વૃશ્ચિક રાશિમાં આવી રહ્યા છે બુધ, આ 5 રાશિઓ માટે છે ખુશખબર

બુદ્ધિ અને વાણીના કારક ગ્રહ બુધ 5 ડિસેમ્બર, ગુરુવારના રોજ રાશિ બદલવા જઈ રહ્યા છે. બુધ સવારે 10 વાગ્યેને 46 મિનિટ પર વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. આ પહેલા બુધ 7 નવેમ્બરે તુલા રાશિમાં વિરાજમાન હતા. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર માનવામાં આવે તો, આ બુધ ગોચરનો બધી રાશિઓના લોકો પર સારો પ્રભાવ જોવા મળી શકે છે.

મેષ રાશિ :

આ સમયગાળા દરમિયાન બુધ તમારી રાશિના આઠમા ભાવમાં રહેશે. આ સમયગાળામાં, જ્યાં તમને આર્થિક ક્ષેત્રે લાભ મળશે, બીજી તરફ તમને કાર્યક્ષેત્રમાં પણ અડચણોનો સામનો કરવો પડી શકે છે. પારિવારિક જીવનમાં કોઈ પ્રકારની સમસ્યાઓ આવી શકે છે. વૈવાહિક જીવનમાં જીવનસાથી તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. તેમ છતાં આરોગ્ય માટે ગોચર અનુકૂળ નથી. અચાનક યાત્રાના યોગ બનશે.

વૃષભ રાશિ :

બુધ તમારી રાશિથી સાતમા ભાવમાં પ્રવેશ કરશે. સાતમા ઘરનો સીધો સંબંધ પરિણીત જીવન સાથે છે, એટલે ચોક્કસ તમારું લગ્ન જીવન પ્રભાવિત થશે. આ સમય દરમિયાન પતિ-પત્ની વચ્ચે પ્રેમનું વાતાવરણ રહેશે. બાળકો માટે સમય અનુકૂળ છે. નોકરી કરતા અને વેપારી વર્ગના લોકોને લાભ મળવાની સંભાવના છે.

મિથુન રાશિ :

બુધ તમારી રાશિથી છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. જ્યોતિષ શાસ્ત્રમાં આ ભાવને શત્રુ ભાવ કહેવામાં આવે છે. વિરોધીઓ, રોગ, વેદના, નોકરી, સ્પર્ધા, રોગ પ્રતિકારક શક્તિ, લગ્નજીવનમાં જુદાઈ અને કાનૂની વિવાદો આ ભાવનાથી જોવામાં આવે છે. બુધનું ગોચર તમારા માટે સારા સંકેત આપી રહ્યું નથી. વૈવાહિક જીવનમાં પણ મુશ્કેલીઓ આવી શકે છે. તમારા જીવનસાથી સાથે તાલમેલ બનાવીને ચાલવું સારું રહેશે.

કર્ક રાશિ :

બુધ તમારી રાશિથી પાંચમા ભાવમાં ગોચર કરશે. કુંડળીમાં આ ભાવને સંતાન ભાવના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ભાવ સાથે રોમાંસ, બાળકો, સર્જનાત્મકતા, બૌદ્ધિક ક્ષમતા, શિક્ષણ અને નવી તકોને જોવામાં આવે છે. આ સમય દરમિયાન તમને સર્જનાત્મક કાર્યોમાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેથી, જે લોકો કોઈપણ સર્જનાત્મક કાર્ય સાથે સંકળાયેલા છે, તેમના માટે સમય પડકારજનક રહેવાનો છે. કારકીર્દિ અને સંબંધની દ્રષ્ટિએ આ ગોચર સારું માનવામાં આવે છે.

સિંહ રાશિ :

બુધ તમારી રાશિથી ચોથા ભાવમાં ગોચર કરી રહ્યો છે. કુંડળીના ચોથા ભાવને સુખ ભાવ કહેવામાં આવે છે. સિંહ રાશિવાળા માટે બુધનું ગોચર અનુકૂળ રહેશે. પારિવારિક સ્વાસ્થ્યમાં સુધાર આવશે. સમાજમાં તમારું માન અને સન્માન પણ વધશે અને તમારી લોકપ્રિયતા પણ વૃદ્ધિ થશે. ઓફિસમાં સિનિયરો તમારી મહેનત અને સમર્પણની પ્રશંસા કરશે.

