વિવાહિત હોવા છતાં પણ નથી મળ્યો જ્યાં પ્રદાને પત્નીનો દરજ્જો, ત્રણ બાળકોની છે સાવકી માતા.

ભારતીય જનતા પાર્ટીનો સાથ મેળવીને જયા પ્રદા હવે રાજનીતિમાં લાંબી પાળી રમવાના મુડમાં જોવા મળી રહી છે, પરંતુ તેમનું વ્યક્તિગત જીવનમાં કોઈ ખાસ વિશેષતા નથી રહેલી.

લોકસભા ચૂંટણીની બરોબર પહેલા જયા પ્રદાએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ છે. બૉલીવુડ ઉપરાંત, જયા પ્રદાની કારકિર્દીમાં રાજકારણ પણ લાંબા સમયથી રહેલું છે. જ્યા પ્રદાએ અત્યાર સુધીમાં તમામ પક્ષોમાં રાજનીતિ કરી છે, પરંતુ હવે તેઓ બીજેપીમાં જોડાયા છે. જયા પ્રદાનાના બીજેપી સાથે જોડાયા પછી માનવામાં આવી રહ્યું છે કે તેઓ ઉત્તર પ્રદેશના રામપુર લોકસભા ક્ષેત્ર માંથી આઝમ ખાનને સારી ટક્કર આપશે.

જ્યા પ્રદાએ પોતાની એક નવી પાળીની શરૂઆત કરી છે, પરંતુ અહિયાં અને તેમના અંગત જીવન વિષે જણાવવા જઈ રહ્યા છીએ. તો આવો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે વિશેષ શું છે?

ભારતીય જનતા પાર્ટીનો સાથ મેળવીને જયા પ્રદા હવે રાજનીતિમાં લાંબી ઇનીગ રમવાના મુડમાં જોવા મળે છે, પરંતુ તેમના વ્યક્તિગત જીવનમાં કોઈ ખાસ વિશેષતા નથી. જયા પ્રદાના પર્સનલ જીવનમાં ઘણીવાર ઉતાર ચડાવ જોવા મળ્યા છે, પણ ક્યારેય તેઓએ હાર નથી માની અને આજે બીજેપી જેવા મજબૂત પક્ષ સાથે પોતાની એક નવી સફર શરૂ કરી છે, પરંતુ તે દરમિયાન તેમના લગ્ન ચર્ચામાં આવ્યા છે. જયા પ્રદાનું જીવન ખૂબ વધારે રહસ્યમય રહ્યું છે.

30 વર્ષની કારકિર્દીમાં 300 ફિલ્મો કરી ચુકી છે જયા પ્રદા :-

જયા પ્રદાએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત 14 વર્ષની ઉંમરે કરી છે. જયા પ્રદાએ બૉલીવુડમાં 30 વર્ષ સુધી કામ કર્યું અને તેની વચ્ચે તેમણે 300 ફિલ્મોમાં કામ કર્યું. એકથી એક ચડીયાતી ફિલ્મ કરવા વાળી જયા પ્રદા પોતાના જમાનાની ટોચની અભિનેત્રી રહી છે, પણ તેમને તે મુજબનું નામ ન મળ્યું, જેમ કે રેખા અને જયા બચ્ચનને મળ્યું. જયા પ્રદા, પોતાની કારકિર્દીમાં ક્યારેય નિરાશ નથી થઇ અને માત્ર પોતાનું કામ કરતી ગઈ.

શ્રીકાંત નાહટા સાથે કર્યા લગ્ન :-

જયા પ્રદાની સફળ કારકિર્દીમાં બ્રેક ત્યારે લાગ્યો જ્યારે તેમને ત્યાં ઇન્કમ ટેક્સનીની રેડ પડી. જોકે, આ સમયમાં પ્રોડ્યુસર શ્રીકાંત નાહટાએ તેમની ઘણી મદદ કરી. શ્રીકાંત નાહટાએ જ્યારે જયા પ્રદાની મદદ કરી, ત્યાર પછી બંનેમાં મિત્રતા વધતી ગઈ અને પછી બંનેમાં પ્રેમ થઇ ગયો.

એટલું જ નહીં, પ્રેમ જ્યારે આગળ વધી ગયો તો પછી બંનેએ લગ્ન કરી લીધા. શ્રીકાંત નાહટા સાથે લગ્ન કર્યા પછી પણ જ્યા પ્રદાને પત્નીનો હક્ક ન મળ્યો અને પરણિત હોવા છતાં પણ તે પતિથી અલગ રહેતી હતી.

ન મળી શક્યો જયા પ્રદાને પત્નીનો હક્ક :-

શ્રીકાંત નાહટાએ જ્યા પ્રદા સાથે લગ્ન જરૂર કર્યા, પરંતુ તેમણે પોતાની પહેલી પત્નીને છૂટાછેડા ન આપ્યા, જેના કારણે જયા પ્રદાને પત્નીનું સ્થાન ન મળી શક્યું. એટલું જ નહીં, શ્રીકાંત નાહટા અને જયા પ્રદાના લગ્નમાં પહેલી પત્નીએ કોઈ વાંધો ન ઉઠાવ્યો.

બીજા લગ્ન હોવાને લીધે જયા પ્રદા શ્રીકાંત નાહટા સાથે ન રહી શકી, કારણ કે તેમના ઘરમાં પ્રથમ પત્ની અને ત્રણ બાળકો રહેતા હતા. જોકે, પછી જયા પ્રદાએ એક બાળકને ખોળે લઇ લીધો, પરંતુ આજ સુધી જયાને એક પત્નીનો હક્ક નથી મળી શક્યો.