તોફાની છોકરા વિવેક પટેલે બાઈકમાં કર્યો બસ આટલો ફેરફાર અને એવરેજ થઇ ગઈ 153 KMPL

ખુરાફાત તોફાન કરવાની ટેવના કારણે કૌશાંબીના વિવેક કુમાર પટેલનું નસીબ બદલાઈ ગયું છે. છેલ્લા 17 વર્ષ થી કરવામાં આવેલ મહેનતના કારણે સાચું ધ્યેય પ્રાપ્ત થયું તે ઓટોમોબાઈલ એન્જીનીયરીંગ માટે કોઈ ચમત્કારથી ઓછું ન ગણાય. એન્જીનમાં સામાન્ય ફેરફારથી તેની બાઈક 153 કી.મી. પ્રતિ લીટરની એવરેજ આપી રહી છે ઉત્તર પ્રદેશ કાઉંસિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી (યુપીસીએસટી) અને મોતીલાલ નહેરુ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી અલ્હાબાદએ તેની આ ટેકનીકને માન્યતા પણ આપી છે.

તમે તમારા જીવનમાં ઘણી વખત જોયું હશે કે ઘણા બાળકો બાળપણથી જ ખુરાપાતી મગજના હોય છે. તે દરેક કામ બીજાથી જુદું કરવાનું વિચારતા હોય છે. ઘણી વખત તો તેમના ખુરાપાતી મગજ તેની સફળતાનું કારણ બની જતું હોય છે. આવો જ બનાવ કૌશાંબીના રહેવાવાળા વિવેક પટેલ સાથે બનેલ છે. વિવેક બાળપણથી જ ખુરાપાતી મગજનો છે. તેને ક્યારેય સપનામાં પણ નહી વિચાર્યુ હોય કે બાઈકમાં એન્જીન સાથે કરેલ સામાન્ય ફેરફાર તેનું નસીબ બદલી નાખશે.

તમને જણાવી દઈએ કે વિવેક એક ગરીબ કુટુંબ સાથે સબંધ ધરાવે છે. તેને 12 મુ ધોરણ પાસ કર્યા પછી મોટર સાયકલ રીપેરીંગની દુકાન ઉપર બેસવાનું શરુ કર્યું હતું. ત્રણ વર્ષ પહેલા તેને પોતાના બાઈકના એન્જીનમાં થોડો એવો ફેરફાર કર્યો જેનાથી તેની એવરેજ 153 કી.મી. પ્રતિ લીટરની એવરેજ આપી રહી છે. એટલું જ નહિ એન્જીનમાં આ ફેરફાર કરવાથી તેની સ્પીડ અને પીકઅપમાં કોઈ ફેરફાર નથી થયો.

ત્યાર પછી ધીમે ધીમે વિવેક કાઉંસિલ સાથે સંપર્ક થયો, જ્યાં તેના આઈડિયાને વધુ વિકસાવવામાં આવ્યો. એટલું જ નહી ઉત્તર પ્રદેશ કાઉંસિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી (યુપીસીએસટી) અને મોતીલાલ નહેરુ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી અલ્હાબાદએ તેની આ ટેકનીકને માન્યતા પણ આપી છે. યુપીસીએસટી ના ઇનોવેશન ઓફિસર સંદીપ ત્રિવેદીએ જણાવ્યું કે કાઉંસિલએ ઇનોવેશનની ટેકનીક તરીકે માન્યતા આપવા માટે મોતીલાલ નહેરુ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી અલ્હાબાદના મીકેનીકલ એન્જીનીયરીંગ વિભાગ પાસે તેની ચકાસણી કરાવી. ચકાસણી માં ટેકનીક યોગ્ય ગણવામાં આવી. તેની સાથે જ તેના પેટેંટ રજીસ્ટ્રેશન માટે પણ દાખલ કરાવી છે.

તે ઉપરાંત વિવેકની આ ટેકનીક કટરા ખાતે આવેલ શ્રી માતા વૈષ્ણવ દેવી યુનીવર્સીટી ના ટેકનોલોજી બિજનેશ ઇક્યુંબેસન સેન્ટરમાં શરૂઆત કરવા માટે રજીસ્ટર કરવામાં આવેલ છે. મીકેનીકલ એન્જીનીયરીંગમાં બીટેક કરી ચુકેલા આકાશ શ્રીવાસ્તવ આ પ્રોજેક્ટમાં તેની મદદ લઇ રહ્યો છે. આકાશના મુજબ વિવેકની મદદથી ટેકનોલોજી સુધારો વધારો કરીને ઇંધણ વપરાશમાં જનરેટરની બનાવટ વધારવાનું કામ કરશે. તેના માટે સેન્ટર તરફથી સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ માટે 75 લાખ રૂપિયાની મદદ પણ સ્વીકાર કરવામાં આવેલ છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.