જુઓ વિરાટ-અનુષ્કાની દિવાળી, સંસ્કારી લુકમાં આ રીતે કર્યું લક્ષ્મી-ગણેશ પૂજન

દિવાળીનો તહેવાર આ વર્ષે આખા દેશમાં ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો. આ દિવસોમાં દરેક લોકો પોતાના અલગ અંદાજમાં દિવાળી ઉજવતા દેખાયા હતા. ખાસ કરીને દર વર્ષની જેમ આ વર્ષે પણ બોલીવુડ કલાકારોની દિવાળી ઘણી પ્રખ્યાત રહી. આ દિવાળી પર ઘણા કલાકારોએ શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું.

સાથે જ કલાકારોએ પોતાના પરિવાર સાથે દિવાળી ઉજવી એના ફોટા પણ પોતાના ફેન્સ સાથે શેયર કર્યા. દિવાળીમાં સૌથી વધારે મહત્વ લક્ષ્મીજી અને ગણેશજીની પૂજાનું હોય છે. એવામાં બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પણ પોતાના પતિદેવ વિરાટ કોહલી સાથે દિવાળી પર આ દેવી દેવતાની પૂજા કરતા દેખાયા હતા.

હકીકતમાં સોશિયલ મીડિયા પર આ દિવસોમાં વિરાટ અને અનુષ્કાનો એક ફોટો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં બંને લક્ષ્મી અને ગણેશ પૂજન કરતા દેખાઈ રહ્યા છે. આ દરમ્યાન વિરાટ અને અનુષ્કા બંને ઘણા સિમ્પલ લુકમાં દેખાયા હતા. અનુષ્કા પીળા રંગના સિમ્પલ સલવાર શૂટમાં દેખાઈ હતી. તો વિરાટ ક્રીમ કલરના કુર્તા અને કાળા રંગના પજામામાં દેખાયા હતા.

રસપ્રદ વાત એ રહી કે પૂજામાં વિરાટ અને અનુષ્કા બંનેએ પોતાનું માથું ઢાંકીને રાખ્યું હતું. પૂજા કરતા સમયે એક નિયમ હોય છે કે, તમે પોતાનું માથું ખુલ્લું નથી રાખી શકતા. આ ફોટામાં તમે ચાંદીના બનેલા ગણેશજી અને લક્ષ્મીજી પણ જોઈ શકો છો.

સોશિયલ મીડિયા પર લોકોને વિરાટ અને અનુષ્કાનો આ સંસ્કારી અવતાર ઘણો પસંદ આવી રહ્યો છે. એમની ઘણી પ્રશંસા થઈ રહી છે. જેવું કે આપણે બધા જાણીએ છીએ કે, અનુષ્કા અને વિરાટે ડિસેમ્બર 2017 માં એક બીજા સાથે લગ્ન કર્યા હતા. તો અનુષ્કાની પોતાના સાસરે આ બીજી દિવાળી છે. એવામાં અનુષ્કાએ પોતાના આખા ઘરને દુલ્હનની જેમ શણગાર્યું હતું. એમણે આના કેટલાક ફોટા પણ સોશિયલ મીડિયા પર શેયર કર્યા હતા. સાથે જ એમણે બધાને દિવાળીની ઘણી બધી શુભકામનાઓ આપી હતી.

વિરાટ અને અનુષ્કા હંમેશા એકબીજાના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે. આ રીતે એમના કરોડો ફેન્સને ખબર પડી જાય છે કે, આ કપલના અંગત જીવનમાં શું ચાલી રહ્યું છે. તે વર્તમાનમાં ભારતના સૌથી પાવરફુલ કપલ પણ છે. એમની લોકપ્રિયતા આકાશને આંબે છે. અને એમના ફેન્સ આ બંને જણા માતા પિતા બને એની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફોટામાં આ લોકો ઘણી મસ્તી વાળા મૂડમાં પોતાની દિવાળી ઉજવતા દેખાઈ રહ્યા છે. આશા છે કે આવનારી દિવાળીમાં એમની ખુશીઓ બમણી થઈ જાય.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ‘ઝીરો’ ફિલ્મ પછી અનુષ્કા મોટા પડદા પર દેખાઈ નથી. આ ફિલ્મ એમણે શાહરુખ ખાન અને કટરિના કૈફ સાથે કરી હતી, જે બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ ગઈ હતી. સૂત્રોનું માનીએ તો અનુષ્કા જલ્દી જ હ્રિતિક રોશન સાથે રોહિત શેટ્ટીની આવનારી ફિલ્મ ‘સત્તે પે સત્તા’ ની રીમેકમાં જોવા મળી શકે છે. જણાવી દઈએ કે અનુષ્કા શર્માનું પ્રોડક્શન હાઉસ પણ છે. એવામાં તે ત્યાં પણ પ્રોડ્યુસર તરીકે સક્રિય રહે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.