કોમેડી કિંગ કપિલ શર્માની દીકરીનો વાયરલ ફોટો, ખુબ ક્યૂટ છે તેમની દીકરી અનાયરા શર્મા.

કપિલ શર્માની દીકરી અનાયરના નવા ફોટો થયા વાયરલ, ચેક શર્ટમાં દેખાઈ રહી છે ખુબ જ ક્યૂટ

કોમેડી કિંગ કહેવાતા કપિલ શર્માની વાત કરીએ તો તેણે ‘દ કપિલ શર્મા શો’ દ્વારા ઘણી ધમાલ મચાવી છે અને તેના આ શો ને દર્શકો દ્વારા ઘણો પસંદ પણ કરવામાં આવે છે, તેના આ શો ની અંદર કોમેડી જોરદાર રહે છે અને મોટાભાગના લોકો આ શો જોવાનું પસંદ કરે છે.

દર અઠવાડિયે કપિલ શર્માના શો માં કોઈને કોઈ સેલીબ્રીટી ગેસ્ટ તરીકે આવે છે, તેના આવતા એપિસોડમાં રામાનંદ સાગરની રામાયણની સ્ટાર કાસ્ટ આવવાના છે, રામાયણના ૩૩ વર્ષ પુરા થવાની ખુશીમાં અરુણ ગોવિલ, સુનીલ લહેરી અને દીપિકા ચીખલીયા પણ ‘દ કપિલ શર્મા શો’ માં એક સાથે જોવા મળશે.

કપિલ શર્માનો આ શો ટીઆરપીની બાબતમાં ઘણા શો ને પાછળ રાખી ચુક્યો છે. અમે તમને તેની ક્યુટ એવી નાની પરી વિષે જણાવવાના છીએ, કોમેડી કિંગ કપિલ શર્મા હવે પિતા બની ચુક્યા છે અને તેના ઘરમાં નાની પરીનો જન્મ થયો છે, કપિલ શર્મા અને તેની પત્ની ગીન્નીએ પોતાની દીકરીનું નામ અનાયરા શર્મા રાખ્યું છે, જયારે કપિલ શર્માની દીકરીનો જન્મ થયો, તો ત્યાર પછી ઘણી બધી સેલીબ્રેટી દોસ્ત તેની દીકરીને મળવા આવ્યા છે.

કપિલ શર્માએ પોતાની દોસ્ત ગીન્ની સાથે ૧૨ ડીસેમ્બર ૨૦૧૮ના રોજ લગ્ન કર્યા હતા, કપિલ શર્મા અને ગીન્નીની મુલાકાત કોલેજના દિવસોમાં થઇ હતી ત્યારે તે એક બીજાને પસંદ કરવા લાગ્યા હતા, અને ગીન્નીને કપિલ શર્માએ તેની માં સાથે મુલાકાત કરાવી હતી, પરંતુ કોઈ કારણસર તે બંનેની વાત આગળ સુધી ન પહોચી શકી હતી.

ત્યાર પછી કપિલ શર્મા મુંબઈ આવી ગયા હતા અને તેણે પોતાનું સંપૂર્ણ ધ્યાન પોતાની કારકિર્દી ઉપર લગાવી દીધું હતું, એવું કહેવામાં આવે છે કે જયારે કપિલ શર્મા પોતાની કારકિર્દીના સૌથી ખરાબ સમય માંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ગીન્નીએ જ તેનો સાથ આપ્યો હતો.

કપિલ શર્માની પત્ની ગીન્નીએ ગયા વર્ષે ડીસેમ્બરમાં એક વ્હાલી એવી દીકરીને જન્મ આપ્યો હતો અને કપિલ શર્મા પિતા બન્યા હતા. કપિલ શર્માની દીકરી અનાયરા શર્માની ક્યુટ એવી તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર ઘણી વાયરલ થતી રહે છે, હંમેશા તેની તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર છવાયેલી રહે છે, અનાયરા શર્માની હાલમાં જ તસ્વીરો સામે આવી છે, જે સોશિયલ મીડિયા ઉપર સમાચારોનો વિષય બની ગઈ છે, તેની ક્યુટ એવી તસ્વીરોને લોકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

તમે આ તસ્વીરમાં જોઈ રહ્યા હશો કે કપિલ શર્માની દીકરી અનાયરા કેટલી ક્યુટ લાગી રહી છે, આ ફોટો રિયા તિવારીએ ઈંસ્ટાગ્રામ ઉપર શેર કરી છે, કપિલ શર્માને રિયા તિવારી પોતાનો ભાઈ માને છે, તે ઉપરાંત થોડા દિવસો પહેલા જ કપિલ શર્માની સારી દોસ્ત અને સિંગર રીચા શર્મા તેની દીકરીને મળવા આવી અને તેણે પણ સોશિયલ મીડિયા ઉપર તેની દીકરીની તસ્વીરો શેર કરી છે.

આમ તો કોમેડી કિંગ કપિલ શર્મા પોતાની ક્યુટ એવી દીકરી અનાયરા શર્મા અને પોતાની પત્ની ગીન્ની સાથે ઘણો ખુશ જોવા મળે છે, અને તેનો ‘દ કપિલ શર્મા શો’ પણ ઘણો સારો ચાલી રહ્યો છે અને તેના આ શો ને કારણે જ તેને ઘણી લોકપ્રિયતા પણ મળી રહી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.