વૃંદાવનમાં રાત્રે ભગવાન કૃષ્ણ ની લીલા જોવા માટે નિધિવનમાં છુપાઈ ગઈ છોકરી, જાણો શું થયું જ્યા રાત્રે રહેવાની મનાઈ છે

ભગવાન શ્રી કૃષ્ણના સાક્ષાત દર્શનની આશા માટે વૃંદાવનમાં આવેલી પટનાની યુવતી સોમવારની સાંજે નિધિવનમાં છુપાઈને બેસી ગઈ. સેવાયત ગોસ્વામીએ યુવતીને ત્યાંથી જતા રહેવા માટે સમજાવી, પરંતુ તે પોતાની જિદ્દ ઉપર અડગ રહી. ત્યાર પછી પોલીસને બોલાવવી પડી જે પછી એક સામાજિક કાર્યકર્તાની મદદથી યુવતીને બહાર કાઢી.

પોલીસે પટનામાં યુવતીના કુટુંબીજનોને જાણ કરી જે બુધવારે તેને પોતાની સાથે લઇ ગયા. ડીગ્રી કોલેજની પ્રવક્તા અને સામાજિક કાર્યકર્તા લક્ષ્મી ગૌતમેં જણાવ્યું કે યુવતી મેડીકલ પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહી છે. તે આરોગ્ય તપાસના નામ ઉપર પિતા પાસેથી દોઢ હજાર રૂપિયા લઈને વૃંદાવન આવી ગઈ. યુવતીએ શનિવારે અને રવિવારે પણ મંદિરમાં રોકાવાનો પ્રયાસ કર્યો. પરંતુ પુજારીએ રોકાવા ન દીધી.

નિધિવન રાજ મંદિરના સેવાયત ગોસ્વામી ભીકચંદે જણાવ્યું કે, ઠાકોરજીને શયન કરાવ્યા પછી હંમેશા વનનું નિરીક્ષણ કરું છું કે ક્યાંક શ્રદ્ધાળુ ભગવાનના દર્શનની લાલસાને વશીભૂત થઇને ત્યાં છુપાયેલા તો નથીને.

તેમણે જણાવ્યું કે સોમવારે પણ જયારે તેમણે યુવતીને ત્યાં જોઈ તો પહેલા તેને સમજાવી, પરંતુ તે જિદ્દ ઉપર અડગ રહી તેથી, પોલીસની મદદ લીધી.

વૃંદાવન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ફૂલચંદ વર્માએ જણાવ્યું, યુવતી પટનાથી આવી હતી. તેના પિતા દાળના વેપારી છે. સોમવારે તેને નિધિ વનમાંથી બહાર કાઢ્યા પછી મહિલા સામાજિક કાર્યકર્તાને સોંપીને તેના પિતાની રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું. આજે તેના પિતા અહિયાં આવ્યા ત્યારે યુવતીને સોપી દેવામાં આવી છે.

વૃંદાવનનું નિધિવન

સદીઓથી માન્યતા ચાલી આવે છે કે આ વનમાં રોજ મધ્ય રાત્રીના સમયે શ્રીરાધા-કૃષ્ણ આવે છે અને ૧૬ હજાર ગોપીઓ સાથે રાસ રમે છે. આ અદ્દભુત વન વિષે એવું પણ કહેવામાં આવે છે કે અહિયાં રાત્રે ભગવાન શ્રીકૃષ્ણ વાંસળી વગાડે છે, જેના મધુર સુર સાંભળી શકાય છે. શ્રી રાધારાણી અને ગોપીઓના નુંપુરના સુર પણ સાંભળી શકાય છે. આસ્થાના પ્રતિક નિધિવનમાં એક રંગ મહેલ પણ સ્થાપિત છે.

માનવામાં આવે છે કે રાસ પછી અહિયાં શ્રીરાધા-કૃષ્ણ વિશ્રામ કરે છે. અહિયાં તેમના વિશ્રામ માટે ચંદનનો પલંગ લગાવવામાં આવે છે. સવારે અહિયાં પથારી જોવાથી પ્રતીત થાય છે કે અહિયાં ચોક્કસ કોઈ રાત્રી સમયે વિશ્રામ કરવા આવે છે. નિધિવનમાં ૧૬ હજાર વૃક્ષ છે જે એકબીજા સાથે વીંટળાયેલા છે. માન્યતા છે કે તે જ રાત્રે ભગવાન શ્રીકૃષ્ણની ૧૬ હજાર રાણીઓ બનીને તેની સાથે રાસ રમે છે.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.