ફક્ત 101 રૂપિયામાં ઘરે લઇ આવો vivo નો 44990 રૂપિયા વાળો સ્માર્ટ ફોન, આ 5 ફોન પર પણ છે ઓફર

ક્રિસમસ અને નવા વર્ષના ખાસ અવસર પર જો તમે એક સારો સ્માર્ટફોન લેવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો અમે તમારા માટે એક સારી જાણકારી લઈને આવ્યા છીએ. જી હાં, નવા વર્ષના અવસર પર લોકો અલગ અલગ સ્ટાઈલમાં ઉજવણી કરવાનું પસંદ કરે છે, પણ દરેક વ્યક્તિ કોઈ ને કોઈ ગિફ્ટ જરૂર લે છે. પછી ભલે પોતાના માટે ફોન લેવો હોય કે પછી કોઈને ગિફ્ટ કરવાનો હોય. ભારતીય પરંપરામાં તો ગિફ્ટ ઘણું વધારે મહત્વ રાખે છે. એવામાં તમે નવા વર્ષના અવસર પર કોઈને ગીફ્ટ આપવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમારા માટે આ સોનેરી અવસર છે. તો ચાલો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું ખાસ છે.

વર્ષની શરૂઆતમાં જો તમારી પાસે એક સારો સ્માર્ટફોન આવી જાય અને એ પણ ઓછા બજેટમાં, તો ભાઈ આખું વર્ષ ખુશ ખુશાલ પસાર થશે. આમ તો નવા વર્ષની ઓફરમાં ઘણી બધી મોબાઈલ કંપનીઓ સારી એવી ઓફર આપે છે, પણ ચીનની કંપની વીવો એક ખાસ ઓફર લઈને આવી છે. જી હાં, વીવો ‘New Phone New You’ ઓફર અંતર્ગત ઘણા સસ્તા ભાવમાં મોબાઈલ આપી રહી છે. અને આ કિંમત ફક્ત 101 રૂપિયા છે. ચોંકતા નહિ, કંપની ખરેખર આ ઓફર અંતર્ગત 101 રૂપિયામાં સ્માર્ટફોન આપી રહી છે. જોકે આમાં કંપનીએ થોડી શરતો પણ લાગુ કરી છે.

વીવો આપી રહી છે શાનદાર ઓફર :

જયારે પણ મોબાઈલ ખરીદવાની વાત થાય છે, તો આપણે સામાન્ય રીતે 5 હજારથી 15 હજાર સુધીનું બજેટ બનાવીએ છીએ. પણ વીવો ફક્ત 101 રૂપિયામાં તમને સ્માર્ટફોન આપી રહી છે. અર્થ સ્પષ્ટ છે કે તમે વીવોનો સ્માર્ટફોન માત્ર 101 રૂપિયામાં ઘરે લાવી શકો છો. એવામાં જો આ નવા વર્ષના અવસર પર તમે સ્માર્ટફોન લેવા વિષે વિચારી રહ્યા છો, તો ઝડપથી વીવોના સ્ટોર પર જાવ અને ત્યાં 101 રૂપિયા આપીને ફોન ઘરે લઈ આવો. પણ એ પહેલા એમની ટર્મ્સ અને કંડિશન જરૂર વાંચી લો.

આ રહી વીવોની ટર્મ્સ અને કંડિશન :

‘New Phone New You’ અંતર્ગત કંપનીએ સ્માર્ટફોન લેવા વાળા ગ્રાહકો માટે થોડી શરતો નક્કી કરી છે. જી હાં, જો તમે આ ઓફર અંતર્ગત સ્માર્ટફોન લેવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો સૌથી પહેલા તમારે પોતાના નજીકના વીવો સ્ટોર અથવા આઉટલેટ પર જવું પડશે. ત્યાં તમારે 101 રૂપિયાનું પેમેન્ટ કરવું પડશે. આ પેમેન્ટ તમે ફક્ત બજાજ ફાઈનાન્સ, HDFC, HDB, કેપિટલ ફર્સ્ટથી જ કરો, ત્યારે જ તમે આ ઓફરનો લાભ ઉઠાવી શકશો. ત્યારબાદ સ્માર્ટફોનની બચેલી કિંમત 6 મહિનાની અંદર કંપનીને આપવી પડશે. સાથે જ જણાવી દઈએ કે આ ઓફર 20 ડિસેમ્બર 2018 થી શરુ થઇ છે અને 30 જાન્યુઆરી 2019 સુધી રહેશે.

‘New Phone New You’ ઓફર અંતર્ગત આ સ્માર્ટફોન ઘરે લાવી શકો છો :

તમને જણાવી દઈએ કે ‘New Phone New You’ ઓફર અંતર્ગત તમે NEX, V11Pro, V11, Y95, Y83Pro & Y81 (4G) સ્માર્ટફોન પોતાના ઘરે માત્ર 101 રૂપિયામાં લઈ જઈ શકો છો. આ બધા સ્માર્ટફોનની કિંમત 10,990 થી શરુ થઈને 44,990 સુધી છે. આ ઓફરમાં સૌથી મોંઘો સ્માર્ટફોન NEX છે, જેની કિંમત 44,990 રૂપિયા છે. તો સૌથી સસ્તો સ્માર્ટ ફોન Y81 (4G) છે, જેની કિંમત 10,990 રૂપિયા છે.