ચાવી નહિ મંત્રોથી ખુલે છે શ્રી વિષ્ણુના આ મંદિરના દરવાજા, વેજ્ઞાનિકોએ પણ માન્યો ચમત્કાર

કેરલ રાજ્ય પોતાના કુદરતી સોંદર્ય માટે ઘણું પ્રસિદ્ધ છે. અને તિરુવનંતપુરમમાં આવેલા પદ્મધામ સ્વામી મંદિર પણ દુનિયામાં ઘણું પ્રસિદ્ધ છે. ખાસ કરીને દુનિયાના થોડા સૌથી રહસ્યમય સ્થળોઓમાં તેની ગણતરી થાય છે. અહિયાં દેશ વિદેશ માંથી લોકો દર્શન માટે આવે છે.

જાણવા જેવી વાત છે ભગવાન વિષ્ણુને સમર્પિત આ મંદિરમાં માત્ર હિંદુ ધર્મમાં વિશ્વાસ રાખવા વાળા જ જઈ શકે છે, અને અહિયાં પ્રવેશ માટે એક વિશેષ પ્રકારના વસ્ત્રને ધારણ કરવું જરૂરી હોય છે. તે ઉપરાંત ઘણી સંપત્તિને લઇને આ મંદિરના દરવાજાને સુપ્રીમ કોર્ટના સમર્થનથી ખોલવામાં આવ્યું છે. જેમાં તેના છ દરવાજાને ખોલીને ૧,૩૨,૦૦૦ કરોડની સંપત્તિ મળી ચુકી છે. પરંતુ સાતમો દરવાજો હજુ પણ ખોલી શકતો નથી.

અહિયાં એવો દરવાજો છે જેને કોઈ ખોલી ન શક્યું :

મંદિરના ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુની એક ભવ્ય મૂર્તિ વિરાજમાન છે. તે કારણથી તેની દેશના વેશ્નવ મંદિરોમાં વિશેષ ગણતરી થાય છે. પરંતુ વિશ્વનું સૌથી પૈસાદાર આ મંદિર પોતાની રીતે ઘણું રહસ્યમયી પણ છે. અહિયાં એક દરવાજો છે જેના વિષે માનવામાં આવે છે કે કોઈ સિદ્ધ પુરુષ જ તેને ખોલી શકે છે. પરંતુ આજ સુધી તેને કોઈ ખોલી નથી શક્યું. અને એવી માન્યતા છે કે દરવાજો ભગવાન સુધી જાય છે. પરંતુ તેનું રહસ્ય આજ સુધી જાણવા મળી શક્યું નથી.

અહિયાંના કોઠાર રૂમમાં કેદ બે લાખ કરોડનું સોનું :

એવું કહેવામાં આવે છે કે આ મંદિરના કોઠારમાં બે લાખ કરોડનું સોનું છે. પરંતુ ઈતિહાસકરોના જણાવ્યા મુજબ, હકીકતમાં તેની સાચી રકમ તેનાથી કેટલાય ગણી વધુ હશે. આ ખજાનામાં સોના ચાંદીની મોંઘી ચેઈન, હીરા, પન્ના, રૂબી, બીજા કિંમતી પથ્થર, સોનાની મૂર્તિઓ જેવી ઘણી કિંમતી વસ્તુ છે, જેની સાચી કિંમત આંકવી ઘણી મુશ્કેલ છે.

કળિયુગના પહેલા દિવસે મંદિરની થઇ હતી સ્થાપના :

માન્યતા છે કે ૧૮ મી સદીમાં ત્રાવણકોરના રાજાઓના મંદિરમાં પદ્મનભ સ્વામીની મૂર્તિની સ્થાપના કરાવી હતી. જો કે ઈતિહાસકારોનું માનીએ તો તેની ક્યાંય ચોક્કસ જાણકારી ઉપલબ્ધ નથી. એવા આ રહસ્યમયી મંદિરની ૫૦૦૦ વર્ષ પહેલા કળિયુગના પહેલા દિવસે સ્થાપના થવાની વાત ચાલી આવી રહી છે. તેની સાથે જ ત્રાવણકોર રાજપરિવારએ સંપૂર્ણ રીતે ભગવાનને પોતાનું જીવન અને સંપત્તિ સોંપી દીધી છે. આમ તો હાલમાં મંદિરની દેખ રેખનું કામ શાહી પરિવારના નિયુક્ત એક પ્રાઈવેટ ટ્રસ્ટ સંભાળી રહ્યું છે.

