કચરાના પ્લાસ્ટિકમાંથી બનશે ચકાચક રોડ, ફેંકવામાં આવેલી બોટલોમાંથી બનશે ટી-શર્ટ અને ટોપી જાણી લો વિગત

કચરામાં ફેંકવામાં આવેલા પ્લાસ્ટિક હવે કામમાં આવશે અને તેના રોડ બનાવવાનું કાર્ય કરવામાં આવશે. સાથે સાથે તમારા દ્વારા ફેંકવામાં આવેલા પ્લાસ્ટિકની બોટલો માંથી હવે ટી-શર્ટ અને ટોપીઓ પણ તૈયાર કરવામાં આવશે. જાણો

હવે તમારા ઘર માંથી નીકળતા પ્લાસ્ટિક માંથી સુદંર રોડ બનશે, સાથે ફેંકવામાં આવેલી ખાલી પ્લાસ્ટિકની બોટલો માંથી ટી-શર્ટ અને ટોપીનું નિર્માણ થશે. કચરા માંથી નીકળતા પ્લાસ્ટિકનો ઉપયોગ રોડ બનાવવામાં કરવામાં આવશે. તેનાથી એક તરફ જ્યાં પર્યાવરણને થઇ રહેલા નુકશાન માંથી ઘણે અંશે છુટકારો મળશે અને તેમાંથી બનતા રોડ સામાન્ય રોડથી અલગ હશે, જે પાણીથી પણ જલ્દી ખરાબ નહિ થાય.

એક તરફ જ્યાં પટના નગર નિગમ અને યુએનડીપીની મદદથી વહેલી તકે જ પ્લાસ્ટિકના રોડ બનાવવામાં આવશે તો તે પૂર્વ મધ્ય રેલ્વેએ પ્લાસ્ટિકને પહોચી વળવા માટે પાયલટ પ્રોજેક્ટ હેઠળ ફેંકવામાં આવેલી બોટલો માંથી ટીશર્ટ અને ટોપી બનાવવા માટે મુંબઈની એક કંપની સાથે કરાર કર્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ થોડા ટીશર્ટ બનાવીને તૈયાર કરવામાં આવ્યા છે. તેને દાનાપુર રેલ્વે સ્ટેશન ઉપર પ્રદર્શન તરીકે રાખવામાં આવ્યા છે. રેલ્વે આવનારા દિવસોમાં તેને બજારમાં વેચશે.

રેલ્વે કચરાના નિષ્પાદન સાથે ઉર્જા સંરક્ષણ હેઠળ મુંબઈની કંપની બાયોક્રક્સ ઇન્ડિયા પ્રાઈવેટ લીમીટેડ સાથે કરાર થયા પછી પાણીની ખાલી બોટલોને રિસાઈકિલ કરવાનું કામ ગયા વર્ષથી શરુ થયું. તેની હેઠળ પૂર્વ મધ્ય રેલ્વે એ ગયા વર્ષે ૧૬ રેલ્વે સ્ટેશનો ઉપર બોટલ ક્રશર મશીનો લગાવ્યા. એક મશીન લગાવામાં રેલ્વેએ લગભગ પાંચ લાખ રૂપિયા ખર્ચ કર્યો.

એક ટીશર્ટ બનાવવામાં ૩૫૦ રૂપિયા ખર્ચ :-

આ સ્ટેશનો માંથી ક્રશ કરવામાં આવેલી બોટલો દાનાપુર રેલ મંડળ મોકલવામાં આવે છે, જેને કંપની લઇ જાય છે. પહેલી વખત ૨ ઓક્ટોમ્બર ૨૦૧૯ના રોજ ક્રશ કરવામાં આવેલી બોટલો કંપનીને ઉપલબ્ધ કરાવવામાં આવી. કંપની ઉત્તરાખંડના પશુપતિ ટેક્સટાઈલ સાથે મળીને કપડા બનાવી રહી છે.

તે હજુ સુધી ત્રણ વખત કુલ આઠ ક્વિન્ટલ ક્રશ કરવામાં આવેલી બોટલો લઈ ગઈ છે. તેમાંથી બનેલા ટીશર્ટ રેલ્વેને ઉપલબ્ધ કરાવ્યા છે. કંપનીને એક ટીશર્ટ બનાવવામાં લગભગ ૩૫૦ રૂપિયા ખર્ચ કરવો પડી રહ્યો છે. તે એક ટન પ્લાસ્ટિક કચરા માંથી ૧૦ હજાર રૂપિયાની કિંમતના ટીશર્ટ રેલ્વેને આપશે.

