વોટ આપીએ ત્યારે કેમ લગાવવામાં આવે છે આંગળી ઉપર શાહી. ક્યારેથી આ શાહી વાપરવાની શરૂઆત થઇ.

ચૂંટણીનું તારીખની જાહેરાત થતા જ તમામ રાજકીય પક્ષો પણ ઘણી જોશમાં આવી ગઈ છે અને પોતાની જીત માટે ખુબ જોર શોરથી પ્રચાર કરી રહી છે. દર પાંચ વર્ષ પછી આ લોકતંત્ર ચૂંટણી યોજવામાં આવે અને ફરી એક વખત સામાન્ય લોકો વચ્ચે આશાઓ જગાડવામાં આવે છે. આ એક એવી તક હતી જયારે કોઈપણ નાગરિક પોતાની ઈચ્છા મુજબ પોતાની પસંદ કે કોઈને પણ વોટ આપી શકે છે.

આ શાહીનું ગુજરાતી નામ પણ છે અને તે છે અલોપ્ય શાહી.

પરંતુ વોટ ભલે કોઈ પણ સરકારને આપવામાં આવે, તેમાં જે એક કોમન વસ્તુ ખાસ કરીને જોવા મળે છે, તે છે આંગળી ઉપર લગાવવામાં આવતી શાહી. ઘણા ઓછા લોકો હશે જેને આ શાહી લગાવવાની પાછળના કારણ વિષે ખબર હશે. તો આવો આજે આપણે જાણીએ છીએ કે છેવટે કેમ લગાવવામાં આવે છે શાહી.

ગુજરાતમાં ચુંટણી થઇ ગઈ છે અને વોટ પણ આપાઈ ગયા છે પણ ડાબા હાથની પહેલી આંગળી પર શાહીનું નિશાન હજી હશે, તો આપ ખાસ આ શાહીના નિશાનનો ફોટો કોમેન્ટ બોક્ષમાં કોમેન્ટ કરો, ધ્યાન રાખો કે જયારે વોટીંગ કર્યુ હતું એ વખતે જે ફોટો પડેલ તે નહિ, પરંતુ આત્યારે જે આછો થઇ ગયેલ અથવા ફક્ત નખ પર રહી ગયેલ નિશાન ધરાવતો લેટેસ્ટ ફોટો જ મુકવાનો છે.

જો તમે એ જાણવા માગો છો કે કોઈ એ વોટ આપ્યો છે કે નહિ તો તે જાણવાની સૌથી સારી રીત છે, તેમની આંગળી ઉપર એક ખાસ પ્રકારની લાગેલી શાહી. તમે એ તો જાણો છો કે જયારે કોઈ વોટર વોટ આપવા જાય છે, તો તેની આંગળી ઉપર એક વિશેષ પ્રકારની શાહી લગાવી દેવામાં આવે છે, જેને પાણી કે સાબુથી કાઢી નથી શકાતી. અને તે ખોટા વોટથી બચવા માટે લગાવવામાં આવે છે. પરંતુ શું તમે એ જાણો છો કે આ શાહી શું હોય છે અને તે એટલી સરળતાથી દુર કેમ થતી નથી.

આઝાદીના સમયે ન લાગતા હતા આ નિશાન :

ભારત આઝાદ થયા પછી જયારે પહેલી વખત આપણા દેશમાં ચૂંટણી થઇ હતી, તો તે સમયે વોટ નાખ્યા પછી આ શાહી લગાવવામાં આવતી ન હતી. પરંતુ પછી લોકો એ તેનો ગેરલાભ ઉઠાવવાનું શુર કરી દીધું હતું અને ચૂંટણી આયોગને ખોટા વોટની ફરિયાદ આવવા લાગી હતી. આ સમસ્યાના ઉકેલ માટે ચૂંટણી આયોગે એવી શાહી બનાવવાનો વિચાર આવ્યો જેને સરળતાથી ન કાઢી શકાય.

