દરેક મુશ્કેલીઓથી મેળવવા માંગો છો છુટકારો, તો પોતાની સાથે હંમેશા રાખો ભગવાન કૃષ્ણની આ એક પ્રિય વસ્તુ.

ભગવાન કૃષ્ણની આ પ્રિય વસ્તુ હંમેશા પોતાની સાથે રાખવાથી દરેક મુશ્કેલીઓથી મળે છે છુટકારો, જાણો કઈ છે તે વસ્તુ?

દરેક મનુષ્યની ઇચ્છા હોય છે કે તેના જીવનમાં જે પણ થાય તે સુરક્ષિત રહે. એટલે કે, કોઈપણ પ્રકારની મુશ્કેલી ન આવે. આ દિવસોમાં, મનુષ્ય માટે સૌથી મહત્વની વસ્તુ પૈસા છે. પૈસા ન હોવાને કારણે વ્યક્તિ એક ટંકનો રોટલો પણ નથી ખાઈ શકતો. આવી સ્થિતિમાં, દરેકની ઇચ્છા છે કે તેનું જીવન પૈસાથી ભરેલું રહે. જેના માટે તે વિવિધ ઉપાયો પણ કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં આવા ઘણા ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેની મદદથી તમે તમારી જાતે દરેક મુશ્કેલીમાંથી નીકળી શકો છો. તો આવો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું ખાસ છે?

જ્યારે માણસ ચારે તરફથી પાછો પડે છે, ત્યારે તેને ભગવાનની યાદ આવે છે. તે ભગવાનના આશ્રયમાં જવા માંગે છે. આજે અમે ભગવાન શ્રીકૃષ્ણની એક વિશેષ વસ્તુથી જે તેમને ખૂબ પ્રિય છે, તેની સાથે જોડાયેલા થોડા એવા ઉપાય જણાવીશું, જેનાથી તમારી બધી મુશ્કેલીઓને દૂર થઇ જશે.

આપણે બધા જાણીએ છીએ કે ભગવાન શ્રીકૃષ્ણને વાંસળી અને મોરના પીંછા ખૂબ વધુ પસંદ છે, તેથી આજે અમે તમને મોરના પીંછા સાથે સંબંધિત કેટલાક વિશેષ ઉપાય જણાવીશું, જેના દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ તમારી સમસ્યા હલ કરશે. હિંદુ ધર્મમાં મોર પીંછાનું ખૂબ વધુ મહત્વ છે. લગભગ દરેક ઘરમાં મોરના પીંછા જોવા મળે છે.

પર્સમાં રાખો મોરપીંછ :-

જો તમને પૈસાની તંગી છે અથવા કોઈ કારણોસર તમારા ઘરમાં પૈસા નથી ટકતા, તો તમે જે પર્સનો ઉપયોગ કરો છો, તેને ક્યારેય ખાલી ન રહેવા દો. ભલે તમે તેમાં એક જ રૂપિયો રહેવા દો. તે ઉપરાંત તમારા પર્સમાં મોરના પીંછા પણ રાખો. આમ કરવાથી, પૈસાથી સંબંધિત બધી સમસ્યાઓ આપમેળે દૂર થઈ જશે. ઉપરાંત, પૈસાના આવવામાં જે પણ અવરોધ ઉભા થઇ રહ્યા છે, તે પણ દૂર થઈ જશે.

દુશ્મનને કરે દૂર :-

આજના યુગમાં, જેટલા મિત્ર નથી હોતા, તેનાથી વધુ દુશ્મન હોય છે. આવી સ્થિતિમાં દુશ્મનને દુર કરવા માટે તમે મંગળવારના દિવસે હનુમાનજીના કપાળ ઉપર મોરના પીછામાં શત્રુનું નામ લખીને તેને રાત આખી રહેવા દો. પછી સવારે તમે તે મોરના પીછાને પાણી સાથે પ્રવાહિત કરી દો. તેનાથી તમારા શત્રુ ઘણા દુર ભાગી જશે. અને સાથે જ તમને ક્યારેય પરેશાન કરશે નહીં.

બિહામણા સ્વપ્નને દૂર કરે :-

ઘણી વખત એવું જોવામાં આવે છે કે બાળકો અથવા પુખ્ત વયના લોકોને બિહામણા સ્વપ્ના આવે છે, જેના કારણે તેઓ ખૂબ ડરી જાય છે. કેટલીક વાર આ ડર રોગમાં પણ ફેરવાઈ જાય છે. આવી સ્થિતિમાં, જો તમને બિહામણા સ્વપ્નની તકલીફ છે, તો રાત્રે સુતી વખતે તમારા ઓશીકા નીચે મોરના પીંછા રાખીને જ સુવો. તેનાથી તમારે આ પ્રકારની સમસ્યાનો સામનો નહીં કરવો પડે. ઉપરાંત, તમારે તેને નિયમિતપણે તમારા ઓશીકા નીચે રાખવા જોઈએ.

ભણવામાં ધ્યાન ન લાગવું :-

બાળકોને હંમેશા એ ફરિયાદ રહેતી હોય છે કે તેમનું મન ભણવામાં નથી લાગતું, જેના કારણે માતાપિતા સંપૂર્ણ રીતે અસ્વસ્થ થઈ જાય છે. આવી સ્થિતિમાં, જો તમારા બાળકને પણ આ પ્રકારની ફરિયાદ હોય તો તેના માટે તમારે તેના પુસ્તકમાં મોરના પીંછા મૂકવા જોઈએ. તેનાથી બાળકનું મન સંપૂર્ણ રીતે ભણવામાં રહેશે અને સાથે જ તેને ભણવામાં પણ ઘણી સફળતા મળશે. આટલું જ નહીં, આમ કરવાથી બાળકોનો માનસિક વિકાસ પણ સારો થાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.