કન્યા રાશિ :

બુધ તમારી રાશિથી ત્રીજા ભાવમાં જશે. કન્યા રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધશે. નાના ભાઈ-બહેનો માટે ગોચર અનુકૂળ રહેશે. આ સમય દરમિયાન, તેઓને તેમના કાર્યમાં પ્રગતિ મળશે. તમારા ક્રોધને નિયંત્રણમાં રાખો, નહીં તો ઝઘડાને કારણે તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. નાની મોટી યાત્રાઓના યોગ પણ બની રહ્યા છે.

તુલા રાશિ :

બુધ તમારી રાશિથી બીજા ભાવમાં ગોચર કરશે. પારિવારિક જીવન માટે ગોચર શુભ છે. આ સમય દરમિયાન, પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સંવાદિતા વધશે. આર્થિક દ્રષ્ટિએ, ગોચર શુભ છે. આ સમય દરમિયાન તમે પૈસા બચાવવામાં સફળ થઈ શકો છો. આવકના સાધનોમાં પણ વધારો થવાની સંભાવના છે. તમે તમારા જૂના દેવાની ચૂકવણી કરવામાં સફળ થશો. જો આ દરમિયાન, તમે કોઈ બેંક અથવા કોઈ અન્ય નાણાકીય સંસ્થા પાસેથી લોન માટે અરજી કરી છે, તો તે અરજી તમારી સ્વીકાર્ય હશે.

વૃશ્ચિક રાશિ :

બુધ ગ્રહ તમારી જ રાશિમાં ગોચર કરશે જે તમારા પ્રથમ ભાવ એટલે લગ્ન ભાવમાં સ્થિત થશે. બુધનું ગોચર વૃશ્ચિક રાશિના લોકોના સ્વાસ્થ્યમાં નકારાત્મક પ્રભાવ પાડી શકે છે. આ સમય દરમિયાન તમે માનસિક અવસાદનો પણ શિકાર થઈ શકો છો. પરિવારજનો સાથે કોઈ વાતને લઈને વાદ-વિવાદ તર્પણ થઈ શકે છે.

ધનુ રાશિ :

બુધ તમારી રાશિમાં બારમા ભાવમાં પ્રવેશ કરશે. બુધનું ગોચર તમારા ખર્ચમાં વધારો કરશે. બિન જરૂરી કારણોથી પણ તમારા હાથે પૈસા ખર્ચ થઈ શકે છે. ધન અથવા પૈસાની બાબતમાં કાળજી રાખવી પડશે, નહિ તો ઘન હાનિ પણ સંભવ છે. આ સમયમાં શેયર બજારમાં રોકાણ કરવું તમારા માટે ફાયદાનો સોદો નહિ હોય. એના સિવાય સટ્ટા, જુગાર વગેરેથી પણ પોતાને દૂર રાખો. કરિયરના હિસાબે બુધનું ગોચર તમારા માટે સારું સાબિત થઈ શકે છે.

મકર રાશિ :

બુધ તમારી રાશિથી અગિયારમા ભાવમાં સ્થિત થશે. કુંડળીમાં અગિયારમા ભાવને આવકનો ભાવ કહેવામાં આવે છે. બુધનું ગોચર મકર રાશિના લોકો માટે શુભ ફળદાયી થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન આવકમાં વધારો થશે. વેપાર કરનારાઓને વેપારમાં વધુ લાભ મળશે. જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા છે, તો તમે તે પૈસા પણ પાછા મળી શકે છો.

કુંભ રાશિ :

બુધ તમારી રાશિમાં દશમાં ભાવમાં ગોચર કરશે. જ્યોતિષમાં દશમો ભાવ કરિયર અને પ્રોફેશનલ, પિતાની સ્થિતિ, રાજનીતિ અને જીવનના લક્ષ્યની વ્યાખ્યા કરે છે. સારા ફળ મેળવવા માટે તમારે મહેનત કરવી પડશે. પિતાના સ્વાસ્થ્ય માટે બુધનું આ ગોચર અનુકૂળ નથી. જીવનસાથી વિપરીત પરિસ્થિતિઓમાં ન ફકર તમારો સાથે નિભાવશે, પણ તે તમારી હિમ્મત પણ બનશે.

મીન રાશિ :

બુધ તમારી રાશિથી નવમાં ભાવમાં ગોચર કરશે. જ્યોતિષમાં નવમાં ભાવને ભાગ્ય ભાવ કહે છે. આ સમયમાં તમારું ભાગ્ય તમારી સાથે હશે. ઓછી મહેનત છતાં પણ તમને સફળતા પ્રાપ્ત થશે. વૈવાહિક જીવનમાં જીવનસાથીના કારણે તમને સમાજમાં માન-સમ્માન પ્રાપ્ત થશે. આર્થિક લાભના યોગ પણ છે. ધનની બચત કરવામાં તમે સફળ થશો.