ફક્ત 2 વસ્તુઓથી થઇ જશે વોટર ટેન્ક અને પાઇપ લાઈનની સફાઈ, પાણીનું પ્રેશર વધી જશે અને પ્લમ્બરને બોલવાના પૈસા પણ બચશે.

સફાઈની આ પ્રોસેસથી પાઈપના વાયરસ અને બેક્ટેરિયાનો થઇ જશે નાશ :

ઘરની પાઈપ લાઈન જામ થઇ જવાનો પ્રોબ્લેમ સામાન્ય હોય છે. ખાસ કરીને પાણી કડક હોવાથી આ પ્રોબ્લેમ દર મહીને આવવા લાગે છે. અને પાણીનું પ્રેશર પણ ઓછું થઇ જાય છે. પછી પાઈપ લાઈન સાફ કરવા માટે પ્લમ્બરને બોલાવવો પડે છે.

પ્લમ્બરની ફી અને સફાઈ માટે ઉપયોગમાં લેવાયેલી પ્રોડક્ટ્સની કિંમત ડબલ થઇ જાય છે. આમ તો આ કામ પ્લમ્બર વગર ઘરમાં નાની એવી રકમ ખર્ચ કરીને પણ કરી શકાય છે. તેના માટે તમારે લગભગ ૨૦ થી ૪૦ રૂપિયાની કિંમત વાળું હાઈડ્રોજન પેરોક્સાઈડ ખરીદવું પડશે.

તેના વિષે આઈ.આઈ.ટી. રૂડકી માંથી પીએચદી કરી ગયેલા જીવાજી યુનીવર્સીટી ગ્વાલિયરના પ્રોફેસર ડી.ડી. અગ્રવાલે જણાવ્યું છે કે, બ્લીચીંગ પાવડર અને હાઈડ્રોજન પેરોક્સાઈડની મદદથી ટાંકીની સફાઈની સાથે સાથે તેમાં રહેલા બેક્ટેરિયાનો પણ નાશ કરી શકાય છે. હાઈડ્રોજન પેરોક્સાઈડ હળવા વાદળી રંગનું અને પાણીથી થોડું ઘટ્ટ લીક્વીડ હોય છે. તે કેમિકલ બેક્ટેરિયાને મારીને ગંદકીને કાપી નાખે છે. આનો ઘરેલું સેનેટાઈજર તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે.

પાઈપ લાઈન સફાઈમાં ઉપયોગમાં આવતી વસ્તુઓ :

૩ થી ૪ મોટી ડોલ જેટલું પાણી,

૫૦ ગ્રામ બ્લીચીંગ પાવડર,

૧ નાની બોટલ હાઈડ્રોજન પેરોકસાઇડ (૫૦% સ્ટ્રેન્થ વાળું).

બ્લીચીંગ પાવડર અને હાઈડ્રોજન પેરોકસાઇડ કોઈપણ કેમિસ્ટની દુકાન માંથી સરળતાથી ખરીદી શકાય છે. તેને ઓનલાઈન પણ ખરીદી શકાય છે. એ બન્ને વસ્તુ વધુ માં વધુ ૧૦૦ રૂપિયાની આસપાસ આવી જાય છે.

પાઈપ લાઈન સાફ કરવાની પ્રોસેસ :

પાઈપ લાઈન સાફ કરવા માટે સૌથી પહેલા ટાંકીમાં માત્ર ૩ થી ૪ મોટી ડોલ જેટલું જ પાણી રાખો. જો વધુ પાણી છે તો તેને કાઢી નાખો.

હવે પાણીમાં નાની બોટલ હાઈડ્રોજન પેરોકસાઇડ અને 55 ગ્રામ બ્લીચીંગ પાવડર નાખી દો.

પછી કોઈ લાકડીની મદદથી લગભગ ૫ મિનીટ સુધી પાણીને સારી રીતે હલાવો.

ત્યાર પછી ટાંકી સાથે જોડાયેલા તમામ નળને ખુલ્લા કરી દો, અને પાણીને બહાર કાઢો.

જેવું જ બ્લીચીંગ પાવડર કે ખરાબ એવી ગંધ આવવા લાગે એટલે નળને બંધ કરી લો. આવું બધા નળો સાથે કરવાનું છે.

હવે ટાંકીમાં જે સોલ્યુશન તૈયાર થયું હતું તે બધું નળ સુધી પહોંચી ગયું છે. તો તેને આખી રાત નળમાં રહેવા દો.

સવારે ઉઠીને તમે તમામ નળોને ખોલી દો. તેથી તે સોલ્યુશન બહાર નીકળી જાય.

તેનાથી ટાંકી અને પાઈપ લાઈન એકદમ સાફ થઇ જશે. એટલે તેમાં સોલ્યુશનના અંશ નહિ રહે.

હવે તમામ નળોનું પ્રેશર પહેલા જેવું જ થઇ જશે, સાથે જ વાયરસ અને બેક્ટેરિયાનો નાશ થઇ જશે.

નોંધ જયારે પણ તમે આ પ્રોસેસથી ટાંકી કે પાઈપ લાઈન સાફ કરો ત્યારે બાળકને દુર રાખો. એ વાતનું પણ ધ્યાન રાખશો કે સોલ્યુશન વાળું પાણી કોઈ ઉપયોગમાં ન લેશો.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.