વજન ઓછું કરવા માંગો છો? તો પોતાના ખોરાકમાં એડ કરો જામફળ

મિત્રો જામફળ એક એવું ફળ છે જે દરેકને પ્રિય હોય છે. પણ શું તમને એ ખબર છે કે આ ફળ વજન ઘટાડવામાં પણ મહત્વની ભૂમિકા નિભાવે છે. આવો તમને જણાવીએ છીએ તે ૬ કારણ જે જામફળને વજન ઓછું કરવામાં મદદરૂપ સાબિત કરે છે.

ઠંડીની ઋતુ છે અને જામફળ આ દરમિયાન બેસ્ટ ફ્રુટ્સ માંથી એક માનવામાં આવે છે. જામફળ શરીરને ઘણી રીતે ફાયદો પહોંચાડે છે. જામફળમાં એન્ટીઓક્સીડેંટસ અને મિનરલ્સ હોય છે, જે શરીર માટે જરૂરી હોય છે. એટલું જ નહિ જામફળ વિટામીન સી થી પણ ભરપુર હોય છે, જે ઇમ્યુનિટીને તો વધારે જ છે, સાથે જ સ્કીનને પણ ફાયદો પહોંચાડે છે. તેમાં મેંગેનીઝ પણ હોય છે, જે શરીરની અવશોષણ શક્તિને વધારે છે જેથી ખાવામાં આવતા ભોજન દ્વારા મહત્વના પોષક તત્વો મળી શકે.

ખાસ કરીને જામફળમાં ફોલેટ પણ હોય છે જે ફર્ટીલીટીને વધારવામાં મદદ કરે છે. એક રીસર્ચના જણાવ્યા મુજબ જામફળ હાઈ બ્લડ પ્રેશર માટે ઘણું લાભદાયક માનવામાં આવે છે. કેમ કે તે સોડીયમની નકારાત્મક અસરોને ઓછી કરે છે. પરંતુ શું તમને ખબર છે કે તે વજન ઘટાડવામાં પણ મહત્વની ભૂમિકા નિભાવે છે.

૧. જામફળમાં મોટા પ્રમાણમાં ફાઈબર હોય છે. જે ખાસ કરીને વજન ઘટાડે છે. તેમજ આપની પાચન ક્ષમતાનું વ્યવસ્થિત થવું ઘણું જરૂરી છે, અને ફાઈબર પાચન શક્તિને વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે.

૨. જામફળમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. જોવામાં આવે તો ૧૦૦ જામફળમાં લગભગ ૧૪ ગ્રામ કાર્બોહાઈડ્રેટ મળી આવે છે. ઘણા અધ્યયનોના જણાવ્યા મુજબ જે વસ્તુમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઓછું હોય છે તે વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.

૩. એ સલાહ આપવામાં આવે છે કે જે ફળોમાં કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે, તેને વજન ઘટાડવા માટેનો મહત્વનો સ્ત્રોત માનવામાં આવે છે અને જામફળ તે ફળો માંથી એક છે.

૪. જામફળમાં પ્રોટીનનો પણ સારો સ્ત્રોત માનવામાં આવે છે. ખાસ કરીને પ્રોટીન ભૂખ સાથે જોડાયેલા હાર્મોન ‘ગ્રેલીન’ ને નિયંત્રિત કરે છે, જેથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

૫. જામફળમાં બી વિટામિન્સ જેવા બી1, બી3, બી6 અને ફોલેટ રહેલા હોય છે, અને તે બધા શરીરને તંદુરસ્ત રાખવા માટે ઘણા મહત્વના છે.

૬. ડાયાબીટીસના દર્દીઓ માટે જામફળ રામબાણનું કામ કરે છે. જામફળ શરીરમાં ઇન્સ્યુલીંને વધારવામાં મદદ કરે છે.

મહત્વની વાત છે કે ઘણા લોકો તંદુરસ્ત રહેવા માટે જામફળના પાંદડાનો ઉપયોગ ચા માં પણ કરે છે. તો મિત્રો જામફળની સીઝન ચાલી રહી છે, તો તમે પણ એનો ફાયદો ઉઠાવી લો, અને પોતાને તંદુરસ્ત બનાવી રાખો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.