આ કેપ્સ્યુલ તમને મેડિકલ સ્ટોર પરથી મળી જશે વાળને બનાવો ઘાટ્ટા, વિટામીન ‘ઈ’ ના 5 ફાયદા

કાળા ડાઘ કરો દુર અને વાળને બનાવો ઘાટ્ટા, જાણો વિટામીન ‘ઈ’ ના 5 ફાયદા આ કેપ્સ્યુલ તમને મેડિકલ સ્ટોર પરથી મળી જશે.

વાળ, ચહેરા અને સ્કીનને હેલ્દી અને ગ્લોઈંગ બનાવવામાં સૌથી ઉત્તમ છે વિટામીન ‘ઈ’ ઓઈલ :

વાળ,ચહેરો અને સ્કીનને હેલ્દી અને ગ્લોઈંગ બનાવવામાં સૌથી ઉત્તમ છે વિટામીન ‘ઈ’ ઓઈલ, તમે તેને અનેક રીતે ચહેરા અને વાળ માટે ઉપયોગ કરી શકો છો. અહિયાં તમને આ ઓઈલ ના ઉપયોગ કરવાની 5 રીત જણાવી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે એન્ટીઓક્સીડેંટસ થી ભરેલ આ ઓઈલની કેપ્સ્યુલ તમારી નજીકના કોઈપણ મેડીકલ સ્ટોર ઉપરથી મળી જશે. ત્યાં તમને તે બે ફોર્મ 400mg અને 800mg માં મળશે. 400mg વાળી કેપ્સ્યુલ સાઈઝમાં નાની અને ઘાટ્ટા લીલા રંગની હશે. તે 800mg વાળી કેપ્સ્યુલ આછા લીલા રંગની હશે.

સારો ફાયદો મેળવવા માટે તમે નાની વાળી કેપ્સ્યુલ નો ઉપયોગ કરો. આ કેપ્સ્યુલ માંથી ઓઈલ તમારે સોય ની મદદથી કાઢવું પડશે.

(1) નાઈટ ક્રીમની જેમ :

ચહેરાને સ્મુદ અને સોફ્ટ બનાવવા માટે વિટામીન ‘ઈ’ ની એક કેપ્સ્યુલમાં અડધી ચમચી કુવારપાઠું જેલ લગાવીને બે મિનીટ મસાજ કરો. તેને રોજ રાત્રે સુતા પહેલા લગાવો. જો આ ઉપચાર તમને ચીકાશ વાળો લાગે તો તમે તેને દિવસે પણ લગાવી શકો છો.

(2) વાળ માટે :

વાળને ચમકદાર, મુલાયમ અને ઘાટ્ટા બનાવવા માટે અઠવાડિયામાં એક વખત વિટામીન ‘ઈ’ ની બે કેપ્સ્યુલ માં ત્રણ ચમચી દહીં ભેળવીને સારી રીતે છીણીને વાળ અને સ્કેલ્પ ઉપર લગાવો. તમે ધારો તો દહીં ઉપરાંત નારીયેલ તેલ કે બદામ તેલ નો ઉપયોગ કરી શકો છો.

(3) કાળા કુંડાળા દુર કરવા માટે :

એક ચમચી બદામના તેલમાં એક વિટામીન ‘ઈ’ કેપ્સ્યુલ ભેળવો. આ મિશ્રણને રોજ રાત્રે સુતા પહેલા અંદર આવેલ ભાગની મસાજ કરો. તમને એક જ અઠવાડિયામાં તેનું પરિણામ જોવા મળશે.

(4) સ્ક્રબની જેમ કરો ઉપયોગ :

અઠવાડિયામાં બે વખત વિટામીન ‘ઈ’ ની બે કેપ્સ્પ્યુલ માં કોફી પાવડર ભેળવીને ચહેરા ને સ્ક્રબ કરો. તેનાથી તમારા ચહેરાની બધીજ ખરાબી બહાર નીકળીને તમારો ચહેરો ચોખ્ખો અને ગ્લોઈંગ બનશે.

(5) અઈબ્રોજ ઘાટ્ટો બનાવવા માટે :

વિટામીન ‘ઈ’ ઓઈલ માં એવા ગુણ હોય છે જે વાળના ગ્રોથ વધારવામાં મદદ કરે છે. કેમકે તે માથાના વાળને વધારવા માટે સ્કેલ્પ ની ઓઈલની બનાવટ, PH લેવલ, લોહી સર્ક્યુલેશન અને ફોલિકલ હેલ્થ વગેરે બધાને સારું બનાવે છે. બરોબર આવી જરીતે આ વિટામીન ‘ઈ’ અઈબ્રોજ ના વાળને પણ ઘાટ્ટા કરે છે. તેના માટે રાત્રે સુતા પહેલા સીધા આ ઓઈલ થી અઈબ્રોજ નું મસાજ કરો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.