વિવેકાનંદે પોતાના ગુરુ રામકૃષ્ણ પરમહંસને પૂછ્યા હતા આ 11 સવાલ, તમે પણ વાંચો.

સારા લોકો હંમેશા દુઃખ કેમ મેળવે છે? વાંચો વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસને પૂછેલા સવાલોના જવાબ. રામકૃષ્ણ પરમહંસ એક અદ્દભુત સંત હતા. તેમને સંત માનવા ખોટું ગણાય, તે પરમહંસ હતા. હિંદુ ધર્મમાં પરમહંસનું સ્થાન તેમને આપવામાં આવે છે, જે સમાધીના છેલ્લા તબક્કામાં હોય છે. રામકૃષ્ણ પરમહંસે દુનિયાના તમામ ધર્મો અનુસાર સાધના કરીને તે પરમ તત્વને અનુભવ્યો હતો. તેમનામાં ઘણા પ્રકારની સિદ્ધીઓ હતી પરંતુ તે સિદ્ધિઓથી ઉપર જતા રહ્યા હતા.

તેમણે વિવેકાનંદને તેમના શિષ્ય બનાવ્યા, જે બુદ્ધી અને તર્કમાં જીવનારા બાળક હતા. રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદના દરેક પ્રશ્નનું સમાધાન કરી તેમની બુદ્ધીને ભક્તિમાં પરિવર્તિત કરી દીધી હતા. અહિયાં રજુ કર્યા છે રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ વચ્ચે થયેલા એક અદ્દભુત સંવાદના અંશ.

(1) સ્વામી વિવેકાનંદ : હું સમય નથી કાઢી શકતો. જીવન ઝંઝાળથી ભરાઈ ગયું છે.

રામકૃષ્ણ પરમહંસ : કામગીરીઓ તને ઘેરી રાખે છે, પરંતુ ઉત્પાદકતા મુક્ત કરે છે.

(2) સ્વામી વિવેકાનંદ : આજે જીવન આટલું જટિલ કેમ બની ગયું છે?

રામકૃષ્ણ પરમહંસ : જીવનનું વિશ્લેષણ કરવાનું બંધ કરી દો. તે તેને જટિલ બનાવી દે છે. જીવન માત્ર જીવો.

(3) સ્વામી વિવેકાનંદ : તો પછી આપણે હંમેશા દુઃખી કેમ રહીએ છીએ?

રામકૃષ્ણ પરમહંસ : દુઃખી થવું તમારી ટેવ બની ગઈ છે, તેના કારણે તમે ખુશ નથી રહી શકતા.

(4) સ્વામી વિવેકાનંદ : સારા લોકો હંમેશા દુઃખ કેમ ભોગવે છે?

રામકૃષ્ણ પરમહંસ : હીરો ઘસવાથી જ ચમકે છે. સોનાને શુદ્ધ થવા માટે આગમાં તપવું પડે છે. સારા લોકો દુઃખ નથી ભોગવતા પરંતુ પરીક્ષાઓ માંથી પસાર થાય છે. તે અનુભવથી તેમનું જીવન ઉત્તમ બને છે, વ્યર્થ નથી જતું.

(5) સ્વામી વિવેકાનંદ : તમારું કહેવું છે કે એવો અનુભવ જરૂરી હોય છે?

રામકૃષ્ણ પરમહંસ : હા, દરેક સ્થિતિમાં અનુભવ એક કઠોર શિક્ષક જેવો છે. પહેલા તે પરીક્ષા લે છે અને પછી ઉપદેશ આપે છે.

(6) સ્વામી વિવેકાનંદ : સમસ્યાઓથી ઘેરાયેલા રહેવાને કારણે આપણે સમજી જ નથી શકતા કે ક્યાં જઈ રહ્યા છીએ?

રામકૃષ્ણ પરમહંસ : જો તમે તમારી બહાર નજર કરશો, તો જાણી શકશો નહિ કે ક્યાં જઈ રહ્યા છો. તમારી અંદર જુવો. આંખો દ્રષ્ટિ આપે છે. હ્રદય રસ્તો બતાવે છે.

(7) સ્વામી વિવેકાનંદ : શું નિષ્ફળતા યોગ્ય રસ્તા ઉપર ચાલવાથી વધુ પીડાદાયક છે?

રામકૃષ્ણ પરમહંસ : સફળતા તે સંદેશ છે, જે બીજા લોકો નક્કી કરે છે. સંતુષ્ટિનો સંદેશ તમે પોતે નક્કી કરો છો.

(8) સ્વામી વિવેકાનંદ : મુશ્કેલ સમયમાં કોઈ પોતાનો ઉત્સાહ કેવી રીતે જાળવી રાખી શકે છે?

રામકૃષ્ણ પરમહંસ : હંમેશા એ વાત ઉપર ધ્યાન આપો કે તમે અત્યાર સુધી કેટલું ચાલી શક્યા, એ નહિ કે હવે કેટલું ચાલવાનું બાકી છે. જે પણ મેળવ્યું છે, હંમેશા તેને ગણો, જે પ્રાપ્ત નથી થઇ શક્યું તેને નહિ.

(9) સ્વામી વિવેકાનંદ : લોકોની કઈ વાત તમને નવાઈ પમાડે છે?

રામકૃષ્ણ પરમહંસ : જયારે પણ તે મુશ્કેલીમાં હોય છે તો પૂછે છે, ત્યારે જ કેમ? જયારે તે આનંદમાં ડૂબેલા રહે છે, તો ક્યારે પણ નથી વિચારતા, ત્યારે જ કેમ?

(10) સ્વામી વિવેકાનંદ : હું મારા જીવન માંથી સર્વોત્તમ કેવી રીતે પ્રાપ્ત કરી શકુ છું?

રામકૃષ્ણ પરમહંસ : કોઈ પણ પ્રકારના અફસોસ વગર અતીતનો સામનો કરો. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે પોતાના વર્તમાનને સંભાળો. નીડર બનીને પોતાના ભવિષ્યની તૈયારી કરો.

(11) સ્વામી વિવેકાનંદ : એક છેલ્લો પ્રશ્ન. ક્યારે ક્યારે મને લાગે છે કે મારી પ્રાર્થના વ્યર્થ જઈ રહી છે?

રામકૃષ્ણ પરમહંસ : કોઈ પણ પ્રાર્થના વ્યર્થ નથી જતી. પોતાની આસ્થા જાળવી રાખો અને ડરને દુર રાખો. જીવન એક રહસ્ય છે. જે તમારે શોધવાનું છે. તે કોઈ સમસ્યા નથી, જેને તમારે ઉકેલવાની છે. મારો વિશ્વાસ કરો – જો તમે એ જાણી લેશો કે જીવવું કેવી રીતે છે, તો જીવન ખરેખર ઘણું આશ્ચર્યજનક છે.

આ માહિતી વેબ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.