23 વર્ષની નેત્રહીન છોકરીએ પહેલા પ્રયાસમાં જ ક્રેક કરી લીધી ઓડિશા સિવિલ સર્વિસની પરીક્ષા

‘જીવનમાં કાંઈ પણ અશક્ય નથી હોતું’ આ કહેવતને સાચી સાબિત કરવાની હિંમત ઘણા ઓછા લોકોમાં જ હોય છે. આજે અમે તમને એક એવી નેત્રહીન છોકરીની સફળતાની સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ જેને વાંચી તમારી અંદર પ્રેરણાનો ભાવ જરૂર જાગૃત થશે. આંખો શરીરનો ઘણો મહત્વનો ભાગ હોય છે. તે જો ખરાબ થઇ જાય તો આપણા જીવનમાં કેટલી મુશ્કેલી આવે છે? તે વાતનો અંદાજો તમે જાતે જ લગાવી શકો છો. આમ તો ઘણા લોકો એવા પણ હોય છે જે ખામીઓનું બહાનું બનાવીને બેસતા નથી, પરંતુ જીવનમાં આગળ વધી સફળતા મેળવતા રહે છે.

૨૩ વર્ષની તપસ્વિની દાસ પણ એક એવી છોકરી છે જે આંખોથી જોઈ નથી શકતી. આમ તો તેમ છતાં પણ તપસ્વિનીએ ઓડીશા સિવિલ સર્વિસ પરિક્ષા ૨૦૧૮ પહેલા જ પ્રયાસમાં જ ક્લીયર કરી લીધી. તપસ્વિની જનરલ કેટેગરીની છે, અને ૬ જાન્યુઆરીના રોજ જાહેર રિજલ્ટમાં તેણીએ ૧૬૧ મો રેન્ક પ્રાપ્ત કર્યો છે.

એક જનરલ કેટેગરીની નેત્રહીન છોકરી માટે પહેલા પ્રયાસમાં જ આ પ્રકારની પરીક્ષા પાસ કરી લેવી ખરેખર પ્રશંસનીય છે. તે વાતની જાણકારી ટ્વીટર ઉપર સુલોચના દાસે આપી. સુલોચના પોતે અપંગ વ્યક્તિઓ માટે રાજ્ય આયુક્ત (State Commissioner for Persons with Disabilities) છે.

મીડિયા સાથે વાતચીત દરમિયાન તપસ્વિનીએ જણાવ્યું કે, જે લોકો પાસે આંખો છે તે તો પુસ્તકો વાંચી શકે છે, પરંતુ મારે આ પુસ્તકોના રેકોડીંગ ઉપર આધાર રાખવો પડતો હતો. હું પહેલા પુસ્તકો વાંચતી હતી અને પછી તેને ઓડિયો ફોર્મેટમાં કન્વર્ટ કરી દેતી હતી. મેં મારી લાઈફના પડકારો સામે ક્યારેય હાર નથી માની. એટલા માટે મેં મારી જાતને કહ્યું ચાલો આ પણ ટ્રાઈ કરીએ.

તપસ્વિનીના પિતાએ તેના વિષે જણાવ્યું કે, તપસ્વિની જયારે બીજા ધોરણમાં હતી ત્યારે એક નિષ્ફળ સર્જરીને લીધે તેની બંને આંખો જતી રહી હતી. ત્યારે મારું દિલ જ તૂટી ગયું હતું. તે હંમેશા ક્લાસમાં ટોપ રહેતી હતી. ત્યાર પછી મેં તેને નેત્રહીન બાળકોની વિશેષ સ્કુલમાં ભણવા મૂકી.

ત્યાં તેણે પોતાની મેટ્રિક પરીક્ષા ઘણા સારા નંબરો સાથે પાસ કરી. તેના માટે તેણે Braille script (નેત્રહીન લોકોની લીપી) નો સહારો લીધો હતો. ત્યાર પછી આર્ટ સ્ટ્રીમમાં હાયર સેકેંડરી એક્ઝામ પણ ઘણા સારા નંબરથી પાસ કરી. પોતાના ગ્રેજયુએશનમાં પણ તેણે સારું પ્રદર્શન કર્યું હતું. પોતાની સંપૂર્ણ કારીકીર્દી દરમિયાન તે એક સારી સ્ટુડેંટ રહી.

ત્યાં સોશિયલ મીડિયા ઉપર જયારે લોકોને આ સમાચાર વિષે ખબર પડી તો બધા તપસ્વિનીને અભીનંદન આપવા લાગ્યા. લોકોએ તપસ્વિનીનો આભાર એવું કહીને વ્યક્ત કર્યો કે, તે અમારા બધા લોકો માટે પ્રેરણા બની છે. વર્તમાનમાં તેજસ્વીની ભુવનેશ્વરની ઉત્કલ યુનીવર્સીટીમાંથી પોલીટેકનીકલ સાઈંસમાં માસ્ટર કરી રહી છે. ભવિષ્યમાં તે UPSC પરીક્ષા ક્રેક કરવા માંગે છે.

તપસ્વિની ઉપરાંત બીજી પણ ઘણી મહિલાઓ છે જે નેત્રહીન હોવા છતાંપણ પોતાના ક્ષેત્રમાં સફળ રહી છે. એટલે કે ૩૧ વર્ષની પ્રાજલી પાટીલ ભારતની પહેલી નેત્રહીન મહિલા IAS ઓફિસર છે. તે કેરલાના થીરુવનંતપૂર્મની સબ-કલેકટર પણ છે. તેની સાથે જ ૨૫ વર્ષની જ્યોત્શના ફનીજ ભારતની સૌથી યંગ એવી નેત્રહીન મહિલા છે, જેણે ઈંગ્લીશ લીટરેચરમાંથી પીએચડી કમ્પ્લીટ કરી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.