વીરતા પુરસ્કારોની શરુઆત ક્યારે થઇ, જાણો પરમવીર ચક્ર કોને મળે છે, કેવી રીતે થાય છે લોકોની પસંદગી.

જાણો પરમવીર અને મહાવીર ચક્ર સહીત તમામ વીરતા પુરસ્કારોની શરુઆત ક્યારે થઈ હતી અને તે કોને આપવામાં આવે છે.

ગણતંત્ર દિવસના પ્રસંગે આ વખતના વીરતા પુરસ્કારોની જાહેરાત થઇ ગઈ છે. દર વર્ષે શોર્ય દેખાડવા વાળા સેના, સીઆરપીએફ, આઈટીબીપી અને પોલીસના જવાનો અને અધિકારીઓને અલગ અલગ વીરતા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવે છે.

આ વખતે 939 પોલીસ કર્મચારીઓને તેમના શોર્ય માટે ગેલેંટ્રી એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવશે. તેમાં 189 વીરોને પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે. અને વિશિષ્ઠ સેવા માટે 88 વીરોને રાષ્ટ્રપતિના પોલીસ મેડલ અને 662 ને પ્રશંસનીય સેવા માટે પોલીસ મેડલ આપવામાં આવશે. પોલીસ મેડલ મેળવવા વાળા 189 વીરોમાંથી 134 કર્મચારીઓને જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રમાં તેમની વીરતા માટે સન્માનિત કરવામાં આવશે.

આ વીરતા પુરસ્કારોની જાહેરાત વર્ષમાં બે વખત કરવામાં આવે છે. પહેલા 26 જાન્યુઆરી એટલે ગણતંત્ર દિવસ પ્રસંગે અને બીજી વખત 15 ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસના પ્રસંગે. તેમાંથી કેટલાક પુરસ્કાર માત્ર સૈનિકો માટે હોય છે, જયારે કેટલાક પુરસ્કાર પોલીસ, જેલ કર્મચારીઓ અને સામાન્ય નાગરીકો માટે પણ હોય છે. આ વીરતા પુરસ્કારોમાં સૌથી મહત્વના હોય છે પરમવીર ચક્ર, જે સર્વોચ્ચ સૈન્ય પુરસ્કાર છે. ત્યાર પછી મહાવીર ચક્ર, કીર્તિ ચક્ર, વીર ચક્ર, અશોક ચક્ર અને શોર્ય ચક્ર આવે છે. આવો જાણીએ આ પુરસ્કારો વિષે.

ક્યારે થઇ હતી વીરતા પુરસ્કારોની શરુઆત? દેશને પૂર્ણ સ્વતંત્રતા મળ્યા પછીથી ભારત સરકાર દર વર્ષે જવાનો અને અધિકારીઓને વીરતા પુરસ્કાર આપતી આવે છે. 26 જાન્યુઆરી 1950 ના રોજ દેશનું બંધારણ લાગુ થયું હતું અને તે તારીખે ભારત સરકારે પ્રથમ ત્રણ વીરતા પુરસ્કારો પરમવીર ચક્ર, મહાવીર ચક્ર અને વીર ચક્રની જાહેરાત કરી હતી.

આમ તો તેને 15 ઓગસ્ટ, 1947 થી પ્રભાવી માનવામાં આવ્યા હતા. ત્યાર પછી ભારત સરકારે 4 જાન્યુઆરી, 1952 ના રોજ અન્ય ત્રણ વીરતા પુરસ્કારોની શરુઆત કરી. દર વર્ષે દેશના શુરવીરોને આ સન્માન આપવામાં આવે છે.

વીરતા પુરસ્કારો માટે કેવી રીતે થાય છે પસંદગી? વીરતા પુરસ્કારો માટે દેશના રક્ષણમાં અતુલનીય યોગદાન આપવા વાળા જવાનો અને અધિકારીઓના નામની પસંદગી કરવામાં આવે છે. શુરવીરોના નામ પહેલા રક્ષા મંત્રાલય પાસે મોકલવામાં આવે છે. રક્ષા મંત્રાલયમાં તેના માટે એક વિશેષ સમિતિ હોય છે – કેન્દ્રીય સન્માન અને પુરસ્કાર સમિતિ.

આ સમિતિ મંત્રાલય પાસે આવનારા તમામ નામો ઉપર વિચાર કરે છે. પછી માપદંડના આધારે સંપૂર્ણ પ્રક્રિયા પછી તે સમિતિ એક લીસ્ટ તૈયાર કરે છે જેમાં વીરતા પુરસ્કાર માટે નામ નક્કી થાય છે. આ લીસ્ટ રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે છે. રાષ્ટ્રપતિની મંજુરી પછી આ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે.

