સ્પીતિ ખીણ સહિત વિશ્વના સૌથી ઊંચા મતદાન કેન્દ્ર વાળા ગામ ટશીગંગમાં ઘરે ઘરે પહોંચ્યુ પાણી.

પ્રધાનમંત્રી જળ-જીવન મિશન યોજનાની શરૂઆતના ચરણમાં જ ટાર્ગેટ પૂરો કરતો દેશ, નવ જિલ્લા જોડાયેલ છે લાહૂલ-સ્પીતિ

હિમાચલ પ્રદેશનો લાહુલ-સ્પીતી જિલ્લો હવે દરેક ઘર સુધી નળથી પાણીની પહોચાડવાની તૈયારીમાં છે. ‘ઠંડા રણ’ની સુકી ભૂમિની તરસ અહીંયા વસવાટ કરવા વાળા સુધી પહોચે છે, પણ નળમાંથી નીકળતા પાણીએ તેમના જીવનમાં આનંદ ભરી દીધો છે. હવે બરફ ઓગાળીને પાણી પીવું અને ખચ્ચર ઉપર પાણી લાવવાના દિવસો દુર થઇ ગયા છે. જિલ્લાની સ્પીતી ખીણમાં દરેક ઘરોમાં નળ વડે પાણી પહોંચી રહ્યું છે. ચીન સરહદથી માત્ર 10 કિલોમીટરના અંતરે વિશ્વના સૌથી ઊંચા (15,256 ફૂટ) મતદાન મથક ટશીગંગમાં પણ પાણી માટે માઈલો સુધી પગપાળા પ્રવાસ નહિ કરવો પડે.

પ્રધાનમંત્રીની જળ-જીવન મિશન યોજનાના પ્રારંભિક તબક્કામાં દેશના જે જિલ્લાઓ લક્ષ્ય સુધી પહોચવાની નજીક છે, અથવા પહોંચી ચુક્યા છે, તેમાં મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિ વાળો લાહુલ-સ્પિતી પણ એક છે. માત્ર એક વર્ષમાં સ્પિતી ખીણના દરેક ઘરમાં નળ કનેક્શન આપી દેવામાં આવ્યા છે. પાણીનું દરેક ટીપુ અહિયાં કેટલું કિંમતી છે, તે વાત સ્થાનિક લોકોના ચહેરા ઉપર વાંચી શકાય છે. નળમાં પાણી જોઇને તેમની આંખોમાં ખુશીનાં આંસુ ટપકી પડે છે. એવું કહેવામાં આવે છે કે દુ:ખોનો અંત આવી ગયો.

ઠંડા રણ તરીકે ઓળખાતા સ્પીતીમાં પાણીની સમસ્યા જનજીવનની સામે એક મોટો પડકાર રહેલો છે. બરફવર્ષા દરમિયાન છ મહિના સુધી દુનિયાથી અલગ રહેવા વાળા આ ક્ષેત્રમાં પાણીની વ્યવસ્થા કરવી સરળ ન હતી, બરફ ઓગાળીને પીવાલાયક પાણીનો સંગ્રહ કરવો એ સામાન્ય વાત હતી. ઉનાળામાં પણ ઘણા કિલોમીટર દુર જવું પડતું હતું. દુર દુર રહેલા પીવાના પાણીના સ્ત્રોતથી પગપાળા અથવા ખચ્ચર ઉપર પાણી લાવવામાં આવતું. શ્રીમંત લોકો પાણી વહન કરવા માટે ખચ્ચર અથવા યાકની મદદ લેતા, પરંતુ ગરીબોએ પોતે ઉચકવું પડતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દરેક ઘરે નળ, દરેક ઘરે પાણી આપવાની જાહેરાત કર્યાના એક વર્ષની અંદર જ આ યોજના પૂરી કરવી કોઈ મોટી સિદ્ધિથી ઓછું નથી. 31 હજાર 564 વસ્તી ધરાવતા સ્પીતી બ્લોકમાં 13 પંચાયતો છે. તેમાં હવે દરેક ઘરોમાં નળ જોડાણ છે અને પાણી આપવાનું સરળ બની ગયું છે. જળ ઉર્જા વિભાગના જણાવ્યા મુજબ, ચિચમ અને ટશીગુંગ જેવા ઉંચાઈવાળા વિસ્તારોમાં દરેક ઘરમાં પાણી પહોંચાડવું એ ખૂબ જ પડકારજનક હતું, પરંતુ ગ્રામજનોની મદદથી વિભાગ તે કરવામાં સફળ થઇ શક્યું.

અહીંયા ચાલી રહ્યું છે ઝડપથી કામ : ઐતિહાસિક કિહ ગોંપા વિસ્તારમાં પણ ઘરે ઘરે નળ આવી ચુક્યા છે. કાજા, પલમો તાબો અને સપલિંગ વિસ્તારોમાં પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે. તેમ જ શીલાનાલાથી કાજા વિસ્તારમાં સિંચાઇ માટે પાણી પહોંચાડવા માટે યોજના અમલમાં મુકવામાં આવી રહી છે.

અભિયંતા જળના એક્ઝિક્યુટિવ મનોજ બૌદ્ધે જણાવ્યું હતું કે સ્પીતિ ખીણમાં બરફવર્ષા અને ઠંડીના કારણે કામ કરવાનો સમય ઘણો ઓછો રહે છે. જળ ઉર્જા વિભાગે આ કાર્યને એક પડકારના રૂપમાં સ્વીકાર કર્યો છે. સ્થાનિક લોકોનો પણ સહકાર મળ્યો અને અમે ટીમ વર્ક દ્વારા આ ધ્યેય સિદ્ધ કર્યું.

ટશીગુંગના રહેવાસી ડોલમા છોંજોમને જણાવ્યું કે ઉર્જા વિભાગ સ્પીતી મંડળ, હિમાચલ પ્રદેશ વિભાગ તરફથી જયારે ઘર ઘરમાં નળ લગાવવાની વાત કરવામાં આવી ત્યારે અમને સ્વપ્ન જેવું લાગ્યું, પરંતુ હવે ઘર ઘરમાં પાણી પહોંચી ગયું છે. શિયાળામાં પાણીની સમસ્યા ઘણી વધી જતી હતી, પરંતુ હવે ઘરમાં જ અમને સમજો કે આખી દુનિયાની ખુશી મળી ગઈ છે.

હિક્કિમના રહેવાસી છેરિંગ તરગેએ જણાવ્યું હતું કે હવે અમારે બરફ ઓગળીને પાણી સંગ્રહ કરવાની જરૂર નહીં પડે. ઉનાળામાં પણ પહેલા જેવી મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. ઘરમાં લાગેલા નળે અમારી તમામ સમસ્યા દૂર કરી દીધી છે.

કીહ ગોંપાના રહેવાસી છુકતાને જણાવ્યું કે પાણી વગર કિહ ગોંપાના બૌદ્ધ ગુરુઓ અને શિષ્યોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે તેને અને અમને બધાને સરળતાથી પાણી મળી રહ્યું છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.