યુઝર્સ ધ્યાન આપે, પોલીસની આ અપીલને નજર અંદાજ કરશો, તો ચોરી થઇ શકે છે ફોનનો બધો ડેટા.

વોટસઅપ વાપરવા વાળા આ અપીલ ઉપર ધ્યાન આપે, પોલીસની આ અપીલને ધ્યાન બહાર કરી તો ચોરી થઇ શકે છે.

આજના ડીઝીટલ યુગમાં કોઈપણ લોકો મોબાઈલનો ઉપયોગ જરૂર કરતા જ હોય છે, અને જરૂરી પણ છે કેમ કે તેનાથી દરેક કામ ઝડપથી થઇ જતા હોય છે. પરંતુ તે વાપરવામાં પણ ઘણા પ્રકારની કાળજી રાખવાની જરૂર પડે છે. જો કાળજી ન રાખવામાં આવે અને પોલીસની આ અપીલને ગભીરતાથી નહિ લો, તો તમારી અંગત માહિતીની ચોરી થવાનું પણ જોખમ રહે છે.

એવી જ એક બાબત અમે આજે તમને જણાવવા જઈ રહ્યા છીએ. જે અંગે તમે થોડા જાગૃત રહેશો, તો તમે મોટા નુકશાનથી બચી શકો છો, તો આવો જાણીએ કેવા પ્રકારની તકેદારી રાખવાનું આપણેને જણાવી રહ્યા છે. આ અપીલ દ્વારા આપણે સૌને.

જો તમે વોટ્સઅપનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે છે. ઉત્તરાખંડ પોલીસે અપીલ કરી છે કે જો તમે તમારા વોટ્સઅપને અપડેટ ન કર્યું હોય, તો વહેલામાં વહેલી તકે કરી લો.

ઉત્તરાખંડ પોલીસ મહાનિર્દેશક કાયદા વ્યવસ્થા અશોક કુમારે જણાવ્યું છે કે વોટ્સઅપ ઉપર સ્પાઈવેયર બગનો હુમલો થયો છે. જેની જાણ વોઈસ કોલના ફીચરથી થઇ છે.

આ બગ ઘણી ખતરનાક છે. તે તમારી અંગત માહિતીઓ (જેવો કે ફોટા, વિડીયો, મેસેજ, મોબાઈલના તમામ નંબર, કોલડીટેલ વગેરે) ચોરી થઇ શકે છે.

આ સ્પાઈવેયર બગ વોટ્સઅપ કોલ દ્વારા તમારા ફોનમાં સ્પાઈવેયર ઈંસ્ટોલ કરી દે છે. હા, વોટ્સઅપ અપડેટ કર્યા પછી તેને એનએસઓના સ્પાઈવેયર દ્વારા હેક નથી કરી શકાતું.

એટલા માટે પોલીસે અપીલ કરી છે કે યુઝર્સ પોતાના વોટ્સઅપ એકાઉન્ટને ગુગલ પ્લે સ્ટોર કે પછી એપ સ્ટોરથી તરત અપડેટ કરો. ઉત્તરાખંડ પોલીસે આ માહિતીને પોતાના ફેસબુકના પેઝ ઉપર પણ શેર કરી છે.

ટેકનોલોજી ઉપયોગની સાથે સાથે તેના ગેરફાયદા પણ ખાસ જાણી લેવા જોઈએ, જેથી ક્યારેય આપણે આપણે એવી કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં ના ફસાઈ જઈએ કે પછી માથે હાથ દઈને બેસી રહેવું પડે, પછી આપણા હાથમાં કોઈ વસ્તુ ના હોય.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.