આવો જાણીએ છ વીરતા પુરસ્કારો વિષે :

પરમવીર ચક્ર – સર્વોચ્ચ સૈન્ય પુરસ્કાર : પરમવીર ચક્ર ભારતનું સર્વોચ્ચ શોર્ય સૈન્ય પુરસ્કાર હોય છે. તે દુશ્મન સામે અભૂતપૂર્વ સાહસ દેખાડવા, શોર્ય દેખાડવા અને બલીદાન માટે આપવામાં આવે છે. આ પુરસ્કાર મ-ર-ણો-પ-રાં-ત પણ આપવામાં આવે છે. એટલે દુશ્મનો સામે લડતા લડતા શહીદ થયેલા જવાનોને ખુબ જ સન્માન સાથે આ વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. રીપોર્ટસ મુજબ પરમવીર ચક્ર પ્રાપ્ત કરવા વાળા શુરવીરોમાં સુબેદાર મેજર વીર બન્ના સિંહ એકમાત્ર એવા વ્યક્તિ હતા જે કારગીલ યુદ્ધ સુધી જીવિત હતા.

મહાવીર ચક્ર – યુદ્ધ વખતે વીરતાનું પદક : આ ભારતનું એવું પદક છે જે યુદ્ધ વખતે વીરતા દેખાડવા માટે આપવામાં આવે છે. સેના અને સૈનિકોને અસાધારણ વીરતા કે શૌર્યતા કે બલીદાન માટે આ પદક આપવામાં આવે છે. આ પુરસ્કાર પણ મ-ર-ણો-પ-રાં-ત આપવામાં આવી શકે છે. આ વખતે સેનામાં કમાંડીંગ ઓફિસર રહેલા કર્નલ સંતોષ બાબુને આ મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે.

વીર ચક્ર – અસાધારણ વીરતા અને બલીદાનનું પદક : ક્રમ મુજબ જોઈએ તો આ ત્રીજું સર્વોચ્ચ સૈન્ય સન્માન છે. સૈનિકોને અસાધારણ વીરતા કે બલીદાન માટે વીર ચક્ર સન્માન આપવામાં આવે છે. આ પુરસ્કારની શરુઆત પણ 26 જાન્યુઆરી 1950 ના રોજ પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર સાથે થઇ હતી. સૈનિકોને મ-ર-ણો-પ-રાં-ત પણ આ પુરસ્કાર આપવામાં આવી શકે છે.

કીર્તિ ચક્ર – સામાન્ય નાગરિક પણ બની શકે છે યોગ્ય : 4 જાન્યુઆરી 1952 ના રોજ આ સન્માનની સ્થાપના થઇ હતી. સેના, વાયુસેના અને નૌસેનાના જવાનો અને અધિકારીઓ ઉપરાંત આ પુરસ્કાર ટેરેટોરીયલ આર્મી અને સામાન્ય નાગરિકોને પણ આપવામાં આવે છે. અત્યાર સુધી 198 શુરવીરોને આ પુરસ્કાર મ-ર-ણો-પ-રાં-ત આપવામાં આવ્યા છે.

શોર્ય ચક્ર – શાંતિના સમયનું વીરતા પદક : શાંતિના સમયે દેશના સર્વોચ્ચ વીરતા પદકોમાં શોર્ય ચક્રનું નામ આવે છે. આ કીર્તિ ચક્ર પછીનું વીરતા પદક છે. શાંતિ કાળના સમયે સૈનિકો અને અસૈનિકોને અસાધારણ વીરતા, શોર્ય પ્રદર્શન માટે કે બલીદાન માટે આ પુરસ્કાર આપવામાં આવે છે. મ-ર-ણો-પ-રાં-ત પણ આ પુરસ્કાર આપવામાં આવી શકે છે.

અશોક ચક્ર – અસાધારણ વીરતા અને બલીદાનનું પદક : અશોક ચક્રનું નામ પણ શાંતિ સમયે આપવામાં આવતા પુરસ્કારોમાં આવે છે. આ સન્માન સૈનિકો અને અસૈનિકોને અસાધારણ વીરતા, શુરતા કે બલીદાન માટે આપવામાં આવે છે. આ પુરસ્કાર મ-ર-ણો-પ-રાં-ત પણ આપવામાં આવી શકે છે.

આમને પણ મળશે વીરતા સન્માન :

(1) સીઆરપીએફના 30 જવાનોને પોલીસ મેડલ

(2) એસએસબીના ત્રણ જવાનોને પોલીસ મેડલ

(3) ITBP ના 3 પોલીસ મેડલ સહીત કુલ 18 શૌર્ય પુરસ્કાર

(4) વિશિષ્ટ સેવા માટે 88 લોકોને રાષ્ટ્રપતિનું પોલીસ મેડલ (પીપીએમ)

(5) 42 જેલ કર્મચારીઓને સુધારા સેવા મેડલ

(6) પ્રશંસનીય સેવા માટે 37 સુધાર સેવા મેડલ

આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.