એક બીજાથી વીરુદ્ધ આ વસ્તુ ક્યારેય સાથે ન ખાવી, નહી તો તકલીફ જ તકલીફ છે જીવનમાં

મિત્રો રાજીવભાઈ એ ભોજન કરવા માટે થોડા નિયમ જણવ્યા હતા, જેમ કે બેસીને ખાવું જોઈએ, ખાવાનું ચાવીને ખાવ. હવે અમે આગળના નિયમની વાત કરીશું.

હવે આપણે ત્રીજા નિયમ વિષે વાત કરીશું. આ નિયમ ખુબ મહત્વનો છે અને તે ખુબ ધ્યાનથી જાણો. ખાવાનું ખાતી વખતે બે વિરુદ્ધ વસ્તુઓ ક્યારે પણ એક સાથે ન ખાવી. દાખલા તરીકે દહીં અને દૂધ ક્યારેય પણ સાથે ન ખાવા. જો તમને દહીં થી બનેલ કોઈપણ વસ્તુ ખાવી છે તો દુધની કોઈ વસ્તુ સાથે ન ખાવ જેમ તમારે કઢી ખાવી છે તો બાસુંદી (તે દૂધમાંથી બને છે) ન ખાવું. જો બાસુંદી ખાવી છે તો કઢી ન ખાવી. તેવામાં જો દૂધ પીવું છે તો છાશ કે લસ્સી ન પીવી. તે એક બીજાથી વિરુદ્ધ છે.

તેવી રીતે મધ અને મલાઈ ક્યારેય પણ સાથે ન ખાવા મધ ખાવું છે તો મલાઈ સાથે ન ખાવી. તેવી રીતે અડદ ની દાળ સાથે દહીં ક્યારેય પણ ન ખાવું, નહી તો જીવનમાં એટલી ખરાબ બીમારી આવશે કે તમે પરેશાન થઇ જશો. પાપડ અને દૂધ ક્યારે પણ એક સાથે ન ખાવા નહી તો ઘણી ખરાબ તકલીફ આવી શકે છે. આયુર્વેદમાં અષ્ટાંગ હ્રદય શાસ્ત્ર માં સૌથી જ્ઞાની વ્યક્તિ જેનું નામ હતું વાગભટ્ટ તેમણે આખી યાદી બનાવી છે જેમાં કુલ 103 વસ્તુઓ છે તે યાદીને આપણે અલગથી બીજા વ્યાખ્યાન પોસ્ટમાં જાહેર કરીશું.

હવે તમારે ધ્યાન રાખવું પડશે કે આ વિરુદ્ધ વસ્તુ ક્યારે પણ સાથે ન ખાવી. જો તમે તેનું ધ્યાન રાખી લીધું તો જીવનમાં ક્યારેય પણ તમને એવા રોગ નહી થાય જે અસાધ્ય છે. આજકાલ એક શરીર ની ચામડીનો રોગ આવ્યો છે જેનાથી શરીર ઉપર ડાઘ થઇ જાય છે, જે લોકો વિરુદ્ધ વસ્તુઓ ખાય છે તેમને સૌ પહેલા સ્કીન રોગ થાય છે, આ રોગ પણ તેમને જ થાય છે જે સતત વિરુદ્ધ વસ્તુઓ ખાય છે.

એવી આગળ વાત કરીએ ડુંગળી સાથે ક્યારેય દૂધ ન પીવું. જો દૂધ પી રહ્યા છીએ તો ડુંગળી ન ખાવી. જે લોકો તે બન્ને વસ્તુ ને સાથે ખાય છે તેમને ખબર નથી કે આ બીમારી એક વખત શરીરમાં આવી ગઈ તો વરસો સુધી નીકળતી નથી. અને એલોપેથી માં તો તેનો ઈલાજ પણ નથી.

ઘણી વખત તમે વિરુદ્ધ વસ્તુઓ સાથે ખાવ છો જેમ કે પાપડ. પાપડ અડદની દાળ છે અને તમે તેની સાથે દૂધ કે દહીં ખાવ છો તો તમને ક્યારેય પણ હાર્ટ એટેક આવી શકે છે.

