે કરવામાં આવી રહ્યું હતું. કન્યાદાન સમયે શુભાશીષનું કામ અમિતાભ બચ્ચન જેવા વ્યક્તિ કરી રહ્યા હતા.

લગ્નમાં એક એવી વસ્તુ હતી જે વિશેષ જોવા મળી. તે એ કે ભારતીય સંસ્કારોને ઉચ્ચ માપદંડો પર સ્થાપિત કરવામાં આવ્યા અને એમની સાથે કોઈ પ્રકારનું કોઈ સમાધાન કરવામાં આવ્યું નહિ.

લગ્નમાં કોઈ પણ પ્રકારની કોઈ અશ્લીલતા જોવા મળી નહિ, પણ મુકેશ અંબાણીએ સામાન્ય ભારતીય પિતાની જેમ પોતાની દીકરીના લગ્ન કરાવ્યા. આભાર અને કૃતજ્ઞતા એટલી જ હતી જેટલી એક સામાન્ય પિતા પોતાની દીકરીના લગ્ન સમયે પોતાના જમાઈના પરિવાર સામે પ્રગટ કરે છે.

બધા મહેમાનોને પણ એજ નિવેદન કે દીકરીનો બાપ છું કોઈ ભૂલ થઈ શકે છે. આ બધું એમણે શીખવું જોઈએ જે હાલમાં પૈસા કમાવવાનું શીખ્યા છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.