તેના માટે ચૂંટણી આયોગ એ નેશનલ ફીઝીકલ લેબોરેટરી ઓફ ઇન્ડિયા (એનપીએલ) પાસે થી એક એવી શાહી બનાવવા માટે કહ્યું જેને પાણી, સાબુ કે કોઈ રસાયણથી કાઢી ન શકાય, અને પછી નેશનલ ફીઝીકલ લેબોરેટરી ઓફ ઇન્ડિયા (એનપીએલ) એ એવી શાહી બનાવી જેને સરળતાથી ન કાઢી શકાતી હતી.

ત્યાર પછી નેશનલ ફીઝીકલ લેબોરેટરી ઓફ ઇન્ડિયા એટલે કે NPL એ મૈસુર પેન્ટ એંડ વાર્નિશ કંપનીને આ શાહી બનાવવાનો ઓર્ડર આપ્યો. આ શાહી પહેલી વખત ઉપયોગ ૧૯૬૨ ની ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો. અને તે સમયથી અત્યાર સુધી આ શાહીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સૌથી વધુ ઉપયોગ ભારતમાં થાય છે.

બનાવરાવવામાં આવી વિશેષ શાહી :

તમે જોયું હશે કે આ શાહીને તમે કેટલું પણ કાઢવાનો પ્રયાસ કરો તે નથી નીકળતી. તો તેમાં સિલ્વર નાઈટ્રેડ હોય છે, જેને કારણેથી તે શાહી ફોટોસેન્સેટીવ નેચેની બની જાય છે એટલે કે તે પ્રકાશથી પ્રભાવિત થઇ જાય છે. જયારે તે શાહી તડકાના સંપર્કમાં આવે છે, તો ઘણી વધુ પાકી થઇ જાય છે, સાથે જ આ શાહી લગાવવામાં આવે છે, તો ભૂરા રંગની હોય છે પરંતુ લગાવ્યા પછી થોડી વાર પછી તે રીંગણ રંગની થઇ જાય છે.

જયારે એ શાહી તમારી આંગળી ઉપર લગાવવામાં આવે છે, તો તે શાહીમાં રહેલા સિલ્વર નાઈટ્રેડ આપણા શરીરમાં રહેલા મીઠા સાથે ભળીને સિલ્વર કલોરાઈડ બને છે, અને તે સિલ્વર કલોરાઈડ પાણીમાં નથી ભળતા સાથે જ આપણી ત્વચામાં જળવાઈ રહે છે. તેને પાણી સાબુ કે કોઈ રસાયણથી સાફ નથી કરી શકાતી. તેનું જે નિશાન હોય છે તે ત્યારે નીકળે છે જયારે ત્વચા કોશિકાઓ જૂની થઇ જાય છે અને તે દુર કરવા લાગે છે.

ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવતી શાહી ખુબ ઝડપથી સુકાઈ જાય છે અને જેવી જ શાહી આંગળી ઉપર લગાવવામાં આવે છે, તેવી જ તે પોતાનું નિશાન કરી દે છે. તો હવે તમને સારી રીતે સમજાઈ ગયું હશે કે ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવતી શાહી શું હોય છે અને તે કેમ નથી દુર થતી.

ક્યારે કરવામાં આવ્યો શાહીનો ઉપયોગ :

વર્ષ ૧૯૬૨ માં એક વખત ફરીથી ચૂંટણી થઇ તે દરમિયાન પહેલી વખત આ અલોપ્ય શાહીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યાર પછીથી તેને આજ સુધી થતી તમામ ચૂંટણી ઓમાં ઉપયોગ કરવામાં આવે છે. આ શાહીને આંગળી ઉપર લગાવવાનો અર્થ છે કે તે વ્યક્તિ પોતાનો વોટ આપી ચુક્યો છે. સમાચારો મુજબ કહેવામાં આવે છે કે, આ શાહી ૧૫ દિવસ સુધી નથી દુર થતી.

આ માહિતી જીનાસિખો અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.