વોશિંગ પાઉડરની એડ કરી ફસાયા અક્ષય કુમાર, લોકોએ લગાવ્યો મરાઠા યોદ્ધાના અપમાનનો આરોપ

બોલીવુડ એક્ટર અક્ષય કુમાર એક જાણીતી બ્રાન્ડના વોશિંગ પાવડરની જાહેરાત કરીને કાનૂની મામલામાં ફસાઈ ગયા છે. ટીવી એડમાં અક્ષયને મરાઠા વૉરિયરના રૂપમાં દેખાડવામાં આવ્યા છે. એક્ટર પર મરાઠા વૉરિયર્સની મજાક ઉડાડવાના આરોપ લાગી રહ્યા છે. એડથી નારાજ થયેલા લોકોએ એમના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અક્ષય કુમારે ઉડાવી મરાઠા સંસ્કૃતિની મજાક :

રિપોર્ટ અનુસાર, અક્ષય કુમાર વિરુદ્ધ મુંબઈના વર્લી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, અક્ષયે મરાઠા સંસ્કૃતિનો મજાક ઉડાવ્યો છે, અને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. સોશિયલ મીડિયા પર અક્ષયને ઘણા ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. લોકોએ આ એડને વાહિયાત જણાવી છે. એડ બનાવવાવાળી કંપનીની પણ આલોચના થઈ રહી છે. ટ્વીટર પર # BoycottNirma ટ્રેંડ કરી રહ્યું છે. લોકોએ આ એડ કરવા બદલ અક્ષય કુમારને માફી માંગવા માટે કહ્યું છે.

એક યુઝરે લખ્યું – આ હલકી કક્ષાની એડ જોયા પછી હું નિરમાની પ્રોડક્ટને બાયકૉટ કરીશ. અક્ષયે મરાઠા વૉરિયર્સની મજાક ઉડાડવા માટે માફી માગવી જોઈએ. બીજા એક યુઝરે અક્ષયને સવાલ કરતા પૂછ્યું – # BoycottNirma પ્રો-હિંદુ મરાઠા વૉરિયર્સનો આ રીતનો મજાક ઉડાવવો જરાપણ પસંદ નહિ કરશે. શું અક્ષયની હિમ્મત છે, કે તે બ્રિટિશર્સ અને મુગલ આક્રમણકારીઓ પર આવી મજાક કરે?

શું છે ડિટર્જન્ટ પાઉડરની એડમાં?

ટીવી એડમાં દુશ્મનો સાથે જંગ લડ્યા પછી અક્ષય કુમાર પોતે પોતાના કપડાં ધોતા જોવા મળે છે. હકીકતમાં તેમની પત્ની તેમના ગંદા કપડાંને લઈને મહેણાં મારે છે. પત્નીના મહેણાંનો અક્ષય તરત જવાબ આપે છે. તે કપડાં ધોતા સમયે ફની અંદાઝમાં ડાન્સ કરે છે. મરાઠા વોરિયર્ડ બનેલા અક્ષયના આ રીતે ડાન્સ કરવા અને કપડાં ધોવા પર લોકોએ વાંધો ઉઠાવ્યો છે. નીચે તેના વિરોધમાં મુકવામાં આવેલી થોડી શકો છો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.