વૃષભ રાશિના લોકોનો આ ઉંમરની વચ્ચે થાય છે ભાગ્યોદય, આ 5 વર્ષ આપે છે કષ્ટ

વૃષભ રાશિના લોકો માટે કૃતિકાના ત્રણ ચરણ, રોહિણી નક્ષત્રના ચાર ચરણ અને મૃગશિરા નક્ષત્રના બે ચરણ એટલે કુલ 9 ચરણના એક અલગ લગ્ન હોય છે. વૃષભ લગ્ન વાળા લોકો સામાન્ય રીતે રજોગુણી, પૃથ્વી તત્વ, સુંદર શરીર વાળા, શાંતિપ્રિય, ધૈર્યવાન, કષ્ટોને સહન કરવા વાળા, ગૌર વર્ણ અને કલાઓમાં નિપુણ હોય છે. વાયુ પ્રકૃતિ હોવાને કારણે તામસિક ગુણોથી યુક્ત થઈ જાય છે. તે દયાળુ, સ્નેહી અને સૌના વિશ્વસનીય હોય છે.

જ્યોતિષાચાર્ય ડોક્ટર મસ્તરામ શર્માએ જણાવ્યું છે કે, આ લોકો માટે કષ્ટકારી વર્ષ 1, 28, 33, 44 અને 61 હોય છે. એવું જોવામાં આવ્યું છે કે, વૃષભ લગ્ન વાળા વ્યક્તિ માટે આ રાશિના સ્વામી શુક્ર હોય છે. પાંચમા નવાંશમાં જો કોઈ વ્યક્તિ જન્મ્યો હોય, તો પોતાના નિવાસમાં હોવાને કારણે એવા વ્યક્તિ બધી કલાઓમાં નિપુણ હોય છે. શનિ ગ્રહ આ લોકો માટે વિશેષ ભાગ્યશાળી હોય છે.

આ લોકોનો ભાગ્યોદય 36 થી 42 વર્ષની વચ્ચે થાય છે. જયારે લગ્નથી નવમાં ભાવ અને દશમાં ભાવના સ્વામી શનિની મહાદશા, અંતર્દશા લોકો માટે આવે છે, તો તે વ્યક્તિ રાજયોગને પ્રાપ્ત કરે છે. લગ્નથી ચોથા ભાવના સ્વામી સૂર્ય હોવાને કારણે એમને જમીન, મિલ્કત અને માતૃ સુખની પ્રાપ્તિ થાય છે. સામાન્ય રીતે એવી જોવામાં આવ્યું છે કે, શુક્ર, ચંદ્ર, ગુરુ વૃષભ લગ્ન વાળા માટે વિશેષ રૂપથી સુખદાયી નથી હોતા. વૃષભ લગ્નના લોકો માટે ત્રીજું અને આઠમું સ્થાન આયુષ્યનું માનવામાં આવ્યું છે.

ત્રીજા સ્થાન અને આઠમા સ્થાનથી બારમા ભાવ એટલે કે બીજો ભાવ અને સાતમો ભાવ માર્કેશ કહેવાય છે. આ ગ્રહોની દશા, મહાદશા જયારે પણ આવે છે તો કષ્ટ સહન કરવું પડે છે. એમાં જો કોઈ વ્યક્તિ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરાવે છે, તો સ્વાસ્થ્ય લાભ થાય છે. ગુરુ વિશેષ રૂપથી કષ્ટદાયી હોય છે. જ્યાં શુક્ર ગ્રહ લગ્નનું પ્રતિનિધિત્વ કરે છે, એમાં વ્યક્તિ માટે ૐ દ્રાંમ દ્રીમ દ્રૌમ સઃ શુકરાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.

છાતી અને પેટ સાથે સંપન્ન થતા રોગોથી સાવધાન રહેવું જોઈએ. ગરમ અને ચીકણાઈ વાળું ભોજન હાનિકારક સાબિત થઈ શકે છે. ઉતાવળમાં કામો ન કરવા. પોતાના સ્વભાવ પર ધ્યાન આપવું જોઈએ અને બીજાની સલાહ લઇને પોતાનું કામ કરો. આ લગ્નના લોકો દયાળુ હોવાને કારણે પોતાની બધી મનોકામનાઓ પુરી કરવા વાળા હોય છે. આવા લોકો વધારે ધનવાન, જમીનના માલિક હોય છે. અનેક પ્રકારના સાહિત્ય, સંગીત અને કળા પ્રેમી હોવાને કારણે એમનું નામ બધાની જીભ પર હોય છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.