વિવાદોમાં રહી છે બોલીવુડની આ મિસમેચ જોડીઓ, પોતાની ઉંમરનું પણ ન રાખ્યું ધ્યાન

પ્રેમમાં ઉંમર માત્ર એક નંબર છે. પ્રેમ એ એક એવો પ્રયાસ છે, જે ન તો ઉંમર જુવે છે, ન તો જાતી જુવે છે, ન તો સંપ્રદાય જુવે છે, ન રસ્તો જુવે છે. ઘણી જગ્યાએ તો એવું પણ જોવા મળ્યું છે, જ્યાં પ્રેમમાં કમેળ સંબંધોનો પણ મેળ થઇ જાય છે. આ છે પ્રેમની શક્તિ. ત્યાં સુધી કે આપણા ભારતીય સિનેમા પણ ઘણી વખત આ વાતને સારી રીતે રજુ કરતા જોવા મળે છે.

નિશબ્દ : આ ફિલ્મને રામગોપાલ વર્માએ નિર્દેશક કરી છે. આ ફિલ્મના મુખ્ય પાત્રમાં અમિતાભ બચ્ચન અને જીયા ખાન સ્ટારર તરીકે જોવા મળ્યા હતા. જણાવવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મ અમિતાભે કરવાની ના કહી હતી. પરંતુ પાછળથી અમિતાભ આ ફિલ્મ કરવા માટે તૈયાર થઇ ગયા હતા અને તેમણે આ પાત્રના બળ ઉપર પોતાના પ્રશંસકોના દિલ પણ જીત્યા હતા.

ચીની કમ : ચીની કમ.. અમિતાભ બચ્ચનની આ એક એવી ફિલ્મ રહી હતી, જેમાં તેમણે ઘણી પ્રસંશા મેળવી હતી. આ ફિલ્મમાં અમિતાભ એક સૈફના પાત્રમાં જોવા મળ્યા હતા અને અડધી ઉંમરના રૂપમાં આ ફિલ્મમાં તબ્બુને દેખાડવામાં આવી છે. અને તબ્બુના પિતાનું પાત્ર આ ફિલ્મમાં પરેશ રાવલે નિભાવ્યુ હતું. આ ફિલ્મે ઘણી પ્રસંશા મેળવી હતી.

દિલ ચાહતા હે : દિલ ચાહતા હે.. બોલીવુડની એવી ફિલ્મોમાં જોડાયેલી છે, જે ફ્રેન્ડશીપ ફિલ્મ તરીકે ઓળખવામાં આવે છે. આ ફિલ્મમાં અક્ષય ખન્ના, આમીર ખાન, સૈફ અલી ખાન, જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં અક્ષય ખન્ના અને ડીમ્પલ કાપડિયા વચ્ચે પ્રેમ મોહબ્બતને પણ ઘણો ફિલ્માવવામાં આવી હતી. આમ તો અક્ષય ખન્ના ડીમ્પલ કાપડિયાથી ઉંમરમાં ઘણી મોટા હતા, પરંતુ તેમ છતાં પણ તેની સાથે પ્રેમ થઇ જાય છે.

દિલ તો બચ્ચા હે જી : મધુર ભંડારકર દ્વારા નિર્મિત આ ફિલ્મમાં અજય દેવગન એક આઘેડ ઉંમરના બેન્કર તરીકે જોવા મળ્યા હતા, જેને પોતાની બેંકમાં કામ કરવાવાળી એક ઈંટર્ન સાથે પ્રેમ થઇ જાય છે, જે તેનાથી ઉંમરમાં ઘણી નાની છે. આ ફિલ્મ ઘણી ચર્ચામાં રહી હતી, પરંતુ તે બોક્સ ઓફીસમાં કાંઈ ખાસ કમાલ દેખાડવામાં નિષ્ફળ રહી હતી.

દે દે પ્યાર દે : આ ફિલ્મમાં અજય દેવગન મુખ્ય પાત્રમાં જોવા મળ્યા હતા, જે પોતાનાથી નાની રફુલ પ્રીતિ સાથે લગ્ન કરવાનો નિર્ણય કરે છે, પરંતુ આ ફિલ્મમાં ટ્વીસ્ટ તો ત્યારે આવે છે, જયારે તેના જીવનમાં તેની પત્ની અને બાળકો પાછા આવી જાય છે.

આ માહિતી યુપીવાર્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.