81 વર્ષની વહીદા કરવા માંગે છે સ્કૂબા ડાઈવિંગ, ટ્વિન્કલે ઉંમર યાદ અપાવી તો બોલી : એમાં શું થઈ ગયુ?

બોલીવુડ શરુ થયાના ઘણા વર્ષો વીતી ગયા છે. તેમાં ઘણા કલાકારો આવ્યા અને જતા રહ્યા, અને ઘણા એવા જુના સમયના કલાકારો હાલમાં પણ રહેલા છે જે 50 ના દશકના છે. શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં બોલીવુડમાં ઘણા ફેરફાર થતા આવ્યા છે, જેમ કે સૌથી પહેલા મૂંગી બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મો આવી હતી, ત્યાર પછી બોલતી ફિલ્મો આવી, અને ત્યાર પછી કલર ફિલ્મો આવી, અને હાલના આધુનિક યુગમાં ડીજીટલ ફિલ્મો આવી ગઈ છે.

હાલમાં ફિલ્મોમાં બારીકમાં બારીક રીઝલ્ટ આવી શકે છે. આજે અમે તમને બોલીવુડની એક જૂની અદાકારા વિષે અને એમના હાલના એક કિસ્સા વિષે જણાવવાં જઈ રહ્યા છીએ. તે હાલ ૮૧ વર્ષની ઉંમરના હોવા છતાં તેમનો માનસિક જુસ્સો હજુ પણ પહેલા જેવો જ જોવા મળે છે.

બોલીવુડ ડેસ્ક : ૮૧ વર્ષની હિરોઈન વહીદા રહેમાનનું કહેવું છે કે, તે સ્કુબા ડાઈવીંગ કરવા માંગે છે. તેમણે એ ખુલાસો ટ્વિન્કલ ખન્નાના શો ‘ટ્વીક ઇન્ડિયા’ માટે આપેલા સ્પેશ્યલ ઈન્ટરવ્યુંમાં કર્યો. ખાસ કરીને ટ્વિન્કલે હિરોઈનને પૂછ્યું હતું કે, તેમની બકેટ લીસ્ટમાં શું બાકી રહ્યું છે? જવાબમાં વહીદાએ જણાવ્યું, સ્કુબા ડાઈવીંગ કરવા માગું છું. વહીદાનો જવાબ સાંભળીને ટ્વિન્કલ દંગ રહી ગઈ.

ટ્વિન્કલે યાદ અપાવી ઉંમર :

વહીદાનો જવાબ સાંભળ્યા પછી ટ્વિન્કલે તેમને તેમની ઉંમર યાદ અપાવી. તેમણે જણાવ્યું, તમે સ્કુબા ડાઈવીંગ કરવા માંગો છો, તે પણ ૮૧ વર્ષની ઉંમરમાં? તેની ઉપર હિરોઈને જણાવ્યું, તો શુ થયું? ત્યાર પછી ટ્વિન્કલે તેમની સાથે હાય ફાઈવ શેયર કરતા જણાવ્યું, આઈ લવ યુ મેમ.

ટ્વિન્કલે કરી વહીદાની પ્રશંસા :

ટ્વિન્કલે વહીદા સાથે વાતચીત કરી એની કલીપ ટ્વીટર ઉપર શેયર કરતા તેમની હિંમતની પ્રશંસા કરી છે. તેમણે લખ્યું છે, તેમની સ્પીરીટ સાથે મને પ્રેમ થઇ ગયો. એ કલીપ લેખના અંતમાં મુકવામાં આવી છે.

‘ટ્વીક ઇન્ડિયા’ ટ્વિન્કલનો ટોક શો છે, જે ૩૦ સપ્ટેમ્બરના રોજ લોન્ચ થશે. આ શો ની જાહેરાત ટ્વિન્કલના દીકરા આરવના જન્મ દિવસ (૧૫ સપ્ટેમ્બર) ઉપર કરવામાં આવી હતી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

વિડિયો : 1

વિડિયો : 2