તહેવારોથી ભરપૂર છે ઓક્ટોબર મહિનો, જાણો વ્રત, તહેવાર વિશેની દરેક માહિતી
આજે અમે તમારા માટે ઓક્ટોબર મહિનામાં આવનારા વ્રત અને તહેવારોની સંપૂર્ણ યાદી અને તેની સાથે જોડાયેલી મહત્વપૂર્ણ જાણકારી લઈને આવ્યા છીએ. તો ચાલો સમય બગાડ્યા જાણી લઈએ કે, ઓક્ટોબર મહિનામાં કયા વ્રત અને તહેવાર કઈ તારીખે ઉજવવામાં આવશે.
01 ઓક્ટોબર 2020 – ગુરુવાર – આસો પુનમ, પુનમ ઉપવાસ. હિંદુ ધર્મમાં પુનમ તિથિનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. દરેક માસમાં એક પુનમ તિથી આવે છે અને દરેક પુનમ તિથીનું પોતાની રીતે અલગ મહત્વ હોય છે. પરંતુ આ બધી પુનમ તિથિમાંથી અમુક પુનમ ઘણી જ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
02 ઓક્ટોબર 2020 શુક્રવાર – ગાંધી જયંતી. દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ આખો દેશ આપણા રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીના જન્મ દિવસના રૂપમાં ગાંધી જયંતીનું પર્વ ઉજવે છે. 2 ઓક્ટોમ્બર 1869 ના રોજ મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદરના કાઠીયાવાડમાં થયો હતો.
05 ઓક્ટોબર 2020 – સોમવાર – સંકષ્ટી ચોથ અને માસિક કાર્તીગાઈ. હિંદુ ધર્મમાં ભગવાન ગણેશને પ્રથમ પૂજનીય સ્થાન આપવામાં આવ્યું છે. કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા આપણે ભગવાન ગણેશની પૂજા જરૂર કરીએ છીએ. ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે તેમની એક ખાસ પૂજા-વ્રતનું વિધાન જણાવવામાં આવ્યું છે જેને સંકષ્ટી ચોથ કહેવામાં આવે છે.
માસિક કાર્તીગાઈ દીપમ ખાસ કરીને તમિલ હિંદુઓ દ્વારા ઉજવવામાં આવતો એક મોટો તહેવાર હોય છે. તમિલ હિંદુઓ દ્વારા ઉજવવામાં આવતા તમામ તહેવારમાં આ સૌથી જુનો અને સૌથી મહત્વનો તહેવાર માનવામાં આવે છે.
07 ઓક્ટોબર 2020 – બુધવાર – રોહિણી વ્રત. રોહિણી વ્રત પરણિત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્યની કામના માટે રાખે છે. આ દિવસે ઘર અને જીવનમાં સુખ શાંતિની કામના માટે પણ વ્રત રાખવામાં આવે છે.
09 ઓક્ટોબર 2020 – શુક્રવાર – કાલાષ્ટમી. કાલાષ્ટમીના દિવસે ભગવાન શિવના વિગ્રહ રૂપ કાળ ભૈરવની પૂજાનું વિધાન જણાવવામાં આવ્યું છે. કાલાષ્ટમીનું વ્રત દરેક મહિનાના વદ પખવાડીયાની આઠમ તિથીના દિવસે રાખવામાં આવે છે.
13 ઓક્ટોબર 2020 – મંગળવાર પરમ એકાદશી. પરમ એકાદશી જેને ઘણી જગ્યાએ પુરુષોત્તમ અગિયારસ પણ કહેવામાં આવે છે, તે અધિક માસના વદ પખવાડિયાની અગિયારસની તિથીને ઉજવવામાં આવે છે.
14 ઓક્ટોબર 2020 – બુધવાર – પ્રદોષ વ્રત. પ્રદોષ વ્રતનો સીધો સંબંધ ભગવાન શિવ અને માતા પાર્વતી સાથે જોડીને જોવામાં આવે છે. સુદ પખવાડિયુ અને વદ પખવાડિયાની તેરસની તિથિએ પ્રદોષ વ્રત મનાવવામાં આવે છે.
15 ઓક્ટોબર 2020 – ગુરુવાર – માસિક શિવરાત્રી. હિંદુ ધર્મ અને હિંદુ માન્યતા મુજબ ભગવાન શિવની કૃપા મેળવવા માટે કરવામાં આવતા મહા શિવરાત્રી અને માસિક શિવરાત્રી વ્રતનું ઘણું મહત્વ જણાવવામાં આવ્યું છે. વર્ષના દરેક મહિનાના વદ પખવાડીયાની ચૌદશને માસિક શિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે.