કંપનીના ડાયરેક્ટર ફાઉંડર અજય મિશ્રાએ જણાવ્યું કે પ્લાસ્ટિક બોટલ માંથી દોરો બનાવવામાં આવે છે. તેને કોટન કે પોલીસ્ટરના દોરામાં મિક્સ કરીને કાપડ તૈયાર કરવામાં આવે છે. તેમાં રિસાઈકિલ મેટીરીયલનો ૨૫ ટકા ઉપયોગ કરવામાં આવે છે. તેમાંથી બનેલા ટીશર્ટ અને ટોપીને દરેક સીઝનમાં આરામથી પહેરી શકાય છે.

પૂર્વ મધ્ય રેલ્વેના સીપીઆરઓ રાજેશ કુમારે જણાવ્યું કે પ્રવાસી ખાલી પાણીની બોટલોને આમ તેમ ફેંકવાને બદલે ક્રશર મશીનમાં નાખે. તેના માટે તેમને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારનો પ્રયોગ પૂર્વ મધ્ય રેલ્વેના તમામ રેલ્વે સ્ટેશનો ઉપર કરવાનું આયોજન છે. તેનાથી રેલ્વે સ્ટેશનો સ્વચ્છ રાખવામાં મદદ મળશે. પર્યાવરણ સંરક્ષણની દિશામાં પણ સારા પગલા સાબિત થશે.

કચરામાં ફેંકવામાં આવેલા પ્લાસ્ટિક માંથી બનેલા રોડ રહેશે સુરક્ષિત

અને કચરામાં ફેંકવામાં આવેલા પ્લાસ્ટિકની પ્રોસેસ કરી બનેલા રોડ સસ્તા થવા સાથે અપેક્ષા કરતા વધુ સુરક્ષિત હશે અને તે રોડ ચોમાસા દરમિયાન ટકાઉ પણ રહે છે. તે ઉપરાંત તે ૫૦ ડીગ્રી સેલ્સીયસ તાપમાન ઉપર પણ ઓગળતા નથી. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે આ પ્રયોગ દેશના બીજા રાજ્યો માટે પણ એક રોલ મોડલ પૂરું પાડવાનું કામ કરશે.

રોડ નિર્માણ માટે ૮૦ લાખ રૂપિયાના ખર્ચથી પટનાના ગર્દનીબાગમાં ૪ મશીનો લગાવવામાં આવ્યા છે. અહિયાં કટક, વેલિંગ અને બીજા મશીનોની મદદથી પ્લાસ્ટિકની પ્રોસેસ કરવામાં આવશે. મશીન માંથી કચરો કાઢવામાં આવશે અને વેલિંગ મશીન માંથી પ્લાસ્ટિકને દબાવીને યોગ્ય સાઈઝમાં લાવવામાં આવશે. જયારે શેડર મશીન માંથી પ્લાસ્ટિકને ૨ થી ૪ એમએમની સાઈઝમાં કાપીને ટુકડા કરવામાં આવશે.

આમ તો પ્લાસ્ટિક ઘણા પ્રકારના હોય છે પરંતુ રોડ બનાવવા માટે માત્ર ટેમ્પર લેસ પ્લાસ્ટિક જ ઉપયોગમાં લેવામાં આવશે. આમ પણ કચરામાં દરેક પ્રકારના પ્લાસ્ટિક હશે. તેમાંથી પ્લાસ્ટિક પસંદ કરવાનું કામ પ્લાન્ટના કર્મચારી કરશે.

નિષ્ણાંતના જણાવ્યા મુજબ રોડ બનાવતી વખતે ત્રણ લેયરમાં પ્લાસ્ટિકનું મેટેરીયલ નાખવામાં આવશે. ઉપરના લેયરમાં ચારકોલ અને બીટુમીન્સ સાથે સાથે પ્લાસ્ટિક મેટેરીયલ નાખવામાં આવશે. રોડ બનાવ્યા પછી અને બનાવતી વખતે પણ પ્લાસ્ટિક નાખવામાં આવશે. તેનાથી રોડ ઉપર પાણીની અસર નહિ રહે અને રોડ જલ્દી નહિ તૂટે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.