વૈવાહિક જીવન બરબાદ થવાથી બચાવે છે આ 3 ઉપાય, સંબંધ બને છે વધારે મજબૂત

એક સુખી લગ્નજીવન માટે પતિ પત્ની વચ્ચે સંબંધ મજબુત હોવો જરૂરી છે, આમ તો દરેક પરણિત લોકોના જીવનમાં કોઈને કોઈ સમસ્યા આવતી જ રહે છે. જો તમે પણ તેમાંથી એક છો તો ચિંતા ન કરો. આજે અમે તમને ત્રણ એવા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા વિવાહિત જીવનને બરબાદ નહિ થવા દે.

પહેલો ઉપાય – શિવ પાર્વતી પૂજા

શિવ પાર્વતીની જોડી એટલી સુદંર છે કે લોકો આ બંનેના ઉદાહરણ આજે પણ આપે છે. તેવામાં જો તમે પણ તમારા જીવનસાથી સાથે એક સારુ વિવાહિત જીવન પસાર કરવા માગો છો તો તમારે શિવ પાર્વતીની પૂજા જરૂર કરવી જોઈએ. તેના માટે વિવાહિત કપલે સાથે પૂજામાં બેસવું જોઈએ. તમારે બંનેએ સવારે સ્નાન કરી લાલ કપડા ધારણ કરવા. ત્યાર પછી શિવજી અને પાર્વતી માતાની મૂર્તિ સામે બે ઘી ના દીવડા પ્રગટાવવા.

હવે બંનેની વાર ફરતી આરતી કરવી. આ આરતી પતિ અને પત્નીએ બંને એક સાથે પકડીને કરવાની છે. હવે બંનેએ હાથ જોડીને શિવ પાર્વતી સામે માથું ટેકવું અને તેમની સામે તમારી સમસ્યા મુકવી. જે દિવસે તમે આ ઉપાય કરો તે દિવસે બંને પતિ પત્નીએ ઉપવાસ પણ રાખવો. આ ઉપાયથી તમારા બંનેના લગ્નજીવનની દરેક સમસ્યાનો ઉકેલ આવી જશે.

બીજો ઉપાય – માં લક્ષ્મીને વંદન

એક સુખી લગ્નજીવન માટે તમારું આર્થિક રીતે મજબુત હોવું પણ ઘણું જરૂરી હોય છે. ઘણી વખત પૈસાને કારણે જ કપલ્સ વચ્ચે લડાઈ ઝગડા થતા રહે છે, તેવામાં જો તમે તમારી આર્થિક સ્થિતિ મજબુત કરવા માગો છો તો માં લક્ષ્મીની પૂજા તમારા જીવનસાથી સાથે મળીને કરો. તેના માટે બંનેએ સ્નાન કરી પીળા વસ્ત્ર ધારણ કરવા. પછી  લક્ષ્મીમાં આગળ દીવડો અને અગરબત્તી પ્રગટાવવા.

ત્યાર પછી પતિ પોતાના જમણા હાથની હથેળી પત્નીના જમણા હાથની હથેળી ઉપર રાખી લે  હવે આ હથેળી ઉપર તમારે એક પીપળાના વૃક્ષનું પાંદડું મુકવાનું છે અને આ પાંદડા ઉપર એક ચાંદીનો સિક્કો રાખી બંને સાથે આ મંત્ર બોલો,

‘ॐ श्रीं ह्रीं क्लीं त्रिभुवन महालक्ष्म्यै अस्मांक दारिद्र्य नाशय प्रचुर धन देहि देहि क्लीं ह्रीं श्रीं ॐ’

આ મંત્રના જાપ કર્યા પછી માં લક્ષ્મીને હાથ જોડો, માથું ટેકવો અને તેમને તમારી ધન સંબંધિત સમસ્યાઓ જણાવો. તમે ચાંદીનો જે સિક્કો પૂજામાં ઉપયોગ લીધો હતો તેને ઘરની તિજોરીમાં રાખી દો. તેનાથી બરકત જળવાઈ રહેશે.

ત્રીજો ઉપાય – ગણેશ પૂજન

આ ઉપાય તે લોકો માટે છે જેનો પોતાની પત્ની કે પતિ સાથે ઘણો મોટો ઝગડો ચાલી રહ્યો છે અને તે બંનેના સંબંધો ફરીથી સારા કરવા માંગે છે. સ્પષ્ટ છે કે જો ઝગડા થતાં હશે તો બંને સાથે આ ઉપાય નહિ કરી શકે એટલા માટે આ ઉપાયને તમે એકલા પોતાના પાર્ટનર સાથે મજબુત સંબંધ બનાવવા માટે કરી શકો છો. આ ઉપાય મુજબ તમારે બુધવારના દિવસે પીપળાના પાંદડામાં પોતાના પાર્ટનરનું નામ સિંદુરથી લખવું.

ત્યાર પછી ગણેશજી સામે તેને મૂકી તેની પૂજા કરવી. પૂજા પૂરી થયા પછી તમારી મુશ્કેલી જણાવવી. હવે આ નામ લખેલા પીપળાના પાનને વડના ઝાડ પાસે જમીનમાં દાટી દો. તેને તમે પીપળાના ઝાડ પાસે પણ દાટી શકો છો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.