16 ઓક્ટોબર 2020 – શુક્રવાર – આસો અમાસ, દર્શ અમાસ, અધિક માસ પૂરો. હિંદુ શાસ્ત્રોમાં દર્શ અમાસનો દિવસ ખુબ જ શુભ માનવામાં આવે છે. સુદ પખવાડિયાના છેલ્લા દિવસે દર્શ અમાસ આવે છે. આ રાત્રે ચદ્રના દર્શન નથી થતા.
17 ઓક્ટોબર 2020 – શનિવાર – ચંદ્ર દર્શન, નવરાત્રી શરુ, ઘટસ્થાપના, મહારાજા અગ્રસેન જયંતી, તુલા સંક્રાંતિ. હિંદુઓનું એક મુખ્ય પર્વ નવરાત્રી દેવી શક્તિ એટલે કે માં દુર્ગાની ઉપાસનાનો ઉત્સવ છે. આ વર્ષે 17 ઓક્ટોબર, શનિવારથી શરદ નવરાત્રી શરુ થઇ રહી છે. તે સિવાય સૂર્ય જયારે એક રાશીમાંથી બીજી રાશીમાં પ્રવેશ કરે છે, તો તે સ્થિતિને જ સંક્રાંતિ કહે છે. હિંદુ કેલેન્ડર મુજબ તુલા સંક્રાંતિ આસો મહિનામાં આવે છે, આ વર્ષે તુલા સંક્રાંતિ 17 ઓક્ટોબર, શનિવારે આવી રહી છે.
17 ઓક્ટોબર, શનિવારના રોજ મહારાજા અગ્રસેન જયંતી પણ ઉજવવામાં આવશે. ક્ષત્રીય કુળમાં જન્મેલા મહારાજા અગ્રસેનને વૈશ્ય એટકે કે અગ્રવાલ સમાજના જનક કહેવામાં આવે છે. તે રામ રાજ્યના સમર્થક છે, તે મહા દાની અને સમાજ-વાદના કાર્ય કરવાવાળા રાજા હતા.
20 ઓક્ટોબર 2020 – મંગળવાર – વિનાયક ચતુર્થી, લલીતા પંચમી. કોઈ પણ પૂજા કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવાનું વિધાન છે. તેવામાં ભગવાન ગણેશની ખાસ પૂજા માટે આ તિથિને વિનાયક ચતુર્થીના વ્રત માટે સમર્પિત કરવામાં આવી છે. તે સિવાય લલીતા પંચમીના દિવસે શક્તિ સ્વરૂપ લલીતા દેવી જે માતા પાર્વતીનું રૂપ છે, તેમની પૂજા કરવામાં આવે છે. શરદ નવરાત્રીનો પાંચમો દિવસ માતા લલીતાને સમર્પિત છે.
21 ઓક્ટોબર 2020 – બુધવાર – સરસ્વતી આવાહન, બિલ્વ નિમંત્રણ, સ્કંદ ષષ્ઠી, કલ્પારમ્ભ, અકાળ બોધન. કલ્પારમ્ભ કે જેને કાળ પ્રારંભ પણ કહેવામાં આવે છે, તે ક્રિયા સવારે કરવાની વિધિ બતાવવામાં આવી છે. સવારે લોટા કે કળશમાં જળ ભરીને દેવી દુર્ગાને સમર્પિત કરીને તેમની સ્થાપના કરવામાં આવે છે.
22 ઓક્ટોબર 2020 – ગુરુવાર – સરસ્વતી પૂજા, નવ-પત્રિકા પૂજા. દુર્ગા પૂજાના છઠ્ઠા દિવસે જ્યાં કલ્પારમ્ભ પરંપરા નિભાવવામાં આવે છે તો સાતમાં દિવસે નવ-પત્રિકા પરંપરાનું આયોજન થાય છે. નવ-પત્રિકાને ઘણી જગ્યાએ નબપ્રિકા પૂજનના નામથી પણ ઓળખવામાં આવે છે.
23 ઓક્ટોબર 2020 – શુક્રવાર – નવપદ ઓલી પ્રારંભ, સરસ્વતી બલીદાન, સરસ્વતી વિસર્જન.
24 ઓક્ટોબર 2020 – શનિવાર – દુર્ગા અષ્ટમી, સંધી પૂજા, મહા નવમી. નવરાત્રીના નવમાં અને છેલ્લા દિવસે માં સિદ્ધીદાત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસને નવમી કે મહાનવમી પણ કહે છે. માન્યતા છે કે માં દુર્ગાનું આ સ્વરૂપ દરેક પ્રકારની સિદ્ધીઓ પ્રદાન કરનારુ છે.