આ નિયમને આયુર્વેદમાં ખુબ કડક થી બનાવેલ છે. આપણે ક્યારે પણ બે વિરુદ્ધ વસ્તુઓ સાથે ન ખાવી જોઈએ. હવે આગળની વાત છે આઈસ્ક્રીમ ખાવો છે તો ચા ન પીશો, ચા પીવી છે તો આઈસ્ક્રીમ ન ખાશો, આઈસ્ક્રીમ ખાવો છે તો કોફી ન પીશો. જો તમે ગરમ ગરમ ભોજન કર્યું છે, તો ક્યારેય પણ આઈસ્ક્રીમ ન ખાશો.

આવી થોડી 1૦૩ વસ્તુ આયુર્વેદમાં જણાવેલ છે. જે એક સાથે ક્યારે પણ ન ખાવી જોઈએ દાખલા તરીકે ડુંગળી અને દૂધ ક્યારે એક સાથે ન ખાવ. એક બીજાના કટ્ટર દુશ્મન છે. તે ખાવાથી સૌથી વધુ ચામડીના રોગ તમને ધાધર, ખરજવું, ખંજવાળ, એગસીમાં, સોરાઇસીસ વગેરે. એવાજ સુરણ (જંક ફ્રુટ) અને દૂધ ક્યારે ન ખાવું. તે પણ કટ્ટર દુશ્મન છે. એવા જ ખાટા ફળ જેમાં સેટ્રીક એસીડ હોય છે ક્યારે ન ખાવા. એક સેટ્રીક એસીડ તો માણસે બનાવેલ છે એક ભગવાને બનવેલ છે. જેમ કે સંતરા. ક્યારે દૂધ ની સાથે ન ખાવા. આયુર્વેદ મુજબ કોઈ ખાટા ફળ દૂધ સાથે ખાવા માટે છે તો એક જ છે આંબળા. આંબળા દૂધ ની સાથે જરૂર ખાવા. તે રીતે મધ અને ઘી પણ એક સાથે ખાવા નહિ.

આંબળા ની મિત્રતા દૂધ સાથે જોરદાર છે પણ ખાટા આંબળા નહી. તેથી મેંગો શેક પી રહ્યા છો તો ધ્યાન રાખો કેરી ખાટી ન હોય. એવી રીતે અડદ ની દાળ અને દહીં એક બીજાના કટ્ટર દુશ્મન છે. અડદ ની દાળ ઉપર ભારતમાં જેટલા પણ રીસર્સ થઇ ગયા છે તો તે જાણવા મળ્યું છે તે દાળ નો રાજા છે. હમેશા એકલી જ ખાવ દહીં સાથે તો ભૂલથી પણ ન ખાવી. તમે તેનું તમારા શરીર ઉપર પરીક્ષણ કરો. એક ટેંક ખાતા પહેલા તમારું બીપી ચેક કરો. પછી અડદ ની દાળ અને દહીં ખાવ. તમે મેળવશો 22 થી 25% તમારું બીપી વધી ગયેલું. એટલે કે જો રોજ રોજ તમે અડદ ની દાળ, દહીં ખાઈ રહ્યા છો તો 5-6 મહિનામાં હાર્ટ એટેક આવી જ જશે.

અમારા બધા ભાઈ બહેનોને વિનંતી છે ક્યારે પણ વિરૂદ્ધ વસ્તુ સાથે ન ખાવી. તે ખુબ જ ખરાબ હોય છે. અને તેના કારણે આપણે પોતે એટલા દુખી થઇ જઈએ છીએ જેમાં લાખો રૂપિયા આપણી જિંદગી માટે જતા રહે છે. તે એક નાની એવી ભૂલ જીવનભર માટે ભારે પડે છે તેથી આયુર્વેદ માં કડક થી આ નિયમ છે કે બે વિરુદ્ધ વસ્તુઓ ક્યારે પણ એક સાથે ન ખાવી.

મિત્રો આ ગુજ્જુફેનક્લબ ની ટીમ ઘણી મહેનત કરી ને તમારા માટે આયુર્વેદ નાં રાજીવ દિક્ષિત નાં વિચારો રજુ કરે છે તો તમે પણ અમારી ઓરીજનલ મહેનત ને સેર કરી આશીર્વાદ આપસો. ને બીજા કોપી કરી ને મુકતા વેબ સાઈટ ને ફેસબુક પેજ વાળા ને વિનંતી છે તમે પ્લીઝ કોપી નાં કરસો