સાતમો દરવાજો શાપિત છે :

લોકમાન્યતાઓ મુજબ છઠી સદીમાં ત્રાવણકોરના મહારાજાએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. અને પોતાના કિંમતી ખજાનાને મંદિરના કોઠાર રૂમમાં અને મોટી દીવાલોની પાછળ છુપાવ્યો હતો. ત્યાર પછીથી ઘણા સો વર્ષો સુધી કોઈએ તેના દરવાજાને ખોલવાની ભલામણ નથી કરી, અને આવી રીતે જ પાછળથી તેને શાપિત માનવામાં માનવા લાગ્યા. કથાઓ મુજબ એક વખત ખજાનાની શોધ કરતા કોઈએ સાતમો દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કહે છે કે ઝેરીલા સાંપોના કરડવાથી સૌના મૃત્યુ થઇ ગયું.

સાતમો દરવાજો ખોલવાથી આવી શકે છે ભૂકંપ :

એવી માન્યતા છે કે કોઠાર રૂમ જે આ મંદિરનો સાતમો દરવાજો કહેવાય છે, તેને માત્ર અમુક મંત્રોના ઉચ્ચારણથી જ ખોલી શકાય છે. કોઈપણ આધુનિક ટેકનીક કે બીજા માનવ પ્રયાસોથી ખોલવાના પ્રયત્નની દિશામાં મંદિરનો નાશ થઇ શકે છે. જેના લીધે ભારે ભૂકંપ સુધી આવી શકે છે. ખાસ કરીને આ દરવાજો સ્ટીલનો બનેલો છે. તેની ઉપર બે સાંપ બનેલા છે, જે આ દરવાજાનું રક્ષણ કરે છે. તેમાં કોઈ નટ બોલ્ટ કે સાંધો નથી.

ક્યારે ઉકેલાશે આ અજાણ્યો કોયડો :

એવું કહેવામાં આવે છે કે આ દરવાજાને નાગ બંધન કે નાગ પાશમ મંત્રોના ઉપયોગથી બંધ કર્યો છે. એટલા માટે એટલી સિદ્ધિઓ સાથે જ તેને માત્ર ગરુડ મંત્રનો સ્પષ્ટ અને સચોટ મંત્રોચાર કરવાથી જ ખોલી શકાય છે. જો તેમાં કોઈ ભૂલ થઇ ગઈ તો મૃત્યુ નક્કી માનવામાં આવે છે. એવું હાલમાં જ એક પ્રયત્ન કર્તાનું રહસ્યમયી સ્થિતિમાં મૃત્યુ થઇ ગયું છે.

દુનિયામાં ક્યાય નથી આ દરવાજાને ખોલવા વાળા :

જણાવવામાં આવે છે, કે હાલમાં ભારત તો શું દુનિયાના કોઈ પણ ખૂણામાં આવો સિદ્ધ પુરુષ નથી મળી શક્યો, જે આ મંદિરની ગૂંચવણ ઉકેલી શકે. ખાસ કરીને વૈદિક સાધના કરવા વાળા ઘણા સાધુઓએ તેને પહેલા ખોલવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોઇને સફળતા ન મળી શકી. એટલા માટે હજુ સુધી આ મંદિરનો સાતમો દરવાજો એક રહસ્ય બનેલું છે. આમ તો અંદર ભલે કેટલો પણ મોટો ખજાનો હોય, પરંતુ એટલું ચોક્કસ છે કે આ દરવાજો પોતે જ કોઈ વણ ઉકેલાયેલા કોયડાથી ઓછો નથી.