25 ઓક્ટોબર 2020 – રવિવાર – દુર્ગા બલીદાન, આયુધ પૂજા, દક્ષીણ સરસ્વતી પૂજા, બંગાળ મહા નવમી, દશેરો, વિજયાદશમી, બુદ્ધ જયંતી. માં દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે નવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે, અને નવરાત્રી પછી ઉજવવામાં આવે છે દશેરો. દશેરાને ક્યાંક વિજયાદશમી તો ક્યાંક આયુધપૂજાના નામથી પણ ઓળખવામાં આવે છે.

26 ઓક્ટોબર 2020 – સોમવાર – દુર્ગા વિસર્જન, બંગાળ વિજયાદશમી, મૈસુર દસરા, વિદ્યારમ્ભ્મનો દિવસ, મધ્વાચાર્ય જયંતી. 9 દિવસ સુધી ચાલતી દુર્ગા પૂજાનું સમાપન દુર્ગા વિસર્જન સાથે થાય છે. આ તહેવારનું મહત્વ આખા દેશમાં જોવા મળે છે, જેમાં લોકો અલગ અલગ રીતે માં દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરે છે અને તેમને પ્રસન્ન કરાના પ્રયત્ન કરે છે.
27 ઓક્ટોબર 2020 – મંગળવાર – પપાંકુશા એકાદશી, પદ્મનાબ એકાદશી. આસો સુદ એકાદશીને તમામ પાપોનો નાશ કરનારી એકાદશી માનવામાં આવે છે. તેને ઘણી જગ્યાએ પાપાંકુશા એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે લોકોએ વિધિ પૂર્વક ભગવાન પદ્મનાભની પૂજા કરવાનું વિધાન જણાવ્યું છે.
28 ઓક્ટોબર 2020 – બુધવાર – પ્રદોષ વ્રત. પ્રદોષ વ્રતને એક અતિ શુભ અને ખુબ જ ફળદાયક વ્રત ગણવામાં આવે છે. માન્યતા છે કે પ્રદોષ વ્રત કરવાવાળા લોકોને તમામ ઇચ્છિત ફળની પ્રાપ્તિ પણ જરૂર થાય છે.
29 ઓક્ટોબર 2020 – ગુરુવાર – મિલાદ ઉન-નબી, ઈદ-એ-મિલાદ.
30 ઓક્ટોબર 2020 – શુક્રવાર – કોજાગર પૂજા, શરદ પુનમ. શરદ ઋતુમાં આવતી પુનમનું ઘણું વિશેષ મહત્વ માનવામાં આવે છે. માન્યતા મુજબ માનવામાં આવે છે કે, શરદ પુનમના દિવસે ચંદ્ર સંપૂર્ણ, સોળે કળાએ ખીલેલો હોય છે. કહેવામાં આવે છે કે આ દિવસે ચંદ્ર પાવન અમૃત વરસાવે છે, જેથી ધન-ધાન્ય, પ્રેમ અને સારા આરોગ્યનું વરદાન પ્રાપ્ત થાય છે.
31 ઓક્ટોબર 2020 – શનિવાર – આસો પૂર્ણિમા, પુનમ ઉપવાસ, વાલ્મીકી જયંતી, મીરાબાઈ જયંતી, નવપદ ઓલી પૂર્ણ. પૌરાણીક માન્યતાઓ મુજબ એવું માનવામાં આવે છે કે, આસો પુનમના દિવસે ધનની દેવી માં લક્ષ્મીનો જન્મ થયો હતો. તે ઉપરાંત શ્રીકૃષ્ણએ પણ આ દિવસે વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસ રચ્યો હતો.
હિંદુ કેલેન્ડર મુજબ આસો માસની શરદ પુનમના દિવસે દર વર્ષે મીરાબાઈની જન્મ જયંતી ઉજવવામાં આવે છે. શ્રીકૃષ્ણને લઈને પોતાના અસીમ પ્રેમ માટે પ્રસિદ્ધ મીરાબાઈ એક સંત હોવાની સાથે સાથે હિંદુ આદ્યાત્મિક કવીયેત્રી પણ હતી. વૈદિક કાળના મહાન ઋષીઓમાં સૌથી પહેલું નામ સંસ્કૃત ભાષામાં રામાયણની રચના કરવાવાળા ‘મહર્ષિ વાલ્મીકી’ નું આવે છે. તેમના જન્મ દિવસને વાલ્મીકી જયંતી પર્વના રૂપમાં ઉજવવાની પરંપરા છે.
આ માહિતી એસ્ટ્રોસાગે અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.