વૃષભ વાર્ષિક રાશિફળ 2020 : નવા વર્ષમાં કરિયર અને વૈવાહિક જીવન બંનેમાં મળશે સફળતા, જાણો આખા વર્ષનું રાશિફળ.

વૃષભ રાશી : આ વર્ષ તમારા માટે આશાઓ ભરેલું રહેશે. તમને નવી ઉપલબ્ધીઓ પ્રાપ્ત થશે. શુક્ર તમારી રાશિના ભાગ્ય સ્થાનમાં બિરાજમાન છે. જે તમારા માટે આ વર્ષને પ્રગતી ભરેલું રહેવાના સંકેત આપી રહ્યા છે. વર્ષની શરુઆતમાં શનીને કારણે થોડી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ શનીના રાશી પરિવર્તન સાથે શની સાડાસાતીની અસર દુર થતા જ તમારા માટે સમય સારો શરુ થઇ જશે.

વર્ષની શરૂઆતમાં ગુરુના અષ્ટમ ભાવમાં અષ્ટમેશ થઈને બિરાજમાન થવાથી આરોગ્ય ઉપર તેની નકારાત્મક અસર પડી શકે છે. પેટ સંબંધી રોગ વધુ તકલીફ કરી શકે છે.

આ રાશી વાળા માટે નવું વર્ષ આશાઓથી ભરેલું રહેવાનું છે. તમને તમારા તમામ કાર્યોમાં સફળતા મળવાના પ્રબળ અણસાર દેખાઈ રહ્યા છે. તમારી રાશિના સ્વામી શુક્ર તમારી રાશીના ભાગ્ય સ્થાન ઉપર બિરાજમાન છે. જેના કારણે તમને ૨૦૨૦ વર્ષ ઘણું પ્રગતી ભરેલું રહેવાનું છે. અને આ વર્ષ પાંચગ્રહી યોગ પણ ઉભા થશે. જે તમારી ઉપર ઘણી શુભ અસર નાખવાનું છે. મંગલના સપ્તમ ભાવમાં સ્વરાશીગત હોવાથી તમને નવા વર્ષમાં વિવાહિત જીવન અને બિજનેસ બનેમાં સફળતા મળવાના યોગ ઉભા થઇ રહ્યા છે.

વર્ષની શરુઆતમાં શની તમારી કુંડળીના ૧૨માં સ્થાનમાં હોવાથી થોડા નકારાત્મક પ્રભાવ કરી શકે છે. જેના દ્વારા તમારા શરુઆતમાં થોડા કામ સુધરતા સુધરતા બગડી શકે છે. તે દરમિયાન તમારે આત્મવિશ્વાસ જાળવી રાખવો પડશે. પરંતુ ૨૪ જાન્યુઆરીના રોજ શનીના રાશી પરિવર્તન સાથે તમારી રાશીની સાડાસાતી માંથી મુક્તિ મળી જશે.

વર્ષની શરુઆતમાં ગુરુના અષ્ટમ ભાવમાં અષ્ટમેષ થઈને બિરાજમાન થવાથી તમારા આરોગ્ય ઉપર તેની નકારાત્મક અસર પડી શકે છે. પેટ સંબંધી રોગ વધુ તકલીફ કરી શકે છે. અને બૃહસ્પતી ની ૯મી દ્રષ્ટિ તમને જીવનમાં આવતા સુખના સંકેત આપી રહ્યા છે. તે સમયે તમે જે કામનું આયોજન બનાવી રહ્યા છો તે સફળ થશે. પછી ઘર ખરીદવાની યોજના હોય કે પછી વાહન ખરીદવાની.

૩૦ માર્ચના રોજ ગુરુ ભાગ્યના સ્થાનમાં આવી જશે જ્યાં પહેલાથી જ શની બિરાજમાન છે. આ બંને ગ્રહોની યુતિ તમારા માટે શુભ સંયોગ ઉભા કરી રહી છે. જે તમને વેપારમાં સફળતા અપાવી શકે છે. બૃહસ્પતીને સારો સલાહકાર માનવામાં આવે છે એટલા માટે શની અને ગુરુ સાથે થવાથી જીવનની દરેક બાબતો ઉપર સારા ઉકેલ મળશે.

૩૦ માર્ચના રોજ ગુરુ ભાગ્યના સ્થાનમાં આવી જશે જ્યાં પહેલાથી જ શની બિરાજમાન છે. આ બંને ગ્રહોની યુતિ તમારા માટે શુભ સંયોગ ઉભા કરી રહી છે. જે તમને અપાર સફળતા અપાવી શકે છે. બૃહસ્પતીને સારો સલાહકાર માનવામાં આવે છે એટલા માટે શની અને ગુરુ સાથે હોવાથી જીવનની દરેક બાબતો ઉપર સારા ઉકેલ મળશે.

મે માં શરુઆતના ૧૫ દિવસ તમારા માટે ઘણા શુભ રહેવાના છે. પરંતુ આ મહિનાના અંતમાં રોકાણના કાર્ય જરાપણ ન કરો. જુનમાં ગુરુને ફરીથી ધન રાશીમાં આવવાથી તમારા કામ પુરા થવા લાગશે. સપ્ટેમ્બર સુધી સ્થિતિ સામાન્ય બની રહેશે. ૨૩ સપ્ટેમ્બરના રોજ રાહુ તમારી ઉચ્ચ માનવામાં આવતી રાશી એટલે કે તમારી જ રાશીમાં પ્રવેશ કરશે તો તમારા હુન્નરને સુધારવામાં મદદ કરશે. તે દરમિયાન જમીન જાયદાદના સુખ પણ મળી શકે છે.

તે સમયે કેતુ પણ તમારી રાશી બદલીને તમારી રાશિમાં સપ્તમ ભાવમાં આવી જશે. જેના કારણે પર્સનલ લાઈફમાં તમારે તકલીફો સહન કરવી પડી શકે છે. તમને અચાનકથી સંબંધો સુધરી પણ શકે છે અને તૂટી પણ. સપ્ટેમ્બરમાં છેવટે શનીના માર્ગી થવાથી તમારા ભાગ્યનો ફરીથી સાથ મળવા લાગશે. બધું મળીને વૃષભ રાશી વાળા માટે ૨૦૨૦ હેપ્પી એન્ડીંગના સંકેત આપી રહ્યા છે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.