માં બનાવ માંગો છો? તો કરો ફોર્મ્યુલા, આનો સીધો સંબંધ પ્રેગ્નેન્સી સાથે જ છે.

નમસ્કાર સખીઓ, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. જે મહિલા માં બનવા માંગે છે એમના માટે આ લેખ મદદરૂપ સાબિત થઈ શકે છે. તો એના માટે તમે આ લેખ ધ્યાનથી વાંચજો.

જણાવી દઈએ કે, સવારે જલ્દી ઉઠતી મહિલાઓની પ્રેગનેન્ટ થવાની શક્યતા વધુ રહે છે. ૧૦૦ મહિલાઓ ઉપર થયેલી વાવરીક યુનીવર્સીટીની એક રીસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, જે મહિલાઓ પ્રેગનેન્સી પ્લાન કરવા માંગે છે, તે મોડી રાત સુધી જાગવાને બદલે સવારે જલ્દી ઉઠવાની ટેવ પાડો. શોધ મુજબ જલ્દી સુવા અને જલ્દી ઉઠવાની ટેવની ફોર્મ્યુલા અપનાવે તો પ્રેગનેન્ટ થવાની શક્યતા વધી જાય છે.

રીસર્ચમાં સવારે જલ્દી ઉઠવા વાળી એક તૃતીયાંશ મહિલાઓ ગર્ભવતી થઇ :

૧. આ શોધ મુજબ રીસર્ચમાં રહેલી ૧૦૦ માંથી એક તૃતીયાંશ મહિલાઓ ગર્ભવતી થઇ છે. તે એ મહિલાઓ છે જેનો સુવાનો સમય રાત્રે ૧૦.૩૦ થી લઇને સવારે ૬.૩૦ વાગ્યા સુધી હતો. શોધકર્તાઓનું કહેવું છે કે, વહેલા ઊંઘવા વાળી મહિલાઓ રાત્રે ૨.૩૦ થી ૩.૩૦ વાગ્યા વચ્ચે ગાઢ ઊંઘમાં હતી. અને મોડી રાત્રે સુવા વાળી મહિલાઓનો ગાઢ ઊંઘનો સમય સવારે ૬ વાગ્યે હતો.

૨. જલ્દી ઉઠવાનો પ્રેગનેન્સી સાથે શું કનેક્શન છે? તો આને સમજવા માટે શોધકર્તાઓએ મહિલાઓની સ્લીપિંગ પેટર્નનું અધ્યયન કર્યુ. રીસર્ચ સાથે જોડાયેલા પ્રોફેસર ગેરાલ્ડાઇન હાર્ટર્સોન અનુસાર એવી મહિલાઓ જે વહેલી ઉઠે છે, એમનામાં સ્મોકિંગ, ઓવરવેઇટ, ડાયાબીટીસ અને હ્રદય રોગોની આશંકા ઓછી હોય છે. અને સ્મોકિંગ ઉપરાંત આ બધી સમસ્યાઓ પ્રેગનેન્સીમાં ઘણા પ્રકારની અડચણો ઉભી કરે છે.

૩. મોડી રાત સુધી જાગવા વાળી મહિલાઓની ફીટનેસ સવારે વહેલી ઉઠવા વાળી મહિલાઓની સરખામણીમાં નબળી હોય છે. એવી મહિલાઓ મોટાભાગે દરરોજના કામોને પુરા કરવા માટે બોડી કલોકની વિરુદ્ધ જાય છે, જે શરીરની અંદરની કાર્યશૈલીને અવ્યવસ્થિત કરે છે. એવી મહિલાઓ જે માં બનવા માંગે છે તેમણે નાઈટ શિફ્ટથી દુર રહેવું જોઈએ.

૪. શિકાંગોના નોર્થ વેસ્ટર્ન યુનીવર્સીટી મેડીકલ સ્કુલના ન્યુરોલોજીસ્ટ ફીલીજ જીનું કહેવું છે કે, એવી મહિલાઓ જે મોડી રાત સુધી જાગે છે, કે નાઈટ શિફ્ટ કરે છે તેમની પ્રજનન શક્તિ અને માસિકધર્મ અનિયમિત થઇ જાય છે. જે પ્રેગનેન્સી માટે રિસ્ક ફેક્ટર બને છે.

૫.તાઈવાનમાં થયેલા એક હાલના અધ્યયનમાં એ સામે આવ્યું છે કે, ઊંઘ સાથે જોડાયેલી સમસ્યાઓની અસર પ્રજનન ક્ષમતા ઉપર પડે છે. શોધકર્તા ડૉ. વેગનું કહેવું છે કે, મહિલાઓની બાળકને જન્મ દેવાની ઉંમર સુધી જલ્દીથી સુવાની ટેવ પાડવી જોઈએ, અને નાઈટ શિફ્ટથી દુર રહેવું જોઈએ.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેયર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેયર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.