કોઈ પણ નદી પાર કર્યા વગર તમે ધરતી ઉપર કેટલા લાંબા અંતર સુધી પગપાળા ચાલી શકો છો, જાણો.

તમે પગપાળા ચાલીને કોઈ પણ નદીને પાર કર્યા વગર ક્યાં સુધી જઈ શકો છો, જાણો ચકિત કરી દેનારી વાત.

ધરતીના કોઈ પણ છેડાથી તમારી યાત્રા શરુ કરો, તે પણ પગપાળા. તમને શું લાગે છે કે આ યાત્રામાં તમે કોઈ પણ નદી કે જળસ્ત્રોતને ઓળંગ્યા વગર (પાર કર્યા વગર) તમે કેટલે દુર જઈ શકશો. જો ગુજરાતથી અરુણાચલ પ્રદેશ જાવ તો તે પ્રવાસ લગભગ 3500 કી.મી. નો થશે. પગપાળા આટલું અંતર પાર કરવામાં લગભગ 3 થી 5 મહિના લાગી શકે છે. તે તમારી ગતિ ઉપર પણ આધાર રાખે છે.

શ્રીનગરથી કન્યાકુમારીનો 4100 કી.મી. લાંબો રસ્તો (નેશનલ હાઈવે) પાર કરવામાં તમને લગભગ 6 મહિના લાગી શકે છે. પણ શું તે શક્ય છે કે તમે કોઈ નદી કે જળસ્ત્રોત પાર કર્યા વગર આટલું લાંબુ અંતર પાર કરી શકો છો? કદાચ નહિ. આવો તમને દુનિયાના એવા રસ્તાઓ વિષે જણાવીએ.

અમેરિકાના આર્જેન્ટીનાથી અલાસ્કાનું અંતર બ્રિટીશ નાવિક જોર્જ ભીગને પાર કરવાનું વિચાર્યું. તેમને 30,608 કી.મી. લાંબી યાત્રા કરવામાં કુલ 2425 દિવસ લાગ્યા. તે અલાસ્કા 1983 માં પહોંચ્યા. અને અમેરિકા આર્મી રેંજર હોલી હેરીસને આ જ રસ્તા ઉપર 23,305 કી.મી.નું અંતર વર્ષ 2018 માં માત્ર 530 દિવસમાં પૂરું કર્યું.

સૌથી લાંબા પગપાળા પ્રવાસના વહુ એક સ્પર્ધક છે. વર્ષ 2020 માં તેમણે ગુગલ મેપના સહારે દક્ષીણ આફ્રિકાના કેપ ટાઉનથી યાત્રા શરુ કરી. તેમણે રશિયાના માગાડાન સુધી જવાનું હતું. તેમણે 22,104 કી.મી.ની યાત્રા પૂરી કરી. તેનું નામ જાહેર કરવામાં આવ્યું નહિ. પણ તે એક Reditt યુઝર હતા. આ તો થઇ ગઈ લાંબા અંતરના પ્રવાસની સ્ટોરીઓ.

આર્જેન્ટીનાથી અલાસ્કાનું પગપાળા અંતર છે સૌથી વધુ : હવે તમે એ વિચારી રહ્યા છો કે જો તમારે સીધી રેખામાં જવાનું હોય તો તમે ક્યાંથી તે પ્રવાસ શરુ કરી શકો છો. તે પણ કોઈ નદી કે જળસ્ત્રોત પાર કર્યા વગર. તે યાત્રા ચીનથી શરુ થઈને પોર્ટુગલ સુધી જાય છે. વર્ષ 2018 માં આયરલેંડના કોર્કમાં આવેલા કોલીંસ એરોસ્પેસ એપ્લાઈડ રીસર્ચ એંડ ટેકનોલોજીના ફીઝીશિસ્ટ અને ઇલેક્ટ્રિકલ એન્જીનીયર રોહન ચાબુકશ્વર અને નવી દિલ્લીમાં આવેલ આઈબીએમ રીસર્ચના એન્જીનીયર કુશળ મુખર્જીએ તે રસ્તો શોધ્યો.

રોહન અને કુશલે પોતાના રીપોર્ટમાં જણાવ્યું કે આ સીધી રેખાની પગપાળા યાત્રા લગભગ 11,240 કી.મી. ની છે. જેમાં તમે કોઈ પણ નદી કે જળસ્ત્રોત પાર નહિ કરો. તેની શરુઆત દક્ષીણ પૂર્વી ચીનથી થાય છે. વચ્ચે 13 દેશ આવે છે. મંગોલિયા, કઝાકીસ્તાન, રશિયા, બેલારૂસ, યુક્રેન, પોલેન્ડ, ચેક રિપબ્લિક, જર્મની, ઓસ્ટ્રીયા, લીંચસ્ટેનટીન અને સ્વીત્ઝરલૅન્ડ, ફ્રાંસ, સ્પેન અને છેલ્લે પોર્ટુગલનો સેગરેસ વિસ્તાર.

આ રીપોર્ટ વર્ષ 2018 માં arXiv પ્રીપ્રિંટ ડેટાબેઝમાં પ્રકાશિત પણ થયો છે. સ્મિથસોનીયન ઇન્સ્ટીટયુશનના જીઆઈએસ કોર્ડીનેટર અને ચીફ કાર્ટોગ્રાફર દેન કોલે જણાવ્યું કે, રોહન અને કુશલે પોતાના રીપોર્ટમાં એ જણાવ્યું હતું કે આ રસ્તાની શોધ એક રીક્રીએશનલ કાર્ય છે. તમે કોઈ ગોળ ગ્રહ ઉપર સીધી રેખામાં કોઈ પ્રવાસ કરી જ નથી શકતા.

જો તમે આ રસ્તાને જોશો તો તે પણ ગોળાકાર આકૃતિ લઇ લે છે, જો તમે તેને અવકાશમાંથી જુવો તો. આમ તો તે બંને વ્યક્તિ દ્વારા શોધવામાં આવેલો આ રસ્તો દુનિયાનો સૌથી લાંબો પગપાળા યાત્રા માર્ગ છે, જ્યાં એક પણ નદી કે જળસ્ત્રોત પાર નહિ કરવા પડે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.